મોતી /મુકુલ કલાર્થી//મિલાપની વાચનયાત્રા

મોતી /મુકુલ કલાર્થી

 

[મિલાપની વાચનયાત્રા:1954/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/પાનું: 147

પ્રકાશક: ગોપાલ મેઘાણી, લોકમિલાપ.પો.બો.23 (સરદારનગર) , ભાવનગર 364001 ફોન: (0278) 2566402 ]

 

           ન્યૂયોર્ક શહેરની એક બાઈ એક ઝવેરીની દુકાને ગઈ અને તેણે ખોટાં મોતીની એક માળા વેચાતી લીધી.

           એ વાતને ઘણો વખત વહી ગયો. એક દિવસે એ માળા તૂટી ગઈ અને બધાં મોતી વેરાઈ ગયાં. પેલી બાઈએ બધાં મોતી ભેગાં કર્યાં અને ફરીથી એ મોતીની માળા બનાવવા તે પેલા ઝવેરીને ત્યાં ગઈ.

           ઝવેરીએ મોતી ગણી જોયાં અને બાઈને કહ્યું: “આ માળામાં એક મોતી ખૂટે છે. એથી એમાં એક ઊમેરવું પડશે. પછી હું આપને માળા બાંધી આપીશ. એનું બધું ખર્ચ 300 પાઉંડ થશે.”

           પેલી બાઈ તો એ સાંભળીને ચમકી જ ગઈ. તે બોલી “ત્રણસો પાઉંડ ! આ માળા મેં આ દુકાનેથી જ ખરીદેલી છે. તે વખતે મેં આખી માળાના માત્ર ત્રણ પાઉંડ જ આપ્યા હતા. અને હવે ફક્ત એક જ મોતી ઊમેરવા માટે આટલી મોટી રકમ જેટલું ખર્ચ કરવું પડશે? આ તો નવાઈની વાત કહેવાય !”

           ઝવેરીએ કહ્યું: “બાનુ, આપની વાત તદ્દન સાચી છે. પણ આ માળાના મોતી ખોટાં નથી, સાચાં છે. આપને એ માળા ભૂલથી અપાઈ ગઈ હતી. અમારા નોકરે એ ગફલત કરી હતી. આ માળાની મૂળ કિંમત તો દશ હજાર પાઉંડ છે. પણ અમે આપને તે ભૂલથી આપી દીધી હતી, એટલે અમારી નીતિ મુજબ એ પાછી ન મગાય. આમ કરીએ તો અમારી શાખ તૂટી જાય. જે થઈ ગયું તે હવે થઈ ગયું. ”

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: