વજ્રથી કઠોર, પુષ્પથી કોમળ //સોનલ પરીખ

 Young Gandhi with Wife Kasturba

 

                                                વજ્રથી કઠોર, પુષ્પથી કોમળ //સોનલ પરીખ

[ ‘લાઈફલાઈન’વિભાગ/તેજસ્વિની પૂર્તિ/જન્મભૂમિ બુધવાર તા.29/01/2014]

                  જિંદગીને ટકાવી રાખનારી બાબત કઈ છે? પ્રેમ? સિદ્ધાંત? સમજદારી? કદાચ આ અને બીજી ઘણી બાબતોનું સંયોજન યોગ્ય પ્રમાણમાં થાય ત્યારે જિંદગીને યોગ્ય આકાર મળતો હશે.

                આવતી કાલે  મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે, તેમનું અને કસ્તુરબાનું દાંપત્ય મારા માટે અખૂટ અરસનો વિષય રહ્યું છે.સિદ્ધાંતવાદી, વિશ્વનો ઇતિહાસ બદલી નાખે તેવી વિરાટ બાબતોમાં સક્રિય અને સતત પ્રયોગશીલ ને પરિવર્તનશીલ ગાંધીજી સાથે 60થી વધુ વર્ષનું દાંપત્ય ભોગવ્યું હતું કસ્તુરબાએ13 વર્ષના કિશોરમાંથેવે ઇંગ્લૅન્ડ રિટર્ન બૅરિસ્ટર, સત્યાગ્રહી, સ્વાતંત્ર્યની અહિંસક લડતના સૂત્રધાર, મહાત્મા અને રાષ્ટ્રપિતા બનતાં પતિને વિકાસના દરેક તબક્કામાં તેમણે જોયા હતા.એક હિન્દુ સ્ત્રી તરીકે પતિને અનુસરવાનુંતે જમાનામાં એટલું મુશ્કેલ નહોતું. કસ્તુરબાનો પતિ ભવ્ય વ્યક્તિત્વ ધરાવતો હતો. સતત વિકસતો, સાથેના બધાને વિકસવા પ્રેરતો. પોતાનામાં અવનવા ફેરફાર લાવતો અને સાથેનાને પણ બદલતો જતો. તેની ગતિને અનુસરવું ભારે મુશ્કેલ હતું, પણ કસ્તુરબાએ તો તેને અનુસરવા સાથે સમજપૂર્વકનો સાથ પણ આપ્યો. ગાંધીજીની છાયામાં કસ્તુરબા દબાઈ ગયાં હતાં તેમ માનીને તેમની દયા ખાનારો એક મોટો વર્ગ છે. મને પણ ક્યારેક એવું લાગે છે, પણ મને સતત એવું પણ લાગે છે કે તેમનાં દાંપત્યને આપણા નાના માપથી, ટૂંકી સમજથી માપીને અભિપ્રાય બાંધવા તે બરાબર નથી.  

 

            ગાંધીજીએ કસ્તુરબા પર બ્રહ્મચયઁ  ઠોકી બેસાડ્યું તેમ પણ ધણા માને છે. 1900 સુધીમાં કસ્તુરબાએ ચાર પુત્રોને જન્મ આપેલો. છેલ્લી બે પ્રસુતિમાં તેમને ખુબ તકલીફ થયેલી તે ગાંધીજીએ જોઇ હતી. પત્નીને હવે આ યાતનામાથી મુક્તિ  મળવી જ જોઇએ તે બ્રહ્મચર્ય પાછળનો એક વિચાર.  જાહેર કામોમા પડનારે તમામ આસકિત અને વળગણ છોડવા જોઇએ તેવુ તો તેઓ માનતા જ. મનમાં વિચાર આવ્યો એટલે તેમણે બાની સલાહ લીધી.. બાએ સંમતિ આપી અને ગાંધીજીએ વ્રત લીધુ હતુ . કદાચ તેઓ પોતાના મનને ચકાસી રહ્યા હતા . શરીરનો સંયમ વિચારના સંયમ વિના અધુરો છે તેવું તેમને લાગ્યુ હશે ? તેથી તેમણે પોતાને એટલો સમય આપ્યો હશે ? મૌલિક અને સ્વતંત્ર વિચારશક્તિ વિના આમ થાય નહી.        

ગાંધીજી દક્ષીણ આફ્રીકા હતા ત્યારની વાત છે . એકવાર ગાંધીજી જેલમાં હતા, ફિનિકસ આશ્ર્મમા કસ્તુરબા ખુબ બીમાર પડયાં . ગાંધીજીના સાથી આલ્બટઁ વેસ્ટનો પત્ર આવ્યો . ક્સ્તુરબાને હોસ્પિટલમા દાખલ કરવાં જોઇએ.  તેને માટે તેમણે ગાંધીજીની પરવાનગી માગી હતી એટલું જ નહી, તેમને દંડ ભરી જેલ છોડી ફિનિકસ આવી જવા તાકીદ કરી હતી . તે વખતનો ગાંધીજીનો ક્સ્તુરબા પરનો  પત્ર વાંચવા જેવો છે . તેમાં ગાંધીજીના ચિત્તની કોમળ અને કઠોર બન્ને બાજુઓ એકસાથે  વ્યક્ત  થઇ છે. પત્ની પરનો પ્રેમ, તેની ચિંતા અને મુશ્કેલ નિર્ણયો  લેતી વખતે  પોતાની પ્રિય વ્યકિતઓને સહન કરવુ પડશે તે વિચારથી  થતી પીડા આ બધું તેમાં દેખાય છે .

                  મારી પ્રિય ક્સ્તુર,

શ્રીમાન વેસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા. તારી મને ખુબ ચિંતા છે, છતા હું  તારી સારવાર કરવા આવી શકું તેવી સ્થિતિમાં નથી . સત્યાગ્રહની લડત માટે જીવનનુ બધુ દાવ પર લગાડી દેવાના મારા નિર્ણયને તુ સમજશે તેવી મારી આશા છે . જો હું દંડ ભરીને તારી પાસે આવુ તો  મે કાયદો  તોડવાનું સ્વીકારી લીધું છે . તેવો અર્થઁ નીકળે . તેવુ ન કરી શકાય તે તું જાણે છે. તેનાથી લડતની વિશુદ્ધિ જોખમાય.

                  પણ તું હિંમત રાખે અને બરાબર ખાઇ તો તને સારુ લાગશે . આમ છતાં તને કંઈક થઈ પણ જાય તો હું ધારું છું કે તું  મારા કરતાં  વહેલી જ જાય તો વધુ સારું છે . તને ખબર છે કે તુ મને કેટલી પ્રિય છે . અને તે પ્રેમ તુ જીવતી નહીં  હોય તો પણ  તેવો જ રહેવાનો છે . મારા માટે તુ હંમેશાં જીવતી જ રહેવાની છે . તારો  આત્મા અવિનાશી છે .                                                                                          

                  તેમ છતા મારાતરફથી  આજે એટલી ખાત્રી આપું છું કે હું કદી બીજા લગ્ન નહીં કરું મેં તને પહેલાં પણ આ કહ્યું છે મૃત્યુ આવે તોપણ ઇશ્વરમાં  શ્રદ્ધા રાખી તારા આત્માને  મુક્તિના માર્ગે જવા દેજે. સત્યાગ્રહ માટે તેના જેવું ભવ્ય બલિદાન બીજું કયું હોઇ શકે?

                        મારો સંઘર્ષ ફક્ત સત્તાધારીઓ સાથે નથી. મારો સંઘર્ષ જાત સાથેનો, પ્રકૃતિ સાથેનો પણ છે. આશા રાખું છું કે તું આ બધું સમજશે અને ગુસ્સો નહીં કરે, આથી વધુ શું કહું?                                                                                                                                                                                                     –તારો મોહનદાસ

                  પત્રની નીચે કલમ કરી પુત્ર મણીલાલને પુત્ર હરીલાલની પત્ની ગુલાબ પર નીચેનો સંદેશ લખ્યો છે: ‘ તમે બન્ને આ પત્ર વાંચજો અને બા ને વાંચી સભંળાવજો . મને ખુબ ચિંતા થાય છે પણ હુ કશું  કરી શકું તેમ નથી . તમે મને બા ની તબિયત ના સમાચાર આપતા રહેજો . રામદાસ દેવદાસનું ધ્યાન રાખજો . બા ના આરોગ્ય માટે હું પ્રાર્થના કરીશ .

                  બીમાર પત્ની ને સૌથી વધારે જરૂર શાની હોય છે ? તેને સૌથી વધારે જરૂર હોય છે પતિ ના સાથની . એ ખાતરીની કે પતિને તેની ચિંતા છે . બીમારી છતાં પતિ તેને ખુબ ચાહે  છે, હંમેશા ચાહતો રહેશે. અને કંઈ પણ થાય તે પોતાના  સિવાય બીજી સ્ત્રી વિશે કદી નહીં વિચારે . પતિને આ માનસિકતાની ખબર હોય અને પત્નીને સારુ લાગે તે માતે તે આવુ કહે તો તેમા કંઈ ખોટું નથી તેનુ પણ એક આશ્વાસન હોય છે પણ અંતે તો તે એક થોડો કૃત્રિમ સભાન પ્રયત્ન હોય છે . આવા પ્રયત્નની લાંબી અસર થાય નહીં, પણ પોતાના પણ હ્રદયની જરૂરથી જો પતિ આમ કહે તો એ શબ્દોમાં સંજીવનીની શકિત હોય છે .

                  બા પણ બચી ગયાં હતાં . દાયકાઓ સુધી ગાંધીજીને સાથ આપતાં રહ્યાં હતાં. અંતિમ વેળાએ બન્ને જેલમાં હતાં. બા બાપુના ખોળામાં જ મૃત્યુ પામ્યાં ને બાપુએ જસતે કાંતેલા સૂતરની લાલ કિનારવાળી સાડી ઓઢીને અગ્નિને સમર્પિત થયાં.   

 

 

 

 

 

 

 

                                        

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,192 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: