સલમાએ જીવન સાર્થક કર્યું. //ડૉ.ચંદ્રકાંત ત્રિવેદી//અખંડ આનંદ

સલમાએ જીવન સાર્થક કર્યું. //ડૉ.ચંદ્રકાંત ત્રિવેદી

[જોયેલું ને જાણેલું //અખંડ આનંદ, એપ્રિલ, 2014. પાનું: 92.]

           થોડા સમય પહેલાં મારા પાડોશી કરીમભાઈની યુવાન દીકરી સલમા જીવલેણ બીમાર પડી. દેહદાન અંગેનું ફોર્મ ભરી તેણે સર્જનને વિનંતી કરી: ‘મારી પાડોશી રાધા શ્રમ કરી તેના પતિ તથા બાળકોને પાળે છે. તેની એક કિડની તેને આપવા મારી નમ્ર વિનંતી છે. કિડનીના અભાવે તેનું કમોત થશે તો તેની ઝૂંપડીમાં અંધારું થઈ જશે. ’

     પેલા સર્જને કહ્યું: ‘તારી કિડની મેડિકલ દૃષ્ટિએ મેચ થશે તો મારાથી બનતી સેવા કરીશ.’

           સલમાએ ભીની આંખે ડૉક્ટરનો આભાર માની તેનાં માતા-પિતાને કહ્યું: ‘કિડની ટ્રાનસપ્લાન્ટ માટે ઘણી મોટી રકમ આપણા પાડોશી કુટુંબક્યાંથી લાવી શકે? હું મોતની નજીક છું. અત્યારે રમજાન મહિનો ચાલે છે. રોજા કરું છું, મારાં લગ્ન માટે બચાવેલી મોટી રકમ રાધાબહેનના નવજીવન માટે સારવાર પાછળ ખર્ચવા મારી છેલ્લી ખ્વાઈશ છે. અલ્લા પરવર રાજી થશે. બીજાનાં ભલામાં સૌનું ભલું.’

           બધાના દિલમાં માનવતાનો દીવડો પ્રગટ્યો. સલમાએ પરમ સંતોષથી દેહ છોડ્યો. તેના સદ્ ગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપવા આસપાસના લોકોએ રક્તદાન કર્યું. સાધારણ સ્થિતિના સલમાના માવતરે રાધાની કિડનીના પ્રત્યારોપણ માટે ધન આપ્યું. માનવતાવાદી સર્જને સેવાભાવે ઓપરેશન કરી આત્મસંતોષ વ્યક્ત કર્યો. રાધાને ન્વજીવન મળ્યું. તેનાં બાળકો તથા અપંગ પતિને સદગત સલમાએ ખુશાલી આપી જીવન સાર્થક કર્યું.

Regional College, Kota, Tejachowk , AJMERA 305004 –RAJ.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: