હુશેનમીયા બુખારી આયોજીત ભાગવત્‌ સપ્તાહ

મેરા ભારત મહાન

લોધિકામાં ગાદીનશીન હુશેનમીયા બુખારી આયોજીત ભાગવત્‌ સપ્તાહમાં કોમી એકતાના દર્શનઃ પોથીયાત્રા નીકળી

   લોધીકા, તા. ૨૨ :. હઝરત નાગાણીશા પીર દરગાહના  ગાદીનશીન સૈયદ હુસેનમીંયા બુખારી દ્વારા આયોજીત ભાગવત્‌ સપ્તાહનો લાંબા ગામના પ્રસિદ્ધ શાસ્‍ત્રી મહેશભાઈ લાબડીયાના વ્‍યાસાસને આજે પ્રારંભ થયો છે.

   શ્રી રામ મંદિરેથી પોથીયાત્રા નીકળી હતી. બસ સ્‍ટેન્‍ડ ચોકથી સંતો-મહંતોના સામૈયા કરવામાં આવેલ. ઢોલ-નગારાના તાલે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો પોતાના ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ કૃષ્‍ણ ભક્‍તિમય બની ગયેલ. દરેક સમાજના લોકો શોભાયાત્રામાં સામેલ હોય કોમી એકતાના દર્શન થયા હતા. પોથીયાત્રા કથા સ્‍થળે પહોંચી બાદમાં દિપ પ્રાગટય કરવામા આવેલ હતું.

   ભાગવત્‌ સપ્તાહની પૂર્ણાહુતિ તા. ૨૮એ કથા વિરામ લેશે. દરરોજ સવારે ૯.૩૦ તી ૧૨.૩૦ તથા બપોરે ૩.૦૦ થી ૬.૩૦ સુધી કથાની સરવાણી વહેશે. આ સપ્તાહ સદ્‌ભાવ, કોમી એકતા, ભાઈચારાની ભાવનાને અર્પણ કરી છે.

   ભાગવત્‌ સપ્તાહ દરમ્‍યાન તા. ૨૪ તથા તા. ૨૭ના રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. સપ્તાહ દરમ્‍યાન ગામના દરેક સમાજના સ્‍વયંસેવકો સેવા કાર્યો કરશે. દરરોજ બન્‍ને સમય ભોજન પ્રસાદ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લોધીકાના ઈતિહાસમા પ્રથમ વખત એક મુસ્‍લિમ ગાદીનશીન હુસેનમીંયા બુખારી દ્વારા સપ્તાહનું આયોજન થયુ છે. સપ્તાહમાં ગામમાં ઉમંગ-ઉત્‍સાહનું વાતાવરણ ખડુ થયેલ છે. ગામ સમસ્‍તના સહયોગથી યોજાયેલ આ કથા જ્ઞાનયજ્ઞ સાથે સત્‍સંગનું રસપાન કરવા ભાવિકજનોને પધારવા દરગાહના ગાદીનશીન હુસેનમીંયા મહંમદમીંયા બુખારીની એક યાદીમાં જણાવાયુ છે.

(12:02 pm IST)

Share This News

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “હુશેનમીયા બુખારી આયોજીત ભાગવત્‌ સપ્તાહ
  1. વસંત ભાઇ (અંજાર) કહે છે:

    ખુબજ સારુ કાર્ય થઇ રહ્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,186 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: