એક ઉમદા માનવી—રતન તાતા

એક ઉમદા માનવી—રતન તાતા

53_Ratan Tata photo

 

 ‘તાણા-વાણા:9 /સંપાદક:ઉમેદ નંદુ ’ માંથી

સંપર્ક માટેની વિગત:
ઉમેદ નંદુ//116/નંદનવન/કે.જી.માર્ગ/ગોખલે રોડ (સાઉથ)/ પૂનમિયા હૉસ્પિટલ સામે /મુંબઈ—400025
ફોન: 022-65295133 /મો. 09870054575
ઈ-મૈલ: thestudiou3@yahoo.com

 RATAN TATA

  એક ઉમદા માનવી—રતન તાતા

           રતન તાતા  એ મુંબઈની તાજ હોટેલ પર થયેલા આતંકવાદી હુમલા (26/11/2008) પછી  એમણે તજ હોટેલના ચૅએઅપર્સન તરીકે શું કર્યું તે વાંચીને આજની નૂતન બિઝનેસમૅન અંગે કશું વધારે કહેવાનું બાકી રહેતું નથી.

The Tata Gesture

 

 1. બધા જ વર્ગના કર્મચારીઓને કાયમી કે હંગામી (એક દિવસના છૂટક કર્મચારીઓને પણ) સ્ટાફને, હોટેલ જેટલા દિવસ બંધ રહી તેટલા દિવસ ફરજ પર (on duty) ગણ્યા અને પગાર ચાલુ રાખ્યો.
 2. જેઓને ઇજા થઇ હતી કે મૃત્યુ પામ્યા હતા તે બધાને રાહત અને આર્થિક સહાય આપી.
 3. આ રાહત અને સહાય, જેઓ રેલવેસ્ટેશન પર મર્યા હતા તેવા લોકોને પણ અને હોટેલની આજુબાજુ આવેલા પાઉંભાજીવાળાને પણ કે પાનની દુકાનવાળાઓને પણ આપવામાં આવી હતી.
 4. જેટલો વખત હોટેલ બંધ રહી તેટલો વખત પગાર મનીઑર્ડરથી મોકલવામાં આવ્યો હતો.
 5. તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સમાં એક ખાસ વિભાગ ચાલુ કરાવી માનસિક કક્ષાએ જેમને મદદની જરૂર હોય તેવી વ્યક્તિઓને માનસિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

5.

 1. લોકોના વિચારો અને માનસિક અસ્વસ્થતાની જાણકારી રાખી અને જરૂરી માનસિક રાહત આપી.
 2. કર્મચારીને મદદ આપવાનાં ખાસ કેન્દ્રો ઊભાં કરી ખોરાક, પાણી ઉપરાંત જરૂરી સુવિધાઓ ઊભી કરી. 1600 કર્મચારીઓને આવી રાહત પહોંચાડી.
 3. પ્રત્યેક કર્મચારી સાથે એક વ્યક્તિ (મેન્ટર ) જોડી દીધી, જે આ કર્મચારીની બધી જ જરૂરિયાત અંગે કાળજી લે. જેથી આ કર્મચારીએ મદદ માટે જુદી જુદી જગ્યાએ જવું ન પડે.
 4. રતન તાતાએ એંસી કુટુંબોની, કે જે કોઇને કોઇ રીતે ભોગ બન્યાં હોય, મુલાકાત લઈ જાતે સાંત્વન આપ્યું.
 5. કર્મચારી પર નિર્ભર હોય અને મુંબઈની બહાર વસતા હોય તેવા કુટુંબીજનોને બોલાવી તેમને પણ રાહત આપી. એવા કુટુંબીજનોને ત્રણ અઠવાડિયા માટે હોટેલ પ્રેસિડન્ટમાં રાખ્યા હતા.
 6. આ કુટુંબીજનોને તેમણે જાતે પૂછ્યું કે પોતે (રતન તાતા) તેમને માટે શું કરી શકે?
 7. વીસ જ દિવસના ટૂંકા સમયગાળામાં કર્મચારીઓના રાહતકાર્ય માટે એક ટ્રસ્ટ બનાવી લીધું.
 8. આટલું જ નહીં, પરંતુ બહારની વ્યક્તિઓ, જેવા કે રેલવેના કર્મચારીઓ, પોલીસના માણસો, રાહદારીઓ કે જેઓને તાતા સાથે કોઈ નિસબત નથી, તેમને પણ વળતર આપ્યું હતું.
 9. એક લારીવાળાની ચાર વર્ષની દીકરીના શરીરમાં ચાર ગોળીઓ ઘૂસી ગઈ હતી. તેમાંથી સરકારી હૉસ્પિટલમાં ફક્ત એક જ બહાર નીકળેવે શકી હતી. આ બાળકીને બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરાવી લાખોના ખર્ચે સંપૂર્ણ સારવાર કરાવી.
 10. હોટેલની આજુબાજુના લારીગલ્લાવાળાઓને નવા લારીગલ્લા આપ્યા.
 11. મૃત્યુ પામેલા કર્મચારીઓનાં 46 બાળકોનાં ભાવિ શિક્ષણની સંપૂર્ણ જવાબદારી તાતા કંપની લેશે.
 12. આ કંપનીના સૌથી આકરા દિવસોમાં રતન તાતા સહિતના બધા ઉચ્ચ અધિકારીઓ ત્રણ ત્રણ દિવસ મૃત્યુ પામેલાઓની મૃત્યુવિધિમાં સતત કાર્યરત રહ્યા.
 13. મૃતક વ્યક્તિઓને અપાતું વળતર 36 લાખથી માંડીને 85 લાખ સુધીનું હતું. તે ઉપરાંત દરેક કુટુંબને :

*તે વ્યક્તિનો છેલ્લો પગાર આજીવન મળશે.

*તેમનાં બાળકો દુનિયામાં ગમે ત્યાં આજીવન શિક્ષણ મેળવે તેની સંપૂર્ણ જવાબદારી તાતા ગ્રુપની હશે.

*આખા કુટુંબને આજીવન દાકતરી સારવાર મળશે.

*બધા જ પ્રકારની લૉન ભરપાઈ કરવામાં આવશે.

*માનસિક (સમસ્યાઓ અંગેની) સલાહ જીવન પર્યન્ત મળી રહેશે .

આમ કેમ બન્યું?

તાતા કંપનીના રતન તાતા આવું કેમ વિચારી શક્યા?

બધા કર્મચારીઓ પણ કેમ સાથ આપી જોડાઈ ગયા?

આમ બન્યું કારણકે કંપનીનો ‘ડી એન એ ’ જ એવો છે.

વર્ષોથી તાતા-સંસ્કાર આવાં મૂલ્યોના જ બનેલા છે.

જમશેદજી તાતાને એક વાર એક બ્રિટિશ હોટેલમાં

      અપમાન સહન કરવું પડ્યું હતું.

ત્યારબાદ તેમણે હોટેલનો આ ધંધો વિકસાવ્યો. તાતા કંપની

હંમેશાં માને છે કે ગ્રાહકો અને મહેમાનો અગ્રતાક્રમે આવે છે.

તાતા કંપનીનો ઉદ્દેશ એવો હતો કે આપણે હોટેલને નવેસરથી

બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચીશું, તો પછી આ હોટેલને

બનાવવા પાછળ જે લોકોનો હાથ છે તેમની પાછળ પણ ઓછા

            રૂપિયા શા માટે ખર્ચીએ?

      જોવાની ખૂબી એ છે કે આવા સુંદર, ગર્વ થાય તેવા

      સમાચારો કોઈ ન્યૂઝ ચૅનલ પર દેખાતા નથી !

તાતા કંપનીએ જે કર્યું તે કેવળ કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) નથી; તેનાથી ઘણું ઘણું વધારે છે.

(અતુલ વખારિયાએ કિરીટ શાહને મોકલેલ ઈ-મેલ પરથી સાભાર)

ગુણવંત શાહના પુસ્તક  ‘  The Boss’  માંથી.

——————————————————————————————————————————–

RATAN TATA

 

જન્મ: 28 ડિસેમ્બર, 1937

 

28 ડિસેમ્બર, 1937 ના રોજ સુરતના પારસી પરિવારમાં જન્મેલા રતન તાતા સાત વર્ષના હતા ત્યારે એમનાં માતા-પિતા છૂટાં પડ્યાં એટલે નાનકડા રતનને દાદી નવજબાઈએ ઉછેર્યા. રતન પછી તો મુંબઈની કૅમ્પિયન સ્કૂલમાં ભણતર પૂરું કરીને અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર અને સ્ટ્રકચરલ એન્જિનિયરીંગ ભણવા ગયા. 1962માં રતનને અમેરિકાની ડિગ્રી મળી ત્યારે પિતાસમાન, નિ:સંતાન જહાંગીર રતનજી દાદાભોય (જેઆરડી) તાતાએ એમને જમશેદપુરના તાતા સ્ટીલ પ્લાન્ટની અગનગોળા વરસાવતી ભઠ્ઠી પર જોતરી દીધા. બિઝનેસમાં આગ સાથે રમવાની, અવનવા સાહસ ખેડવાની એમની આદત તાતા સ્ટીલની નોકરીએ કેળવી.

1981માં જેઆરડીએ તાતા સામ્રાજ્યનું સુકાન રતનને સોંપ્યું ત્યારથી આજ સુધી મિડલ ક્લાસને પરવડે એવી ઇન્ડિકા કાર બજારમાં મૂકીને માંદી તાતા મોટર્સ કંપનીને પાટે ચડાવી, એ પછી 43 કરોડ ડૉલરમાં બ્રિટનની ટાટ ટેટ્રલી નામની ચાની કંપની ખરીદીને ઇતિહાસ સર્જ્યો. ભારતીય કૉર્પોરેટ ઇતિહાસની આ સૌથી મોટી ખરીદી હતી. એ પછી તો આવા સોદા રૂટિન થઈ ગયા. 21 અબજ ડૉલરને ખર્ચે કોરસ સ્ટીલથી લઈને જેગ્વાર સુધીના પણ દાખલા છે. પાંચેક વર્ષ પહેલાં એમણે 21 અબજ ડૉલરના ખર્ચે એન્ગલો-ડ્ચ સ્ટીલ કંપની ખરીદી ત્યારે દુનિયાના કૉર્પોરેટ માંધાતાનાં મોઢાં પેલા કારપ્રેમીની જેમ ખુલ્લા રહી ગયેલાં. 2008માં રતન તાતાએ નૅનો કારનો પથારો પશ્ચિમબંગાળમાંથી સમેટી લેવો પડ્યો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના એક જ એસએમેસથી એ નૅનોને ગુજરાતમાં લાવવા તૈયાર થઈ ગયેલા. આજે 85 જેટલી કંપની તાતા જૂથમાં સામેલ છે, જેમાંની 27 જેટલી શૅરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓ નમકથી લઈને નૅનો, સ્ટોરથી લઈને સોફ્ટવેર, પોલાદથી લઈને પેન્ટ શર્ટ, વગેરે બનાવે છે.

વળી, તાતા જૂથની કંપનીઓ ટ્રસ્ટ એમના ચોખ્ખા નફામાંથી ચાર ટકા રકમ સમાજકલ્યાણ માટે ખર્ચે છે. આ વર્ષો દરમિયાન તાતાએ વેપારસામ્રાજ્ય ઊભાં ક્રવા ઉપરાંત કાબેલ, વફાદાર, પ્રામાણિક સેનાપતિઓની બીજી હરોળ પણ તૈયાર કરી. ઉમદા વિચાર, સાહસિક સ્વભાવ, નેતૃત્વના ગુણ, સિદ્ધાન્ત-મૂલ્યને વળગી રહેવાની ટેક એ રતન તાતા અને તાતા જૂથની સફળતાનો મંત્ર છે.

26/11/2008ના હુમલા પછી રતન તાતાએ એમના સ્ટાફને આપેલા ડોઝને કારણે જ તાતા જૂથની તાજ હોટેલની એક વિંગ માત્ર પચ્ચીસમાં દિવસે જ ફરી ધમધમતી થઈ ગયેલી. એ પ્રસંગે રતન તાતાએ આતંકીઓને ઉદ્દેશીને કહેલું કે તમે અમને હંફાવી શકશો, પણ હરાવી નહીં શકો. તાજ હોટેલ 105 વર્ષથી અડીખમ ઊભી છે. અને હજી બીજાં 100 વર્ષ સાબૂત રહેશે.

—————————————–

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “એક ઉમદા માનવી—રતન તાતા
 1. SUDHIR PAREKH કહે છે:

  This is a wonderful article and the world, especially the corporate world, must know about it. Reminds me of what Gandhiji had said about big businesses and industries. He said all big businesses, indurties cannot afford to disregard the social responsibility which must come before profit considerations. That is a true industrial revolution. 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
 • 287,406 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: