મારી ઈ-બુક યાત્રા /ગોપાલ પારેખ

મારી ઈ-બુક યાત્રા

વાયા નવનીત-સમર્પણ,(મે,2006નો અંક), શ્રીમૃગેશ શાહ(રીડ ગુજરાતી.કૉમ)નોપરિચય થયો,તે પછી ગુજરાતી વેબ-જગતમાં પગરણ થયા. વિજયભાઈ શાહે (હ્યુસ્ટન-વડોદરા) http://www.gopalparekh.wordpress.com બ્લોગની રચના કરીને જયશ્રી ભક્તાએ એને મઠાર્યો. આ વાત સન 2007ના જુલાઈની, આજ સુધીમાં બ્લોગની હીટ્સ 1,46,000થી વધુ થઈ છે.
હવે મૂળ વાત પર આવું, મારા પરમ મિત્રશ્રીરજનીકાંતભાઈ વ્યાસે (વાપી) મને guttenberg.org વેબસાઈટ જોઈ જવાનું સૂચન કર્યું, જોયું તો તેમાં 17 હજારથી વધુ અંગ્રેજીભાષાના પુસ્તકો ઈ-બુક સ્વરૂપે મૂકાયેલા, વાંચીને પાછી વાત અભરાઈ પર, થોડા વખત પછી ફરી જોયું તો ઈ-બુકની સંખ્યા 33 હજાર પર પહોંચેલી. મનમાં ફણગો ફૂટ્યો કે ગુજરાતીમાં કમસે કમ 330 ઈ-બુક હોવી જોઈએ ને!
ભાઈશ્રીજિગ્નેશ અધ્યારુ(અક્ષરનાદ) સાથેના સહિયારા પ્રયાસોથી માર્ચ 2010થી ‘www.aksharnaad.com ’પર ઈ-બુકો મૂકવાનું શરૂ કર્યું. 2013ના અંત સુધીમાં 45 ઈ-બુકો મૂકાઈ. ‘www.gopalparekh.wordpress.com’ પર પણ 13 ઈ-બુકો મૂકાઈ.(વિગતો નીચે મૂકી છે.).
ઓક્ટોબર 2013થી થોડા વખત માટે પ્રવૃત્તિ થંભી ગઈ, એ બ્રેકના સમયમાં,એ થંભી ગયેલી પ્રવૃત્તિને વેગ આપવા ધમપછાડા કર્યા, અને છેવટે ‘www.webgurjari.in’ સાથે મામલો ફીટ બેઠો ને 26મી જાન્યુઆરી,2014ના શુભદિને પાંચ કાવ્ય-કોડિયાં ઈ-બુક સ્વરૂપે મૂકાયા. દેખિયે આગે આગે ગોરખ જાગે .
મારી સાહિત્યને લગતી સઘળી પ્રવૃત્તિમાં શરૂઆતથી જ પૂજ્યશ્રીમહેંદ્રભાઈ મેઘાણી(લોક-મિલાપ, ભાવનગર), મારું પ્રેરણાસ્ત્રોત રહ્યા છે,મારો જે કંઈ વિકાસ થયો હોય તો તે એમની આંગળી પકડીને,આ જણાવતાં ખૂબજ આનંદ અને સંતોષની લાગણી અનુભવું છું.
ગોપાલના જયગુર્જરી.
1.અક્ષરનાદ પર મૂકાયેલી ઈ-બુકની વિગત:

ક્રમ પુસ્તકનું નામ લેખક/સંપાદક
1 મારી અભિનવ દીક્ષા કાશીબહેન મહેતા
2 શિવસૂત્ર, પૂર્વભૂમિકા મહેન્દ્ર નાયક
3 એબ્રાહમ લિંકન મણિભાઈ દેસાઈ
4 પરમ સખા મૃત્યુ કાકા કાલેલકર
5 મારું વિલ અને વારસો પંશ્રીરામ શર્મા આચાર્ય
6 મારી જીવનયાત્રા બબલભાઈ મહેતા
7 આઝાદીકી મશાલ સં:મહેન્દ્ર મેઘાણી
8 જ્ઞાનનો ઉદય મહેન્દ્ર નાયક
9 રઢિયાળી રાતના રાસ ગરબા —
10 રસધારની વાર્તાઓભાગ:1 ઝવેરચંદ મેઘાણી
11 સર્વે નંબર શૂન્ય-કચકડે અગરીયાઓનું જીવન —
12 ગંગાસતીના 52 ભજનો —
13 રસધારની વાર્તાઓ ભાગ: 2 ઝવેરચંદ મેઘાણી
14 ભારેમૂવાવના ભેરુ સ્વામી આનંદ
15 સંતવાણી-વિચારગોષ્ઠિ-2010 —
16 વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો —
17 સુદામાચરિત્ર પ્રેમાનંદ
18 વિવાહ સંસ્કાર —
19 151 હીરા—મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર
20 2010ના વાચવા લાયક પુસ્તકો —
21 માણસાઈના દીવા(સંક્ષેપ) ઝવેરચંદ મેઘાણી
22 શબરીના બોર ડૉ.પ્રફુલ્લ શાહ
23 બીજમારગી પાટૌપાસના ડૉ. નિરંજન રાજ્યગુરૂ
24 પાંદડે પાંદડે જ્યોતિ મહેશ દવે
25 હૈયાનો હોંકારો આચાર્યશ્રીપ્રદ્યુમ્નસૂરિ મહારાજ
26 અલ્લાહ જાણે! ઈશ્વર જાણે !(ગઝલ સંગ્રહ) કાયમ હઝારી
27 બિન્દુ(ચિંતનકણિકાઓ) મોરલીધર દોશી
28 બાળવાર્તાઓ ગિજુભાઈ બધેકા
29 ભજનયોગ-ભાગ:1 સં:સુરેશ દલાલ
30 ભજનયોગ-ભાગ:2 સં:સુરેશ દલાલ
31 જન્મદિવસની ઉજવણી નીલમબેન દોશી
32 ભગવદ ગીતા એટલે …. સુરેશ દલાલ
33 ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? જીજ્ઞેશ અધ્યારૂ
34 બાળગીતા મહેન્દ્ર નાયક
35 આપણા ગરબા સંકલિત
36 સૌને માટે રાજકારણનું જ્ઞાન મહેન્દ્ર મેઘાણી
37 ચાલ જિંદગી જીવી લઈએ ડૉ.અજય કોઠારી
38 આયુર્વેદ ચિકિત્સાના 50 કેસ વૈદ્ય શ્રી શોભન વસાણી
39 મારા ગાંધીબાપુ ઉમાશંકર જોશી
40 કાવ્ય-કોડિયાં-વિપીન પરીખ —
41 મઝહબ હમેં સિખાતા ડૉ.મહેબૂબ દેસાઈ
42 કાવ્ય-કોડિયાં-વેણીભાઈ પુરોહિત —
43 વિશ્વશાંતિની ગુરુકિલ્લી મનુભાઈ પંચોળી

http://www.gopalparekh.wordpress.com પર મૂકાયેલી ઈ-બુક
1 હાસ્યમાળાના મોતી (ખીસાપોથી) લોકમિલાપ
2 શ્રીમદ્ ભાગવત (સંક્ષિપ્ત) હસુમતીબહેન મહેતા
3 ભજ ગોવિંદમ્ ભાઈશંકર પુરોહિત
4 લોકગીતા સ્વામી આનંદ
5 વિચારમાળાનાં મોતી -ખીસાપોથી લોકમિલાપ
6 કુંવરબાઈનું મામેરું(ખીસાપોથી) લોકમિલાપ
7 મોતીની ઢગલી(ખીસાપોથી) લોકમિલાપ
8 પુષ્ટિમર્યાદાભેદ —
9 ડોંગરીજીનું ભાગવત સ્કંધ: 1 થી 9 —
10 ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ. કશ્યપ દલાલ
11 ઓતરાતી દિવાલો કાકા કાલેલકર
12 શ્રીમૂળશંકરભાઈ
13 ભાઈ, દીકરો ને પાડોશી(ખીસાપોથી)
14 જ્ઞાનગુદડી(કબીર) ડૉ.નિરંજન રાજ્યગુરૂ

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,140 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: