જેને દીઠે નેણલાં ઠરે/સોરઠી સંતવાણી/ઝવેરચંદ મેઘાણી

 

                  જેને દીઠે નેણલાં ઠરે

[સોરઠી સંતવાણી/સં: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જર]

જેને દીઠે નેણલાં ઠરે

બાયું ! અમને એડા એડા સંત મળે.

     ઉરમાંથી એક બુંદ પડે નૈ,

     ભગત નામ નવ ધરે;

     નરક છોડાવીને ન્યારા રે’વે

     અમર લોકને વરે.     –બાયું0

ચાલતાં નર ધરતી ન દુવે,

પાપ થકી બહુ ડરે;

શબ્દે વિવેકી ને ચાલે સુલક્ષણા,

પૂછી પૂછીને પાઉં ધરે.      -બાયું0

ત્રિગુણ પૂતળી રમે સુનમાં,

અનઘડ ઘાટ જ ઘડે;

ગુરુજીના શબ્દો એવા છે ભાઈ,

ખોજે તેને ખબરું પડે. -બાયું0

કાયાવાડીનો એક ભમરલો,

સંધ્યાએ ઓથ ધરે;

આરે સંસારમાં સંત સુહાગી,

બેઠા બેઠા ભજન કરે. –બાયું0

વર્ષાઋતુનો એક હિમ-પોપટો,

નીર ભેળાં નીર ભળે;

લખમાના સ્વામીની સંગે રમતાં

સ્વાતિનાં બિન્દુ ઠરે,

બાયું ! અમને એડા એડા સંત મળે.

                  અર્થ

જેને જોતાં નેત્રો ઠરે એવા સંત મને ક્યાંય મળે?

જેના પેટમાંથી મનની વાતનું એક બિન્દુ પણ બહાર ન પડે, જે ભગત એવું પોતાનું નામ ન ધરે, જે આપણને નરકમાંથી છોડાવીને પોતે જાણે કંઈ જ કર્યું જ નથી એવી રીતે નિરાળા રહે એવા કોઈ સંત મને મળે?

     ધરતી પણ દુભાય નહિ એવી રીતે ચાલે, પાપથી ડરે. વિવેકથી શબ્દ ઉચ્ચરે, સાવધ રહી પગલું મૂકે, એવા સંત મને ક્યાંય મળે?

     માનવીના ચિદાકાશ(સુન)માં સત્ત્વ, રજસ્ અને તમસ્ ની બનેલી ત્રિગુણાત્મક પૂતળી જેમ રમે છે, અણઘડ્યા વિચાર-ઘાટ ઘડ્યા કરતી હોય છે, તેમ ગુરુના શબ્દો પણ એવાં રહસ્યો રચતાં હોય છે. એ તો જેઓ શોધે તેને ખબર પડે.

     કાયારૂપી વાડીમાં એક ભમરો છે, કે જે દિવસે રમી સાંજે ઓથ મેળવી બેસી જાય છે.

     વર્ષાઋતુના હિમ-પોપટ(ઝાકળનો જળ-પરપોટો) રૂપી માનવ-જન્મ આખરે ખરી પડીને જળમાં જળ બની જાય છે. પણ ભજનિક લખમાના સ્વામી સાચા ગુરુની સાથે જો સંબંધ જોડાય,તો માનવ-પ્રાણ ઝાકળનો પરપોટો બનવાને બદલે સ્વાતિનું બિન્દુ બને છે, જે છીપરૂપી માનવ-જીવનમાં પડી મોતીરૂપે ઠરે છે.

————————————————-

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: