હૃદયવૈભવ (જનકલ્યાણ /જીવન જળાંહળાં વિશેષાંક/એપ્રિલ-2001

PRABHASHANKAR

 

હૃદયવૈભવ

(જનકલ્યાણ /જીવન જળાંહળાં વિશેષાંક/એપ્રિલ-2001 /વર્ષ:51, અંક:1/પાનું:184)

 

     એક જ્ઞાતિબંધુ તેમની પાસે આવ્યો; ગમે તેમ બોલવા લાગ્યો. જ્ઞાતિ માટે પટ્ટણી કંઇ કરતા નથી એમ પણ કહ્યું:

     પ્રભાશંકરભાઇએ મુખ પર સ્મિત લાવીને કહ્યું:

     ‘ જ્ઞાતિ અંગે પછી વિચારીશું ! તમારી કંઇ સેવા કરી શકું? ‘

     ‘મારે થોડા રૂપિયા ની જરૂર છે !’

     પ્રભાશંકરે તરત જ માગ્યા મુજબની રકમ આપી. પેલા જ્ઞાતિબંધુ ખુશ થઇને ચાલ્યા ગયા.

     તેમનો પુત્ર આ બધું જોતો હતો. આવા માણસને પૈસા આપ્યા એ બદલ ગુસ્સો વ્યક્ત કર્યો. થોડી વાર પછી પુત્રને લઇને બાગમાં ગયા. પુત્રને કહ્યું:

     ‘પેલો માળી ક્યાં ગયો? બોલાવ એને !’

     ‘કેમ પિતાજી, એની કોઇ ભૂલ છે?’

     ‘અરે ભૂલ શાની? આપણી સામે લંગડાતો લંગડાતો ચાલે છે. કોઇ મહેમાન આવે તો કેવું દેખાય?’

     ‘પિતાજી, એમાં એ બિચારો શું કરે? એને તો કુદરતી ખોડ છે ! એવા ખોડીલા માટે તિરસ્કાર કરવો શોભે ખરો?’

તરત જ પ્રભાશંકરભાઇએ મૂળ વાતનો દોર પકડી લેતાં કહ્યું:

     ‘હવે સમજ્યો? પેલા જ્ઞાતિબંધુ જન્મથી સ્વભાવની ખોડ લઇને જન્મ્યા છે. એ ખોડ પણ ભગવાને જ આપી છે… આપણે તે નભાવી લેવી જોઇએ.’

     કેવો અનુપમ હ્રદયવૈભવ !

    

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,734 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: