ગીતા અને આપણે //મનુભાઈ પંચોળી-દર્શક

gita4ko8

 

 

                            

                        ગીતા અને આપણે

[ગીતાની શીખ  અને મહાભારતનોમર્મ/મનુભાઈ પંચોળી-દર્શક]

[પ્રકાશક: શકિલમ ફાઉન્ડેશન-મલાડ પશ્ચિમ, મુંબઈ 400004]

 

            નાનાભાઈને મેં એકવાર પૂછેલું કે કૃષ્ણ થયા જ ન હોય, એ માત્ર વ્યાસ ભગવાનની કવિકલ્પના જ હોય, તો પછી ગીતા મહાભારતના યુદ્ધ વખતે કહેવાઈ એ વાતને તો કંઈ સ્થાન જ રહેતું નથી; અને તો ગીતાના આ મહિમાનો શો અર્થ?

            નાનાભાઈ કહે, ‘ભગવાને અર્જુનના રથ પર સારથિ રૂપે બેસીને આ ગીતા ગાઈ હોય કે ન હોય, હું તો મારા જીવન રથના સારથિ તરીકે શ્રીકૃષ્ણ મને ગીતા સંભળાવતા હોય તેવું ગીતામાંથી પામું છું.પછી મને એ ગીતા ક્યાં અને ક્યારે કહેવાઈ,કોણે કોને કહી તે પ્રશ્ન જ રહેતો નથી.’

            ગીતાકારના મનમાં પણ આવું જ હશે.એટલે છેલ્લા અધ્યાયમાં સમગ્ર ઉપદેશની પૂર્ણાહુતિ વખતે ભગવાને કહ્યું, ‘આ પરમ ગુહ્ય જ્ઞાન મારામાં પ્રેમ રાખીને જે મારા ભક્તોને કહેશે તે પણ સંદેહ વિના મને પામશે.’આનો અર્થ એ કે, ગીતા સૌને કહેવાય તેવી ઈચ્છા ભક્તવત્સલ ભગવાનને પણ છે.અને પછી આગળ કહે છે, ‘જે પુરુષ શ્રદ્ધાપૂર્વક દોષદૃષ્ટિ છોડીને આને સાંભળશે તે પણ પાપ મુક્ત થઈને ઉત્તમ કર્મીઓના શુભ લોકને પામશે.’ભવિષ્યના લોકો અશુભ લોકમાંગોથાં ન ખાય તેવી એમની ઈચ્છા છે.

            અહીં એ ખ્યાલ રાખીએ કે સાંભળવા માત્રથી ઉત્તમ લોકને પામશે એમ કહ્યું નથી. પણ દોષદૃષ્ટિ વિના, શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેને જ લાભ થશે એમ કહ્યું છે.હર કોઈ જ્ઞાનની પ્રાપ્તિ કે સમજ માટે આ આવશ્યક છે. આને શિક્ષણમાં અભિમુખતા એટલે સવળું મોઢું.ઊંધા વાડકા પર બારે મેઘ તૂટી પડે તો પણ વાડકો કોરો જ રહે.મહાપુરુષો પાસે કે મહાન પ્રસંગો વચ્ચે રહેવા છતાં ઘણા આમ કોરા જ રહે છે.

            દોષદૃષ્ટિ આપણને આવું જોવા દેતી નથી.શુંથયું છે તે જોતી નથી.શું નથી થયું તે જ જુએ છે.શ્રદ્ધા એથી ઊંધુ જ વલણ લે છે.જે સારું છે તે જ તે જુએ છે. કંઈ ઊણપ કે દોષ હોય તો તેને મહત્ત્વ આપતી નથી. આથી સાચી વસ્તુ તેના ચિત્તમાં પ્રવેશે છે, અને ચિત્ત તેથી નિર્મલ અને સશક્ત થાય છે.ઊણપ કે દોષ જોવા અને દોષદૃષ્ટિ રાખવી એ બે ભિન્ન વસ્તુ છે. દોષદૃષ્ટિ એક વલણ છે,રંગીન ચશ્મો છે.તે સારું જોવા દેતી નથી.આ અદ્ ભુત સંવાદમાં પણ અર્જુન ભગવાનની વાત સીધી સ્વીકારી લેતો નથી..ભગવાનની દલીલમાં કંઈ ખામી જુએ તો તે જરૂર પૂછે છે. ચોથા અધ્યાયના આરંભે ભગવાન કહે છે કે આ કર્મયોગ મેં સૂર્યને કહ્યો.સૂર્યે મનુને કહ્યો.મનુએ ઈક્ષ્વાકુને કહ્યો.કાળે કરીને એનાશ પામ્યો. તું મારો સખા અને ભક્ત છો એટલે હું એ તને ફરીથી કહુંછું.

            તરત જ અર્જુન કહે છે, ‘સૂર્ય અને મનુ તો પહેલાં થઈ ગયા. તમે તો હમણાં જન્મ્યા.આ કેમ મનાય?’

            ધ્યાન એ ખેંચવાનું છે કે દોષદૃષ્ટિ જુદી વસ્તુ છે, અને ચર્ચામાં ભુલ કે અસંગતિ દોષ જોવો તે જુદી વસ્તુ છે.ભગવાન દોષદૃષ્ટિને જ્ઞાન પ્રાપ્તિ માટેવિઘ્ન ગણે છે, બીજીને જ્ઞાન માટે દોષરૂપ ગણતા નથી.

      વસ્તુત: ગીતાએ જ્ઞાન આપવાની ઢબ સંવાદ,વાતચીત,પ્રશ્નોત્તર પદ્ધતિને સ્વીકારી છે.તે એક પક્ષી પ્રવચન નથી.અર્જુન એમાં મૂંગો શ્રોતા નથી. તે વચમાં પૂછે છે,નથી સમજાતું. તમે તો મને ગુંચવો છો, એમ કહે છે.અને ભગવાન પણ ‘તું સમજ્યો? ઝોકે તો નથી ચડી ગયો ને! એકાગ્ર તો છો ને?’એમ પૂછતા રહે છે.છેલ્લે કોઈ અદ્વિતિય કરુણાળુ મિત્રની જેમ પૂછે છે, તેં આ બરાબર સાંભળ્યું ને? તારા સંશયો નષ્ટ થયા? મેં તો તને આ બધું સારના યે સારરૂપે કહ્યું,પણ તે પછી પણ તને ગમે તે રીતે કરજે. ‘યથેચ્છસિ તથા કુરુ.’

            શિક્ષણની આ મહાન ચાવી-મેં તો બનતું સમજાવ્યું પણ તને ગળેઊતર્યું હોય તો કર.દોરવણી અને સ્વતંત્રતા-જ્ઞાન આપવાની અને  ફળદાયી કરવાની ચાવીઓ હજારો વર્ષ પર ગીતાએ આપી છે.તેને શાળા અને ઘરમાં મંદિર અને મઠોમાં અનુસરીએ તો કેટલુંબધું ફળદાયી થાય?

            જીવનમાં આપણને સૌને શું કરવું,શું ન કરવું—મન એક બાજુ ખેંચે,બુદ્ધિ બીજી બાજુ, ધર્મ એમ કહે, વાસના બીજું કહે એવી ખેંચતાણ થાય જ છે.તેમાં મુંઝારો પણ અનુભવીએ છીએ,મતિભ્રમ પણ થઈ જાય છે.કોણેઆ નથી અનુભવ્યું? આપણે બધા અર્જુન જેવા છીએ.પણ કૃષ્ણ નથી એ વાત સાચી.છતાં ગીતા તો છે ને? એવે વખતે શું કરવું, કોણ આપણો  હાથ ઝાલે,કોને ટેકે ચાલીએ, તે ગીતા દર્શાવે છે.

            ગીતા પરલોક સુધારવા માટે નથી જ લખાઈ ,આલોક સુધારવા માટે કહેવાઈ છે.તેની સામે તો અઢાર અક્ષૌહિણી સૈન્ય, હથિયાર સજી,મરું-મારુંના સંકલ્પવાળું –ઊભું છે.ત્યાં રથો, ઘોડા-હાથી છે.એ કોઈ કલ્પનાનું જગત નથી. ગીતાની ઉપદેશભુમિ કોઈ યોગીની એકાંત ગુફાનથી, કે ઋષિનો શન્ત આશ્રમ નથી, પણ તે શંખ-ભેરીથી શરીર-મનને થથરાવી ઊકળાવી નાખતા રણઘોષોવાળી છે.ગીતાને સમજવા માટે પહેલી જરૂરી બાબત આ છે કે તે આ લોકના કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કરવા માટેનો સંવાદ છે.પરલોક હોય તો સુધરશે.પણ પરલોક માટેગીતા નથી. આલોક અને આપણે માટેગીતા છે.

            આવી ગીતાને સમજવા ચિંતવવા આ ભાવે આપણે સહ્રદયી પ્રયાસ કરીશું.          

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: