એ જગ્યા હજુ ખાલી છે!//મુકુલ કલાર્થી

                      એ જગ્યા હજુ ખાલી છે!//મુકુલ કલાર્થી

                        [મિલાપની વાચનયાત્રા:1957/પાનું: 153]

       અમેરિકામાં પહેલાં હબસીઓને ગુલામ તરીકે રાખતા અને તેમની પાસેથી સખત કામ લેતા. તેમના પર બહુ જુલમો થતા. વળી ગુલામો માલિકની અંગત મિલકત ગણાતા. એટલે જો ગુલામ નાસી જાય તો એની સજા બહુ ભારે થતી. છતાં માણસના હૃદયમાં રહેલી મુક્તિની ઝંખના એવી છે કે એને ગુલામીમાં ચેન પડે નહીં, એટલે ઘણીવાર ગુલામો નાસી જતે. કેટલીક વાર તેઓ પકડાતા અને ભારે સજા ભોગવતા.

       એક હબસી ગુલામ નોકરીમાંથી નાસી ગયો. થોડા દિવસે પોલીસે તેને પકડ્યો, અને મેજિસ્ટ્રેટ આગળ ખડો કર્યો. મેજિસ્ટ્રેટે ગુલામને પૂછ્યું, “તારે કેમ નાસી જવું પડ્યું? શું તારો શેઠ તને મારે છે?”

       ગુલામે કહ્યું, “ના જી.”

       “ત્યારે એ શું પૂરતું ખાવાનું આપતો નથી?”

       ગુલામ: ના જી. મને ખાવાનું ભરપૂર મળે છે.”

       મેજિસ્ટ્રેટ: ત્યારે કપડાં પૂરતાં મળતાં નથી?”

       ગુલામ: એ પણ જોઈએ એટલાં મળે છે.

       મેજિસ્ટ્રેટ: તારે શું બહુ સખત મહેનત કરવી પડે છે?

       ગુલામ: એમ નહીં કહી શકું.

મેજિસ્ટ્રેટ: શેઠ સામે બીજી કાંઈ ફરિયાદ છે?

ગુલામ: ના જી, અમારો આ શેઠ અને તેનાં ઘરનાં લોકો બહુ માયાળુ છે.

આ સાંભળી, મેજિસ્ટ્રેટે આશ્ચર્યથી પૂછ્યું : “તને શેઠ મારતો નથી, બહુ સખત

મહેનત કરાવતો નથી, પૂરતું ખાવાનું આપે છે, કપડાં આપે છે, માયાથી વર્તે છે–ત્યારે આટલા સુખમાંથી નાસી જવા માટે તારી પાસે શું પ્રયોજન છે?”

       ગુલામે શાંતિથી કહ્યું: “સાહેબ, એ જગ્યા હજુ ખાલી છે. આપ એ લઈ શકો છો!”

                                 *

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: