આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્(શ્લોક: 1 થી 9)

આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્

(અર્થ વિવરણ સહિત)

લેખક: ભાઈશંકર બહેચરભાઈ પુરોહિત

પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ, મુંબઈ

348a9-adi-shankaracharya-3811
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1

ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશેત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ !તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.

‘ડુકૃણ્કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે એમ પાણિનિએ એમનાધાતુપાઠમાં નિરુપ્યું છે. ‘ડુકૃણ્ ‘માંનો ‘કૃ’ ભાગ જ કર્મ, ક્રિયા, કરણવગેરે શબ્દોનું મૂળ છે. કોઇક સંન્યાસી કે વૃધ્ધ પુરુષ પાણિનિના ધાતુપાઠનુંરટણ કરતાં’ડુકૃણ્ કરણે’એમ રટ્યા કરતો હતો. આચાર્યે નજીકમાં થી પસાર થતાં આસાંભળ્યું અને રટનારની અવસ્થા પણ જોઇ. એમને થયું કે જિંદગીના અંત સુધી આમધાતુના અર્થનું જ રટણ કરવાથી અથવા એ અર્થાનુસાર કામનો ઢસરડો જ કરવાથી શુંવળે? એમ કરવાથી તો મહામૂલી જિંદગીને વેડફી નાખવાનું થાય છે. આમ વિચારીનેતેમણે રટનારને સંબોધી ‘ગોવિંદનું ભજન કર’ એવા ઉદ્ ગારો કાઢ્યા હશે.
આચાર્યે કોઇ વ્યક્તિવિશેષને શિખામણ અ આપી હોય કે ન આપી હોય, પણ સમગ્રમાનવજાતની સામે એમણે લાલબત્તી તો ધરી જ છે. કામ,કામ ને કામ કરતાં કરતાંજિંદગી પૂરી કરનારાઓ જો જગત્સૃષ્ટા, જગત્પાલક અને જગત્સંહર્તા પરમાત્માનોવિચાર જ ન કરે તો એમનું જીવન એળે ગયું સમજવું. મેં આ કર્યું ને તે કર્યું, એમ કામનું અભિમાન, જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન કે જીવનની કહેવાતી સિધ્ધિઓનુંઅભિમાન, માણસને જીવનના ધ્યેય વિશે સાવ બેદરકાર બનાવે છે. આ બધી કહેવાતીલૌકિક સિધ્ધિઓ કાળનું તેડું આવે ત્યારે કાંઇ જ ખપ લાગતી નથી.એટલું જ નહિ પણપોતે જેને આટાઅટલું મહત્ત્વ આપ્યું તે કર્યું—કારવ્યું ધૂળમાં મળી રહ્યુંછે ને પોતે અકિંચન, અસહાય બની બધું છોડી જઇ રહ્યો છે, એ વિચાર જ, એનુંમનોમંથન જ, મનુષ્યની અંતિમ ક્ષણો વ્યાકુળતાથી ભરી દે છે. એમાંથી ઉગરવાનો એકજ ઉપાય છે, ને તે છે ગોવિંદનું ભજન કરવાનો. ગોવિંદનું જિંદગીભર મન, વચનઅને કર્મથી કરેલું ભજન જ જીવને અભિમાનજન્ય ક્ષુલ્ક્કતાઓથી ઉગારે છે અનેગોવિંદનાં સ્મરણ ચિંતનના બળે પોતાના શાશ્વત સ્થાનમાં જવા માટે મરણને પણઉમળકાથી વધાવવાની પ્રેરણાઆપે છે.
પ્રભુસ્મરણ વિનાના કર્મની આ રીતેનિરર્થકતા બતાવી, પછી આચાર્ય ધનના અનર્ગળ સંચયમાં રચ્યાપચ્યા રહેવાનાં દૂષણતરફ ધ્યાન ખેંચતાં કહે છે:

મૂઢ !જહીહિ ધનાગમતૃષ્ણાં

કુરૂ સદ્ બુધ્ધિં મનસિવિતૃષ્ણામ્ .

યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ….2
“ હે મૂઢ ! ધનપ્રાપ્તિની તૃષ્ણા છોડ, મનને તૃષ્ણારહિત તેમ જ બુધ્ધિનેસત્યનિષ્ઠાવાળી કર. પોતાના શ્રમથી જે કાંઇ પ્રાપ્ત થાય તેટલા ધનથી જચિત્તને સંતુષ્ટ રાખ.
હે મૂઢમતિ ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”
ધ્નપ્રાપ્તિ પોતે અનર્થકારી નથી પણ તે માટેની અનર્ગળ તૃષ્ણા અનેક અનર્થોનેજન્મ આપે છે. તૃષ્ણાનો કદી અંત આવતો નથી. તૃષ્ણાવાનને જે કંઇ મળે તેઅપૂરતું જ લાગે છે. શરૂઆતમાં જે મળ્યાથી સુખ અને શાંતિની આશા હોય તે મળ્યાપછી વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા વિસ્તરતી જાય છે. પૂર્વકર્મોએ નિર્મેલુંભાગ્ય પણ ધનપ્રાપ્તિમાં કારણરૂપ હોય છે. અનેક પ્રયત્નો કરવા છતાંયેનશીબમાં ન હોય તે મળતું નથી, માટે ઉદ્યમ કરવાથી જે કાંઇ પ્રાપ્ત થાય એથીસંતોષ મેળવવો ને પ્રભુની ઇચ્છા પ્રમાણે જે મળે છે તે પૂરતું છે એમ માનીઅજંપો ન રાખવો, એમાં જ સાચું સુખ રહેલું છે. સંતોષામૃતતૃપ્તાનાં યત્સુખંશાંતચેતસામ્ . કુતસ્તધ્ધ્નલુબ્ધાનામિતશ્ચેતશ્ચધાવતમ્ .. સંતોષ રૂપી અમૃતથીતૃપ્ત અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે છે તે ધનના લોભથી આમતેમ રઝળપાટકરનારાઓને ક્યાંથી મળે?
શ્રમથી મળેલા ધનથી જે સુખશાંતિ મળે છે તેકૂડકપટથી મળેલા ધનથી નથી મળતી. અન્યાયથી મેળવેલું ધન; ધન મેળવ્યનો ક્ષણિકઆનંદ ભલે આપે, પણ અનેક વિટંબણાઓ સર્જે છેને ચિત્તને ઉપાધિઓથી ભરી દે છે.આખરે શાંતિ જ સુખ છે.જે ધન અશાંતિની હોળી સળગાવે તેને ને સુખને બાર ગાઉનુંછેટું છે.’અશાંતસ્ય કુત: સુખમ્ .અશાંતને વળી સુખ કેવું?(ગીતા) અનર્ગળધનતૃષ્ણામાંથી અશાંતિ જ જન્મે છે.

નારીસ્તનભરનાભિનિવેશં
મિથ્યા માયામોહાવેશમ્ .
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિંતય વારંવારમ્ ……3
“નારીના ભરાવદાર સ્તન અને મનોહર નાભિ વગેરેનું સૌંદર્ય માયામોહના મિથ્યાઆવેશને જન્માવનાર છે. ભલા ! આ (નારી દેહ) તો માંસ અને ચરબી વગેરેનું પિંજર જછે એમ મનમાં વારંવાર વિચાર કર અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”

     તૃષ્ણાનીજેમ કામ પણ માણસની સુખશાંતિનો પરમ શત્રુ છે. ‘કામ’ એ શબ્દના ઘટક બે અવયવોછે; ‘ક’ અને ‘આમ’. ‘ક’ એટલે સુખ ને ‘આમ’ એટલે રોગ અથવા કાચું. જે ભોગસુખરૂપે પ્રતીત થાય છે તે વાસ્તવમાં રોગ હોય છે. જે સુખ કાચું જ સુખ હોયતેને કામ કહે છે.કામનો ઉદ્ ભવ મોહને લીધે થાય છે. વસ્તુની યથાર્થતાનો વિચારજેનાથી નષ્ટ થઇ જાય તેને મોહ કહે છે.સ્વભાવે નશ્વર અને પરિણામેજુગુપ્સાજનક વસ્તુમાં સૌંદર્ય અને સુખદાયીપણાનો વિચાર મોહને કારણે થાય છે.વિજાતીય વ્યક્તિ માટેના મોહમાંથી કામ પ્રગટે છે અને જડ દૃશ્યના આકર્ષણથીતૃષ્ણા જન્મે છે. આ બંને શાંતિના શત્રુઓ છે.
       જેના માટે કામ અને તૃષ્ણાહોય તેનાં યથાર્થ ચિંતન—મનન તેની પોકળતાને છતી કરે છે, એના માટેનું ખેંચાણનબળું પાડે છે ને અંતે એમાંથી છૂટવાનું સરળ બનાવે છે. માટે જ અહીં કામનું, વિષયનું અને એની પોકળતાનું વારંવાર ચિંતન કરવાનું જણાવાયું છે.
     કામજેટલો વિઘાતક પુરુષ માટે છે તેટલો જ સ્ત્રી માટે પણ છે. આચાર્યેપુરુષસમાજને ઉદ્દેશીને કહેલી વાત સ્ત્રીસમાજને પણ એટલી જ ઉપયોગી છે.
     કામ પણ તૃષ્ણાની જેમ કદી તૃપ્તથતો નથી.કામની અતૃપ્તિમાંથી ક્રોધ જન્મે છે.જો ક્ષણિક તૃપ્તિ થાય તોયે વધુ ને વધુ ભડકતી તૃષ્ણા પાછીએ અતૃપ્તિ જજન્માવે છે. કામને પ્રગટયા પછી રોકવાનું કઠણ છે, માટે એને જન્માવનારદૃષ્ટિનો જ સંયમ થવો ઘટે.અનુચિત વસ્તુઓને જોવી તેમ જ અસદાચારીઓની સોબતકરવી, આ બંનેનો ત્યાગ કામથી બચવા માટે જરૂરી છે. અહીં જે કામને ત્યજવાનોઉપદેશ છે તે ધર્મવિરુધ્ધ કામને લગતો છે. ધર્મને અનુરૂપ કામ પણ સંયમ ન હોયતો અનર્થકારી બની શકે છે. મોહના આવેગથી પેદા થતો કામ અનર્થરૂપ જ બને, કારણકે તેમાં સંયમ થઇ શકતો નથી.ઇન્દ્રિયોના આવેગોના શમન વગર વિવેક, શાંતિ કેસુખ સંભવી શક્તાં નથી.
નલિનીદલગતજલમતિચપલં

તદ્વત્જીવિતમતિશયચપલમ્ .

વિદિધ વ્યાધ્યભિમાનગ્રસ્તં

લોકં શોકહતં ચ સમસ્તમ્ ……4 ”

કમળના પાન પરરહેલું જલબિંદુ જેવું અતિશય ચપળ, અસ્થિર હોય છે તેવું પ્રાણીનું જીવન પણછે. માટે તું રોગ અને અભિમાનથી ગ્રસ્ત થયેલા બધા લોકોને શોકસંતપ્ત થયેલાજાણ-સમજ; અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” કમળના પાન પર નાચતું સોહામણુંજલબિંદુ એની ક્ષણિક જિંદગીમાં આનન્દમગ્ન જણાય છે, જરાશી પવનની લહેર આવી કે એપછડાટ ખાઇને લુપ્ત થઇ જાય છે. માનવજીવનનું પણ આવું જ છે. જોતજોતામાં એકપછી એક અવસ્થા વીતી જાય છે. બાળપણનો ઉલ્લાસ, યુવાનીનો તરવરાટ અનેપ્રૌઢાવસ્થાની ગંભીરતા, બધુંયે વૃધ્ધાવસ્થામાં અને મરણમાં સરકી જાયછે.ઘડીમાં ખુશી તો ઘડીમાં ગમ. રાજા હો કે રંક,વિદ્યાવાન હો કે અભણ,ધનવાન હોકે નિર્ધન, દરેકના જીવનમાં તડકાછાંયડા આવે છે ને જાય છે. કોઇ પણ અવસ્થાનેકાયમી માની એનું અભિમાન કરવું એ વિચારહીનતા છે. એક વિચારશીલ કવિએ જીવનની આનશ્વરતાને આરીતે વર્ણવી છે: રાત્રિગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતંભાસ્વાનુદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી:. ઇત્થં વિચિંતયતિ કોષગતે દ્વિરેફે, હાહંત ! હંત !નલિનીં ગજ ઉજ્જહાર… કમળપુષ્પની સુગંધનો ને રસનો લોલુપ ભમરોસુર્યાસ્ત થતાં કમળનો કેદી બને છે પણ એ આશાવાદી લોલુપ વિચારે છે: રાત જશેને સોહામણું પ્રભાત ઊઘડશે, સૂર્ય ઊઘડતાં જ રળિયામણાં કમળો હાસ્યના ફુવારાઉડાવશે.અર્થાત્ કમળ ઊઘડતાં હું મુક્ત બનીશ. પણ હાય ! એટલામાં તો એક મદમસ્તબનેલો હાથી આવ્યો ને બીડેલા કમળને જ ઊખેડીને, પગથી ચગદી ચાલતો થયો. આશાઓનામિનારા ચણતા પ્રત્યેક માનવની આ જ સ્થિતિ છે. ‘ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુનાધર્મમાચરેત્ .’ એમ મહાભારત કહે છે: ’યમરાજ જાણે કે ચોટલી પકડીને ઊભો છે એમસમજીને ધર્મ—પરમાર્થનું સેવન કરવું ઘટે.’
જીવનની નશ્વરતાના વિચારેદૈન્ય કે નિરાશાને પોષવાનું ઉચિત નથી. પરંતુ અનેક સુકૃત્યોનાં ફળ રૂપે આમહામૂલું માનવજીવન મળ્યું છે તો એ દ્વારા લોકક્લ્યાણ કરતાં કરતાં પ્રત્યેકક્ષણનો સદુપયોગ કરવો. જે કંઇ જન્મે છે તે જવા જ સર્જાયું છે, એમ સમજીવિરક્તિ તેમ જ અનાસક્તિને પોષવાં જોઇએ. આજીવનદૃષ્ટિ જ આચાર્યને અહીંઅભિપ્રેત છે.

 

યાવદ્ વિત્તોપાર્જનસક્ત-
સ્તાવન્નિજપરિવારો રક્ત:
પશ્ચાદ્ ધાવતિ જર્જરદેહે
વાર્તા પૃચ્છતિ કોઅપિ ન ગેહે:….5

“માણસજ્યાં સુધી ધનદોલત કમાતો હોય ત્યાંસુધી જ એનો પરિવાર એના પર પ્રેમવર્ષાવે છે. પાછળથી જ્યારે ઘડપણથી જીર્ણ બનેલું એનું શરીર લથડિયાં ખાતુંથાય ત્યારે એના જ ઘરમાં એનો કોઇ ભાવ પૂછતું નથી.” અગાઉના શ્લોકમાં જીવનનીનશ્વરતાનું વર્ણન કર્યું. એથી કોઇ પૂછે કે, જીવનને ફિક્કું બનાવતી આવી વાતોકરવાથી શો લાભ? જોતા નથી…. મને મારાં સ્વજનો કેટલું ચાહે છે? સ્વજનોનોપ્રેમ અને વૈભવનો આનંદ લૂંટ્વાનું છોડી જીવનને ઉદાસીનતાથી ભરવામાં ક્યુંડહાપણ છે?આવો પ્રશ્ન કરનાર સંસારી માણસ ભૂલી જાય છે કે પ્રકૃતિ પ્રતિક્ષણકરવટ બદલતી રહે છે. વ્યક્તિવ્યક્તિનો પ્રેમપોતપોતાના સ્વાર્થને કારણે જ છેને તે માટે જ ટકે છે. આમાં પ્રેમકરનાર તેમ જ પાછળથી પ્રેમ ન કરનારવ્યક્તિનો દોષ નથી. પ્રતિક્ષણ બદલાતી પરિસ્થિતિ જ એમ કરાવે છ. વ્યક્તિનોસૌથી વધુ પ્રેમ પોતાના વિષે જ હોય છે.બીજા બધા પ્રેમ કે અનુરાગોનું માધ્યમપોતાનો દેહ જ છે. એ દેહ જ્યારે જરજીર્ણ થાય કે રોગગ્રસ્ત બને ત્યારે વશમાંરહેતો નથી. ઇચ્છ્યું કરતો નથી, તો બીજાની ક્યાં વાત? પરમાત્માપ્રીતિ તેમ જઆત્મસાક્ષાત્કારને જ પરમ કર્તવ્ય માનનાર મનુષ્ય સ્વાર્થી નહીં પણ સાચાઅર્થમાં પરાર્થી છે. એ પોતાના મોહમુક્ત અને વિવેકપૂર્ણ જીવનમાં જે કાંઇકરશે તે પોતાની નજીકનાં તેમજ દૂરનાં, સૌ કોઇના કલ્યાણમાં જ પરિણમશે. “આત્માર્થે પૃથિવીં ત્યજેત્ ” ‘આત્મા માટે આખી ધરતીનો ત્યાગ કરવો’ એમકહેનાર મહાભારત આત્મર્થીની વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિની સર્વોપકારક્તા તરફ જઆંગળી ચીંધે છે. સ્વંજનોના મોહમાં ગળાડૂબ માણસ જ્યારે પોતાની અવસ્થાબદલાતાં તે જ સ્વજનોના વ્યવહારમાં પ્રીતિનો અભાવ જુએ છે ત્યારે, તે ખૂબહતાશ અને દોષદર્શી બની જાય છે. એના એવા વર્તન માટે બીજું કોઇ જ નહિ પણ એપોતે જ જવાબદાર છે. કારણ કે એણે વાસ્તવિક્તાને કદી પિછાણી જ હોતી નથી. અનેજ્યારે જીવનનું સત્ય નગ્ન રૂપમાં સામે આવીને ઊભું રહે છે ત્યારે, એનીમાન્યતાઓના ભુક્કા થઇ જતા જોઇને તે અકળાય છે ને વલોપાત કરી સ્વાભાવિક રીતેઆવી પડેલી યાતનાને અનેક ગણી વધારી મૂકે છે.બૃહદારણ્યક ઉપનિષદમાંયાજ્ઞવલ્ક્યે પોતાની પ્રિયા મૈત્રેયીને આ જ વાતકહી છે:

“ના વા અરે !પત્યુ: કામાય પતિ: પ્રિયો ભવતિ,

આત્મનસ્તુ કામાય પતિ: પ્રિયો ભવતિ “2,4,5.

     અરી પાગલ ! પત્ની પતિને ચાહવા માટે, પતિના આનંદ માટે, નથી ચાહતી પણ અપોતાનીખુશી માટ એ ચાહે છે. આવું જ પતિના પત્ની પ્રત્યેના તેમ જ અન્યોન્યનાસંબંધમાં જાણવું. પોતાને અન્ય કોઇ સુખ નહિ આપી શકે પણ પોતાનું સદ્ વર્તnતેમજ સત્ય માર્ગનું અનુસરણ અને વાસ્તવિક દૃષ્ટિ જ સુખ આપી શકે, આ વાત સૌ કોઇએસમજી લેવી ઘટે.

યાવજ્જીવો નિવસતિ દેહે
કુશલં તાવત્પૃચ્છતિ ગેહે..
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિનકાયે….6
“જ્યાંસુધી દેહમાં જીવ હોય ત્યાંસુધી ઘરમાં કુશળસમાચાર પુછય છે. જ્યારેપ્રાણ નીકળી જાય ને દેહ શબ બની જાય ત્યારે તે જ શરીરને જોતાં ભાર્યા પણભયભીત થઇ જાય છે.”
જીવતા પુરુષને તેની પત્ની વહાલથી કુશળસમાચાર પૂછે છે, તેના સુખની ચિંતા કરેછે. જે શરીર માટે તે વહાલ વરસાવે છે તે જ શરીર જીવ જતાં બિહામણું બની જાયછે. આ વાત સર્વ પ્રકારના સંબંધોમાંબનતી હોય છે. પ્રાણહીન શરીર બેઠું થાય તોતેને જોઇ એ જ સ્વજનો એને ભૂત સમજી ભાગાભાગી કરશે. જે શરીરને માટે અપારઆસક્તિ હતી તે જ શરીર નિશ્ચેતન દશામાં જુગુપ્સાજનક બની જાય છે. આ કુદરતીપરિવર્તનને નિશ્ચિત સમજીને પ્રથમથી જ શરીરનો મોહ ન કરવો. આનું તાત્પર્યએવું નથી કે કોઇએ કોઇના પ્રત્યે અનાદર કે અણગમો રાખવો. પણ પરિવર્તનશીલસંસારમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિવર્તનો અચૂકપણે આવતાં જ હોય છે. માટે કોઇવ્યક્તિ કે વસ્તુ પ્રત્યે મોહ ન રાખતાં વિવેકબુધ્ધિથી તેના પ્રત્યે ઘટતોપ્રેમ જ રખાય અને સંયોગની જેમ વિયોગની સ્થિતિની પણ સંભવના ધ્યાનમાં રાખવીજોઇએ,. મહાભારત કહે છે: ક્ષયાંતા:સંચયા: સર્વે પતનાંતા: અમુચ્છૃયા:… સંયોગાવિપ્રયોગાંતા મરણાંતં ચ જીવિતમ્ …. બધા જ સંચયો (જોડાણ) અંતે નાશ પામેછે.ઉપર ચઢેલા નીચે પછડાય છે. સંયોગ વિયોગમાં પરિણમે છે ને જીવનનો અંત આખરેમરણ જ છે.

બાલસ્તાવક્રિડાસક્ત
સ્તરુણસ્તાવ તરુણીરક્ત:

વૃધ્ધ્સ્તાવ ચિંતામગ્ન:
પરે બ્રહ્મણિ કોઅપિ ન લગ્ન: …..7
“ બાળક રમતગમતમાંમશગૂલ હોય છે, યુવાન યુવતી સાથે વિલાસમાં રત છે, વૃધ્ધનેવળી દુનિયાભરની ચિંતા સતાવે છે. આમ દરેક પોતપોતાની સાંસારિક પળોજળમાં મશગૂલહોય છે. ભલા !પરબ્રહ્મમાં કોઇનું યે ચિત્ત પરોવાયેલું નથી.” સૌ કોઇપોતપોતાની અવસ્થાને અનુરૂપ સંસારની નાશવંત પ્રવૃતોમાં રાચે છે. યુવાનીપ્રણયલીલાના નશામાં ક્યારે વીતી ગઇ તેનું ભાન રહેતું નથી. વૃધ્ધાવસ્થાપોતાનાં પુત્ર્પુત્રીઓની જ નહીં પણ દુનિયાભરની ઘટનાઓને પોતાની રીતેનિહાળવામાં અને પોતાની અક્કલ પ્રમાણે ન ચાલવામાં સંતાનો વગેરે દુ:ખી થશેએવી વિમાસણમાં વિતાવે છે.સૌ કોઇ જે કાંઇ સરકી રહ્યું છે, નાશપામી રહ્યુંછે, તેની આસક્તિમાં તરબોળ છે, પણ જે પામવાથી કાયમી સુખશાંતિ સાંપડે તેપ્રત્યે બેદરકાર છે. સમસ્ત જગતને સાચા પુરુષાર્થથી વિમુખ જોઇને આચાર્યનુંકરુણા છલકતું હૃદય જાણે વલોવાય છે.
કાતે કાંતા ? કસ્તે પુત્ર:?
સંસારો અયમતીવ વિચિત્ર:..
કસ્ય ત્વં? કુત આયાત:?
તત્ત્વંચિંતય તદિદં ભ્રાત:….8
”તારી પત્ની કોણ? તારો પુત્ર કોણ? ભલા ! આ સંસાર ખૂબ વિચિત્ર છે.તું પોતેકોણ છે ને ક્યાંથી આવ્યો છે?અરે ભાઇ ! આના તત્ત્વનો—રહસ્યનો—જરા વિચારતોકર.” તારો અને તારી પ્રાણપ્રિયાનો સંબંધ ક્યારથી થયો ને ક્યાંસુધી રહેશે ? જે પુત્રપુત્રી માટે તું અપાર દુ:ખ વેઠી ધનસંચય કરવામાંડ્યો છેતેમનો અનેતારો સંબંધ પણ કેટલો? તું જાતે શું છે? દેહ અને નામ તો જન્મ પછી મળ્યાં પણતે અગાઉ તું ક્યાં હતો ?ક્યાંથી આવ્યો ને આખરે ક્યાં જશે? ખરેખર જાણવા જેવીઆ બધી બાબતોનો કદીવિચર કર્યો છે.? જે દેહને શણગારવામાં અને લાડ લડાવવામાંતું રાતદિન મશગૂલ છે તેનું, તેની સાથે જડાયેલીઇન્દ્રિયોનું, તારાં મનબુધ્ધિતેમ જ પ્રાણ નુંમૂળ ક્યાં છે? એમનો ને તારો કેટલો ને કેવો સંબંધ છે? તેઓતને સુખ આપે છે કે દુ:ખ?અથવા તેઓ દુ:ખ આપતાં હોય તો તેનું કારણ શું?એમાંતારી બેવકૂફીનો હિસ્સો કેટલો?આ બધી મહત્ત્વપૂર્ણ હકીકતો પ્રત્યેતું બેધ્યાનરહે છે અને તુચ્છ બાબતોની પાછળ રાતદિન લાગ્યો રહે છે; આ તે કેવી પામરતા !સંસારના પદાર્થો તેમ જ વિવિધસંબંધો સુખદાયીલાગે છે, પરંતુ એમાં તથ્યકેટલું? ભુલભુલામણી કેટલી? સંસાર ખરે જ વિચિત્ર છે. એના સોહામણા સ્વરૂપમાંક્યા દુ:ખદાયી કંટકો છુપાયેલા છે તેનો વિવેક થતો રહે, તો કંટકોથી બચીને એનાસાચા સ્વરૂપનું અતુરતાપૂર્વક સેવન થઇ શકે. સ્વને- આત્માને વીસરી તેનાપ્રકાશમાં પ્રકાશતાં ને તેના આધારે પ્રવૃત્તિ કરતાં દેહેન્દ્રિયોનીઆળપંપાળમાં જાતને ખોઇ નાખી, આત્માને જ વિસારી મૂકવો એમાં ડહાપણનું દેવાળું જછે, એમ કહી આચાર્ય શંકર મૂઢ માનવને સભાન કરવા પ્રેમભિંજ્યા કોરડા ફટકારેછે

 

 
 સત્સંગ્ત્વે નિસ્સંગત્વં

નિસ્સંગત્વે નિર્મોહત્વમ્ . 

નિર્મોહત્વે નિશ્ચલચિત્તં  

નિશ્ચલચિત્તે જીવનમુક્તિ: …..9

 

“જ્યારે મનુષ્ય સંતોનો સંગ કરે છે ત્યારે એ નિ:સંગ—અનાસક્ત બને છે.અનાસક્તિથી મોહમુક્તિ થાય છે. મોહ ટળી જ્તાં ચિત્ત નિશ્ચલ—સ્થિર થાય છે,ને ચિત્તની નિશ્ચલતા થતાં  ‘જીવન્મુક્તિ’ મળે છે.” 

સંગમાનવના ઘડતરમાં અગ્ત્યનો ભાગ ભજવે છે. જન્મે બ્રાહ્મણ હોવા છતાં વાલ્મીકિલૂંટારાઓની સોબતમાં લૂંટારા બન્યા.તેઓ અનેકની હત્યા કરવામાં રાચતા હ્તા.નારદ વગેરે સંતમહાત્માઓની સોબત થતાં એ જ ક્રૂર વાલ્મીકિ અમર ભક્તકવિ અનેસંત બન્યા.સંગનો રંગ લાગ્યા વિના રહેતો નથી.સંતનો સંગ નશ્વર વસ્તુઓનીનિરર્થકતા સમજાવે છે.આસક્તિનું મૂળ મોહ છે.આસક્તિ નિર્મૂળ થતાં મોહનોઉચ્છેદ સરળ બની જાય છે.મોહ ટળતાં ચિત્ત સ્થિર ય્હાય છે. મોહ ચિત્તને મૂઢબનાવી જ્યાં ત્યાં ભટકાવે છે. મોહ જેને માટે હોય તે પદાર્થનું ઉપલકિયુંઆકર્ષણ આસક્તિ જન્માવે છે.આસક્તિ નિર્મૂળ બનતાં મોહ પણ નિર્મૂળ બને છે. મોહઅને આસક્તિ પરસ્પરનાં પોષક છે. એક બળવાન બને તો બીજું પણ ફૂલેફાલે અનેએકનો વિવેકપૂર્વક ઉચ્છેદ કરતાં બીજાનોયે ઉચ્છેદ સરળ બને.

વસ્તુના યથાર્થદર્શનમાં ચિત્તની સ્થિરતા સર્વથા જરૂરી છે.નિશ્ચલ ચિત્ત વિવેક અને વૈરાગ્યને પ્રગટાવે છે. વિવેક—વૈરાગ્યનીઉપલબ્ધિ સાંસારિક બંધનોની જડ ઉખાડી  નાખે છે.

       હંમેશાં આત્મા વિષે સભાનરહેવું ને ચારે તરફ લહેરાતાં સાંસારિક ભાવો પ્રત્યે અસંગભાવ ધરવો, એનું જનામ ‘જીવન્મુક્તિ’. જીવનના સર્વ વ્યવહારો ચાલતા રહે છતાંએ કોઇ પણ વિષય પર આસક્તિ ન રહે, તેનેજીવનમુક્તિ કહેવાય. સમુદ્ર પર તરંગો ઊઠે ને શમી જાય છે., પરંતુ સમુદ્રજેમનો તેમ રહે છે.તેમ સુખદુ:ખ આવે ને જાય, પણ તેથી જેનું ચિત્ત ક્ષુબ્ધથતું નથી  તે જીવનમુક્ત મહાત્મા છે. માનવજીવનના પરમ ઉત્કર્ષની સ્થિતિ  સુધીલઇ જનાર છે સત્સંગ. માટે જ સંગ કરતાં ખૂબ સાવધાન રહેવું અને સચ્ચરિત્રસજ્જનોનો, સંતપુરુષોનો જ સંગ કરવો ઘટે.

 

નોંધ: ભજ ગોવિંદમ ના કુલ 31 શ્લોકો છે, બાકીના ટૂંક સમયમાં રજુ કરવાનો પ્રયત્ન રહેશે.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્(શ્લોક: 1 થી 9)
  1. janak કહે છે:

    khub saras rite samjavyu che Bhai Shankar Bhai ne khub khub dhanyvad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: