સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી

9331mahatma-gandhi-posters

 

                       સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી

પાના: 32 થી 38

                       4.શ્રીચરણોનો સોદો.

    શ્રી રામદેવ અને આચાર્યા વિદ્યાવતીજીએ ગાંધીજીને કન્યા ગુરુકુલમાં આવવાનું નિમંત્રણ આપી રાખ્યું હતું. એ પ્રસંગે મંગલાચરણમાં કન્યાઓએ સંસ્કૃતમાં પદ ગાયાં.છેવટે બાપુએ આશીર્વાદ દેતાં સહુને ચકિત કરી દીધાં હતાં,એમણે કહ્યું:

       ‘ભાષા અને કવિતા કરતાં રાગનો દરજ્જો કેટલોયે ઊંચો છે. રાગરાગિણી તો વર્ણ વ્યવસ્થાની ઉપાસક ગણાઈ છે. તમે ધનાશ્રીના સ્વરોમાં ભીમપલાસીના સ્વર મેળવી દીધા. એમ કરવાથી રાગ વર્ણસંકર બની જાય છે. ભલે કોઈ માત્રાને લઘુમાંથી દીર્ઘ કરવી પડે. પણ સ્વરને બદલવો ઠીક નથી. સ્મૃતિની ભૂલ માફ થઈ શકે. શ્રુતિની નહીં . રાગ તો શ્રુતિ છે.’

       સમારંભને અંતે સહુ જનો ઊભા થયા ત્યારે બાપુ તો બધાંની સામે શર્મદાનો કાન પકડી એનું મોં આમથી તેમ ફેરવતા હતા. હું પુરુષોના વિભાગમાં આઘે ઊભો હતો. મારી નજર બાપુમાં ને મન શર્મદામાં ભરાયાં હતાં. બાપુએ પૂછ્યું: ‘કાનમાં આ શું પહેર્યું છે? એ કાંઈ રૂપાળું લાગતું નથી !.શર્મદાએ કાનમાંથી લવિંગિયાં કાઢતાં પૂછ્યું: ‘તો આ પણ આપને ભેટ આપી દઉં?’ જવાબ મળ્યો: ‘હા, બાપુ લઈ શકે છે; પણ પિત્તળ ની નથી ને?’એમ કહેતાં બાપુએ લવિંગિયાં લઈ એમની ઝોળીમાં નાંખ્યાં. આખી જિંદગી સુધી શર્મદાને એના કાન ખેંચાયાનું ગૌરવ રહ્યું.

——————————————————————————————————————————-

                                  સ્ત્રીઓની સભા

સુશોભિત મંડપમાં સ્ત્રીઓની એક સભા થઇ . કોણ જાણે ક્યાંથી આકશમાંથી ઊતરી આવી હતી એ સ્ત્રીઓ ! સ્ત્રીઓથી ને બાળકોથી મેદાન ભરાઇ ગયુ હતું. એકલા શહેરમાંથી જ નહી પણ દૂરનાં ગામોમાંથી ચૂડીઓ ને પગના વીછુવા ખણખણાવતી ને બેલગાડીઓમાં બેસીને ગીત ગાતી ગાતી આવી હતી એમની મોટી સંખ્યા જોઇને હું ડરી ગયો કે રખેને સભા અસફળ જશે !

         શર્મદાએ સ્વાગત – ભાષણ વાંચ્યું . પછી . થેલી અર્પણ કરી. થેલીમાં આશરે બે હજાર રૂપિયા હતા. એ પછી બાપુનું ભાષણ થયું : સમાજમાં સ્ત્રીઓનું મહત્વ.’ બાપુ ભાગ્યે જ કદી ખુશ થયા હોય એટલા ખુશ થયા હતા. ભાષણને અંતે અમણે કહ્યું:

       ‘હું તો ઘરેણાં પણ લઇ શકું છું . દરિદ્રનારાયણ માટે વીંટી પણ લઇ શકું ને બંગડી પણ લઉં છું. તમારે ઘરેણા આપવામાં વળી મરદને પૂછવાનું શું ? આ તો સ્ત્રીધન છે. તો પછી ઢીલ શાની? બધી સ્ત્રીઓ થોડાં થોડાં ઘરેણાં ઉતારીને મને આપી શકે . અહી સુધી આવવાની જરૂર નથી , હું જ ત્યાં આવીને લઇશ .’

     પછી એ મંચ પરથી ઊતરી પડ્યા ને ગયા સ્ત્રીઓના વિશાળ સમુદ્રમાં બન્ને હાથની અંજલિ બનાવીને ભિખારીરૂપે દેવેઓમાં ઘૂમવા લાગ્યા. ધૂમ મચી ગઇ .’અરે મહાત્મા, આ લે ‘, જગા છોડ’, ઉપર કેમ પડે છે ? ‘ ‘તારી આંખો ફૂટી ગઇ છે ?’ ‘ મારી શું કામ, તારી ફૂટે નહિ? ’ વગેરે વગેરે…… છોકરાઓના કલબલથી આખી સભા છિન્નભિન્ન થઇ ગઇ. બાપુને તો જે ધક્કા વાગ્યા કે જમીન ઉપર પગ ટેકવવાપણ કઠણ હતા . હું પણ શું કરું? પુરુષો હોત તો બૂમો પાડત . ધક્કમુક્કી કરીને બાપુને માટે રસ્તો કરત . હવે તો હુ પણ લાચાર . બાપુ મારી લાચારી જોઇને હસી પડ્યા .

     એક સ્ત્રી એની બે આંગળીઓ વચ્ચે એકએકઆની દબાવીને લાંબો હાથ કરી આઘેથી બૂમો પાડી રહી હતી : ઓ મહાત્મા ! લે મારી એક આની લેતો જા.’ સ્ત્રીઓના માથા ઉપરથી એમનો ખોબો લંબાવતાં બાપુએ કહ્યું : ‘લાવ’. એણે એ ખોબામાં એક આની નાખી તો બાપુ કહે : ‘હવે ચરણસ્પર્શ પણ કરીશ ને ?’

     ‘ હા, કરીશ.’

   ‘તો પછી પગને સ્પર્શ કરવાનો એક આનો બીજો લઇશ.’

   ટોણો મારતી હોય એમ ગામડાની સ્ત્રીએ પૂછ્યું: ‘તું પગે લાગવાનું ભાડુ લેવાનો કે ?’

     બાપુએ કહ્યું: ‘હા’

   ભરી સભામાં શ્રીચરણોનો સોદો થઇ ગયો. એણે બીજી એક આની આપી ને બાપુએ એમના પગ આગળ ધર્યા.

   જ્યારે બાપુની અંજલિ રૂપિયા, પૈસા , નોટો અને ઘરેણાંથી ભરાઇ ગઇ, ત્યારે તેમણે નાના બાળકની જેમ હાથ પહોળા કરીને ખોબો ઢીલો કરી નાખ્યો. બધી વસ્તુઓ નીચે પડવા દઇને બોલ્યા : ‘ આ ખોબો તો ફરી ખલી થઇ ગયો !’એમની અંજલી ફરીથી ખાલી થઇ . ફરી ભરાઇ ને ફરી ખાલી . એ મંડપમાં કોણ જાણે કેટલી જગ્યાએ એમણે એમ રૂપિયા, પૈસા અને સોનાને માટીની અંદર રમાડ્યાં. એક સ્ત્રી એની અંગૂઠી આપતી હતી ત્યારે એને પૂછ્યું : હાથમાંથી કાઢીને આપી છે કે જમીન ઉપરથી ઊઠાવીને આપે છે ?’ એ કેવી રમત હતી! ભીડમાં બધી નોટો કચરાઇ ગઇ . પણ જે વ્યક્તિ પાઇને પાઇનો હિસાબ રખતી હતી તે આજે માટીના મૂલે ખજાનો લૂટાંવતી હતી. અને અમારા જિલ્લાની માતૃશક્તિ એના ઉપર ન્યોછાવર કરતી હતી પ્રેમ અને ભક્તિ . એ દૈવી દૃશ્યને યાદ કરતાં આત્મા તૃપ્ત થઇ જાય છે.

   પછી મે ત્રણ- ચાર છોકરીઓને તૈયાર કરી . એ ભીડમાં ઘૂસી ગઇ ને તેઓ બાપુને સ્ત્રીઓમાંથી બહાર લઇ આવે . શ્રી નરદેવ શાસ્ત્રી અને ઠાકુર મનજિતસિંહ બાપુને કેમ્પમાં લઇ ગયા. જતાં જતાં બાપુ મને કહેતા ગયા: ‘ તારે રૂબરૂમાં જ ખૂબ ચોકસાઇ રાખીને પૈસા વીણી લેજે.’ મેં જલદી મંડપ ખાલી કરાવ્યો અને મેલીઘેલી- ચૂંથાયેલી તૂટેલી-ફૂટેલી નોટો , નથ, વાળી , બુટ્ટી , ચૂડી, બે-આની , પાવલી , રૂપિયા વગેરે એકઠું કરી સંભાળી લીધું ને ત્યાંથી કેમ્પમાં પહોંચ્યો.

——————————————————————————————————————————————————————————-

                       મને તારો વિશ્વાસ નથી

રાત્રે પ્રાર્થના થઇ ગયા પછી મારા નામનો પોકાર થયો . હું દરબારમાં હાજર થયો. હું ગયો હતો એવી આશા રાખીને કે બાપુ અમારા કામથી ખુશ છે એટલે બોલાવે છે . પણ જતાંજ બાપુએ કહ્યું:

     ‘મે તો તને કહ્યું હતું કે તારી સામે પાથરણાં ખંખેરીને પૈસા એકઠા કરજે . તે વળી બીજા કોઇને બોલાવીને કામ સોંપ્યું હોય એમ લાગે છે . બધી ચીજ તો આવી નથી .’ મે એમને ખાતરી આપી કે મારી સામે જ મેં આખો મંડપ ખંખેરાવ્યો છે.

       બાપુએ ફરીથી કહ્યું: જૂઠું ન બોલો . તેં જોયું નહી કે મને તારો વિશ્વાસ નથી? પોતાની જવાબદારી બીજા ઉપર નાખી દે એવા માણસો તો કશા કામના જ નહીં . તારે જાતે જ જોવું જોઇએ. મેં તો તારા ભરોસે રૂપિયા જમીન ઉપર રહેવા દીધા હતા.’

     મેં ગભરાઇને પૂછ્યું : ‘ બાપુ , હું ત્યાં નહોતો એવું તમને કોણે કહ્યું?’

     બાપુએ એક સોનાની બુટ્ટી કઢીને મને બતાવી : ‘ આ બુટ્ટી મને કહે છે કે તું ત્યાં નહોતો. ભલા, મને કોઇ સ્ત્રી એક બુટ્ટી આપે ને એક એના કાનમાં રહેવા દે ખરી ? એની જોડનું શું? જો આંખો ખોલીને જોયું હોત, તો એ મળત . જે જનતાના પૈસા સાથે બેપરવા બને તે ભરોસાયોગ્ય માણસ નથી. મારી પાસે મારી પોતાની કોઇ પૂંજી નથી; આ નુકસાન હું ભરીશ ક્યાંથી ? જ્યાં સુધી બુટ્ટી ન મળે ત્યાં સુધી ત્યાં જઇને ઝાડુ લગાવો, જાઓ.’

       રાત થઇ ગઇ હતી . થાક્યોપાક્યો હું પાછો મંડપમાં ગયો. પૅટ્રોમેક્સ મંગાવી . ટોર્ચો લીધી અને ટાણે –કટાણે મને સાથ આપે એવા મિત્રોને સાથે લીધા. ચટાઇ –પાથરણાં ઉકેલ્યાં, છતાં કર્યા, , ઊંધાં કર્યા. નસીબને બલિહારી કે બુટ્ટીની જોડ મળી ગઇ . એની સાથે કેટલીક ચીંથરા જેવી થઇ ગયેલી નોટો, પૈસા-રૂપિયા પણ મળ્યા . એક- બે વીંટી મળી છેલ્લા, ચાંદીની વાળીઓ વગેરે મળીને આશરે 250 રૂપિયાનો સામાન વધારે મળ્યો . કયું મોં લઇને એ લઇ જાઉં? બુટ્ટીની જોડ મળી ગઇ તેય બતાવું કે ન બતાવું એની દ્વિધામાં હું પડી ગયો . પછી મન બોલ્યું કે ગાંધી આગળ ચોરી ન કરતો . બધો સામાન એક મિત્રની સાથે દરવાજેથી પહોંચાડ્યો ને સાથે કહાવ્યુંકે ફાટક ઉપર આવીને જમા કરાવી ગયો છું, પણ શરમનો માર્યો સામે આવી શકતો નથી . એ દિવસે બાપુએ મને જે ડાંટ્યો છે તે યાદ કરીને હજુ પ્રેમ ઊભરાઇ જાય છે. આજકાલના ગુલાબી ‘લીડર’ તો ‘આપ-આપ’ કહીને મને બોલાવે છે. મા-બાપ, ગુરૂ, અને મોટાભાઇની ધાક- ધમકી, ગાળો અને ધોલધાપટમાં જે આત્મીયતા ને પ્રેમ છે એમનો સોમો ભાગ પણ આજકાલના લાડકોડ ને બચકારામાં નથી મળતાં.

==================================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: