અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln ) નો એક પ્રેરક પત્ર

 

અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln ) નો એક પ્રેરક પત્ર

         [અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરશ્રી ભોળાભાઈપટેલનું છે, તેમના અમે ઋણી છીએ.]

    અબ્રાહમ લિંકન(1809-1865) અમેરિકાના સોળમા પ્રેસિડેન્ટ (1861-1865) હતા. વિશ્વસ્તરના સર્વકાલીન શ્રેષ્ઠતમ રાજપુરુષોમાં અબ્રાહમ લિંકનની ગણના થાય છે. કલાત્મક સાહિત્ય ઉપર અદ્ ભુત પ્રભુત્વ ધરાવતા લિંકને ઈતિહાસમાં પોતાનું સ્થાન વિશિષ્ટ રીતે કંડારી દીધું છે.

          પોતાની જીવનરીતિ તથા જીવન દર્શન વડે પણ લિંકને જગતને પ્રભાવિત કર્યું છે.

          લોકશાહી સરકર વિષેની નીચી આપેલી ગહન અર્થપૂર્ણ વ્યાખ્યા લિંકન તરફથી દુનિયાને મળેલી એક અણમોલ ભેટ છે.

    “લોકો વડે ચાલતી, લોકો માટે ચાલતી અને લોકોની બનેલી સરકાર”“Government by the People, for the People and of the People”

    આવા અબ્રાહમ લિંકને શાળાના હેડમાસ્તરને સંબોધીને એક પત્ર લખ્યો છે.નિશાળમાં પોતાના દીકરાને ભણવા મૂકતી વેળાએ એ પત્ર લખાયો હશે. વિશ્વસાહિત્યનાં પ્રેરણાત્મક મુકતકોમાં આ પત્રની ગણના થાય છે.

          શિક્ષણ એ ફક્ત પુસ્તકિયા ભણતર નથી, અને એ માત્ર શાળાકીય પ્રવૃત્તિ નથી. પણ જીવન ઘડતર માટે જીવનભર ચાલનારી વિકાસની સતત પ્રક્રિયાછે. આ વાત લિંકનને ખૂબ સમજાઈ હતી. પોતાના વિચારોના નિચોડરૂપે શિક્ષણ સમગ્રનું ‘હાર્દતત્ત્વ ’(ન્યુક્લીઅસ) શું હોવું જોઈએ. એ વાત લિંકને આ પત્ર દ્વારા દુનિયાને જણાવી છે.

          આપણા સમાજમાં શિક્ષણ અંગે જે પરિસ્થિતિ પ્રવર્તે છે, તેમાં આ ઐતિહાસિક પત્ર માત્ર શાળાના આચાર્યને જ નહિ. પરંતુ શાળાના દરેક શિક્ષકને, દરેક માતાપિતાને, ખુદ વિદ્યાર્થીને પણ—અરે કહો કે દરેકે દરેક નાગરિકને પ્રેરણાદાયી છે.

                    પત્ર

પ્રિય ગુરુજી,

બધા માણસો ન્યાયપ્રિય નથી, નથી બધા સત્યનિષ્ઠ- એ ક્યારેક તો મારો દીકરો શીખશે, પણ તેને એટલું શીખવાડજો-(કે) જગતમાં દરેક બદમાશનો સાથોસાથ એક સચ્ચરિત્ર ઉત્તમ પુરુષ પણ મોજૂદ હોય છે.

સ્વાર્થી રાજકારણીઓ જગતમાં છે, એ સાથે ત્યાગપરાયણ નેતા પણ છે.

દુશ્મન છે, તો મિત્ર પણ છે.

મને ખબર છે બધી વાતો એકદમ શીખવાડી દેવાતી નથી…

પણ વખત આવ્યે તેના મનમાં ઠસાવજો,

કે પરસેવો પાડીને કમાયેલી કોડી રૂપિયા કરતાંય મૂલ્ય વાન છે.

         શાળામાં એ વાત એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં ખુમારીપૂર્વક નિષ્ફળતા વહોરવી એ કેટલુંય અધિક આદર અને ગૌરવપ્રદ છે.

    પોતાની કલ્પના અને વિચારો પર તેને દૃઢ વિશ્વાસ રાખવાનું કહેજો, ભલે બીજા લોકો એ વિચારોને ભૂલ ભરેલા કહેતા હોય.

       તેને કહેજો કે ભલાની સાથે ભલી રીતે વર્તવું,સખત્ની સાથે સખત બનીને.

    મારા દીકરાને એ સમજાવી શકો તો જોજો.

    જ્યાં વિચાર્યા વિના બધા દોડી જાયછે એવા ગાડરિયા પ્રવાહમાં ન તણાવાની તાકાત કેળવવી પડશે.

       વળી, એને કહેજો કે સૌનું સાંભળવું તો ખરું જ, પણ સાચની ચાળણીમાંથી ચાળીને જે બરાબર લગે તે જ સ્વીકારવું. ફાવે તો એને શીખવાડજો.

     મનમાં દુ:ખ હોય તો યે હસતા રહેવું. અને એ પણ શીખવાડજો કે

     આંસુ વહી આવે તો પણ તેની શરમિંદગી ન હોય.

    વાંક દેખાઓથી દૂર રહેવા અને ખુશામદખોરોથી સાવધ રહેવા કહેજો.

         તેને એ બરાબર સમજાવજો કે તેણે તમામ શ્રમ અને બુદ્ધિ વાપરીને કમાણી કરવી.પણ કદીય વિક્રય ન કરવો હ્રદય અને આત્માનો !

    હોંકારા-પડકારા કરતાં ધૂતકારનારાઓનાં ટોળા તરફ આંખ આડા કરવાનું તેને શીખવજો.

    અને તેને મનમાં ઠસાવજો કે જે સાચું અને ન્યાયી લાગે તે માટે દૃઢતાથી લડી લેવું.

    તેના પર મમતા રાખજો, પણ લાડ ન લડાવશો, કેમકે આગમાં તપ્યા વિના લોખંડમાંથી કદી પોલાદ બનતું નથી. તેને અધીર બનવાનું ધૈર્ય આપજો અને શૌર્ય દાખવવાની ધીરજ.

    બીજું એક એને એ કહેવાનું કે પોતા પર દૃઢ વિશ્વાસ હશે તો જ માનવજાતિ પર ઉદાત્ત શ્રદ્ધા રહેશે.

    માફ કરજો ગુરુજી,

    હું વધારે પડતું બોલું છું, ઘણી વધારે અપેક્ષા રાખું છું…

    પણ જુઓ, તમારાથી થાય એટલું કરજો,

    મારો દીકરો- એ બહુ નાનો ને મીઠડો છે.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,732 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: