ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય

 Adi Shankaracharya Quotes

ભજગોવિન્દમ્ \\ શંકરાચાર્ય

                             આસ્વાદ અને અર્થઘટન: સુરેશ દલાલ

શ્લોક: 4

                       હુંકાર વિનાનો હકાર

 

 

          નલિનીદલગતજલમતિતરલં

                  તદ્ધજ્જીવિતમતિઅશયચપલમ્  |

          વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં

                  લોકં શોકહતં ચ સમસ્તમ્                 ॥  4  ॥

       કમળના પાંદડા પર વિલસતું જળનું ક  બૂંદ.  એ  અતિચંચળ  છે.

       જાવનનું પણ એવું જ. એ પણ  જળબિંદુની જેમ ચંચળ. સ્થિરતાનું

       ક્યાંક નામોનિશાન નહીં.  આપણે ઘેરાયેલા છીએ  શરીરના રોગથી

       અને મનના અભિમાનથી. આપણે એટલે આપણો આ સકળ  સંસાર.

       આ સંસારમાં શોક  અને  દુ:ખની જ આણ પ્રવર્તે છે.  તો આટલું તો

       સમજી  લેકે  ગોવિંદને  ભજવા  સિવાય  કાંઈ  આરોઓવારો   નથી.

 

                કમળ કાદવમાંથી પેદા થાય છે. એ જળમાં છે છતાં એ જળથી અલિપ્ત છે, એટલે જ તો સ્થિતપ્રજ્ઞ જેવા માણસને માટે આપણે એમ કહીએ છીએ કે એ જલકમલવત્ છે. કમળનાં પાંદડા પરનું બિંદુ. આ બિંદુની ગુંજાશ કેટલી? એ એટલું નહિવત્ છે અને કાળની સીમામાં બંધાયેલો સંસાર બિંદુના પ્રમાણમાં બૃહદ છે. આ સંસાર પણ બ્રહ્માંડના સંદર્ભમાં નહિવત્ છે. સમય સાથે ગમે એટલું સગપણ બાંધો પણ કાળ કદીયે કોઈનો થયો નથી. આપણને જે કંઈ આયુષ્ય મળ્યું છે એ કંચન અને કામિનીના લોભ અને પ્રલોભનમાં વીતી જાય છે. આપણે બંધાયેલા છીએ આપણી જ મોહમાયાની જાળથી. દરિયો ગમે એટલો વિશાળ હોય, મોજાં ભલે આભ-ઊછળતાં હોય, પન આપણા જીવનમાં અને પાણીના પરપોટામાં કોઈ ફેર નથી. જળબિંદુને નિમિત્તે શંકરાચાર્ય જીવનમાં જે અનિશ્ર્ચિતતા રહી છે એનો સંકેત આપે છે. એક ક્ષણ વિચાર કરો કે સો વર્ષનું આયુષ્ય જળબિંદુ જેવું જ ગણાય. એનો આશ થતાં વાર નથી લાગતી. ઝાડ પરના ફળની જેમ માણસ ક્યારે ભોંય ભેગો થશે એ કહેવાય નહીં. જો આયુષ્યની આવી અનિશ્ર્ચિતતા અને ક્ષ્દણભંગુરતા હોય તો માણસને જે કંઈ જીવન પ્રાપ્ત થયું છે જીવનને સાર્થક કરવાનો અભિગમ કેળવવો જોઈએ. જીવન પોતે જ ક્યાં જીવન હોય છે? જીવનનું નામ હોય છે. જીવવા માટે માણસ મરણતોલ થઈને હવાતિયાં મારતો હોય છે. એક જ જીવને કેટલી બધી આધિ, વ્યાધિ, ઉપાધિઓ હોય છે. સમાધિની તો ક્ષણ પણ મળતી નથી. શરીર એ આપણા જીવનનું બાહ્ય નામ. આ નામ સાથે કેટલાં બધાં વળગણો. શરીર છે તો એની સાથે અનેક રોગ છે. જે શારીરિક રોગ હોય છે એની અનેક ગણી પીડા હોય છે. શરીરની અંદર મન છે. શરીર અને મનનો પરસ્પર સંબંધ છે. શરીર અને મન એકમેક પર અસર કર્યા જ કરે છે. મન પણ માંદું પડે છે. એની અસર શરીર પર પડે છે. શરીર અને મન જીવનને દૂષિત કરે છે. શરીરની પીડા અને મનની યાતના બંને જાણે કે એકમેકની સ્પર્ધામાં ઊતર્યાં છે. આખું જીવન આમ પીડા અને યાતનાથી ઘેરાઈ ગયું છે. મનની સાથે અહંકાર સંકળાયેલો છે. જેટલો અહમ્ વધારે એટલું જીવન વિષમ. આપણે અહમ્-થી જીવીએ છીએ. સ્પર્ધાથી જીવીએ છીએ. સરખામણીથી જીવીએ છીએ. જીવીએ છીએ, એ તો કહેવાની વાત. હકીકતમાં આપણે મરીમરીને જીવીએ છીએ. ક્યારેક કોઈકને મારીને જીવીએ છીએ; મનને મારી શકતા નથી. મારવા જેવું હોય તો આ મન જ છે. આ મન જ આપણો સ્વભાવશત્રુ છે. અહમ્-માંથી જ રાગ, દ્ધેષ, કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ પ્રગટે છે. અહમ્ એ મનનો કોઢ છે. એક બાજુ અસ્થિર જીવન અને બીજી બાજુ શોકમય સંસાર. માણસે આવી – કરવતથી વહેરાતો હોય એવી – પરિસ્થિતિથી ઊગરવું જોઈએ. માણસની સ્થિતિ ઝાડ પર બેઠેલા પંખી જેવી છે. પંખી ઉપર નજર કરે તો એને બાજ દેખાય છે. નીચે નજર છે તો એને શિકારી દેખાય છે. આ ક્ષણભંગુરતા અને પારાવાર વેદનાની વચ્ચે, એને માટે જો કોઈ તરાપો હોય તો ગોવિંદનું ભજન. આંખ સામે ઈશ્ર્વરને રાખીને જે કમળની જેમ અલિપ્ત રહીને જીવે છે એને કશાયનો ભય હોતો નથી. શોકમાંથી એ અ-શોક તરફ, અંધકારમાંથી એ પ્રકાશ તરફ, અસત્-માંથી સત્ તરફ અને મૃત્યુમાંથી એ અ-મૃત તરફ યાત્રા કરી શકે. સંસારસાગરના તુચ્છ બિંદુ થવા કરતાં ભક્તિની સરવાણી થવામાં કોઈ જુદો જ આનંદ અને કેફ છે.

                        કોઈ એમ ન માને કે શંકરાચાર્ય નકારની વાતો કરે છે. એમની સ્વીકારની વાત સૂક્ષ્મ છે. એ પ્રબુદ્ધ મન અને પ્રબુદ્ધ જીવનની વાત કરે છે.  એ હુંકારને છેકે છે અને હકારને સ્વીકારે છે. એમની વાત નકાર જેવી લાગે છે પણ એમાં નકાર નથી. એ આંધળી સ્વીકૃતિમાં માનતા નથી, પણ દ્રષ્ટિથી પવિત્ર થયેલી સ્વીકૃતિમાં માને છે. માણસ પોતાના અહમ્-માં અને બાહ્ય રૂપમાં અટવાયેલો છે. એને આકાર અને આકૃતિ ગમે છે, પણ આકાર અને આકૃતિ પાછળ નિરાકાર ઈશ્ર્વરનું સાકાર સ્વરૂપ, જે ગોવિંદ છે, એ એનું કેન્દ્ર બની રહે એ વાતને ઘૂંટે છે. માણસે ખાલી થઈને ભરેલા રહેવાનું છે, પણ સભર થવાનું છે તે પ્રેમથી, કરુણાથી. આપણી કોટડી ખાલીખમ હોય તો જ એમાં સૂર્યનાં કિરણો અને ચાંદનીના પ્રકાશને માટે અવકાશ છે. જો આપણી કોટડી વિષયો અને વસ્તુઓથી ભરેલી હોય તો એ વ્યર્થનો મેળ વિનાનો મેળો છે. આના સંદર્ભમાં નિનુ મજુદારનું આ ગીતા જોવા જેવું છે :

મારી કોટડીમાં સામાન ઘણો

 

                            એક ખૂણે પારો પ્રેમ ભર્યો છે

                                              એક ખૂણે અભિલાષા

                            એક ખૂણે ધિક્કાર ભર્યો છે

                                              એકમાં ઘોર નિરાશા.

                             બાળપણાની શેરી લઈ પેલી

                                              ભરી છે આખી ને આખી.

                              યૌવનના કંઈ બાગ બગીચા

                                                   પ્રીતડીઓ વણચાખી

                              ભર્યો છે હાસ્ય ને રુદન સાથે ઝોળો સુખદુ:ખ તણો

                                        મારી કોટડીમાં સામાન ઘણો.

                              પાર વિનાની ભૂલ પડી છે,

                                                  કોઈના કંઈ ઉપકારો.

                               ઓસરતા ભૂતકાળની મૂર્તિ

                                                   ભાવિના કૈંક ચિતારો.

                               સર્જનનો ઇતિહાસ ભર્યો છે

                                                 ભૂગોળ, ખગોળ ભેળો.

                               લેશ જગ્યા નહિ મુજ માટે

                                            ઊભરાયો છે વ્યર્થનો મેળો.

                                બંધ આ મારાં દ્ધારની પાછળ વદેહ્યો કોટિ કોટિ ગણો

                                          મારી કોટડીમાં સામાન ઘણો.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,220 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: