હેતના ધબકારા/ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’// [સત્ય ઘટના/અખંડ આનંદ, ડિસેમ્બર, 2013

                     હેતના ધબકારા/ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’Visitingcard553

       [સત્ય ઘટના/અખંડ આનંદ, ડિસેમ્બર, 2013 /પાનું: 43]

[લાગણીની ભીનાશ હૈયું હલાવી નાખે તેવી હોય તે આ પ્રસંગથી સમજાયું—ગોપાલ]

 

                અમને જનોઈ આપવાની હતી. ઘરને ગાર-ગોરમટી ખડી થતાં હતાં. બારણાં ઉપર તોરણ અને દીવાલ ઉપર ચાકળાં ટીંગાડાતા હતા. આખા ગામનો આ ઉત્સવનો ઉત્સાહ-ઉમળકો હતો.

                અમારે કે અજ મામા છે. જનોઈ તો પાંચ ભાઈઓને આપવાની હતી. મોટાભાઈને તો મામા તેડવાના હતા. ચારે ભાઈઓને ‘બડવા’તરીકે તેડવાની વાત હતી. લોકોનો ઉત્સાહ-ઉમંગ, લગન જોઈને અમારા બાપુજીએ ગામના વડીલોને પૂછવાનો નિર્ણય કર્યો.

                બીજે દિવસે, સવારમાં બધા ઓસરીમાં બેઠા હતા. સૌનાં હૈયાં હેતથી છલકાતાં હતાં. મારા બાપુજીએ સૌ સામે જોઈને કહ્યું, ‘જુઓ, આ જનોઈનો પ્રસંગ છે. મારું વતન, સગાં-વહાલાં દૂ…ર છે, તમે બધાં મારાં સગાં છો. આ આખું ગામ મારું કુટુંબ છે. તમે આ પ્રસંગ પોતાનો માની હરખથી ઊજવો છો. તમારે મારાં છોકરાંના ‘મામા’ થવાનું છે અને ‘બડવા’તેડવાના છે…’

                ‘અરે… મોહનભાઈ… એવાં અમારાં ભાગ્ય ક્યાંથી? બ્રાહ્મણના દીકરાના જનોઈના બડવા તેડવાનો મોકો અમને ક્યારે મળે? વિજિયાબહેન અમારાં સગાં બહેન સમાન અને દીકરાં અમારાં ભાણેજડાં ! તમે અમને પાવન કર્યા. ‘હું બટુકનો મામો થઈશ…’ ખોડાભાઈ ભરવાડે કહ્યું, ‘હું નવીનનો મામો… બસ !’સીદીભાઈ સંધિએ કહ્યું. ‘અરે… હું નાનકાનો મામો !’હાજી(હાસમ) ભાઈ બોલ્યા.  ‘વિજિયાબહેન..મારી બહેન સકીનાબહેન સમાન છે. અમારા ઉપર આમેય બહેનને વધુ લાગણી છે…’સૌનાં હૈયાંમાં હેતની હેલી ચઢી હતી. સૌની આંખોમાં પ્રેમ-ભાવ હતો.

                જનોઈનો પ્રસંગ ધામધૂમથી ઊજવાયો. દરેક મામાએ, દરેક બડવા(ભાણેજ)ને ખભેથી ઊતરવાની ભેટ આપી. હાસમ મામાએ નાનકાને(મને) ઘડિયાળ આપી. એમના હરખની હદ હતી નહીં.                   શહેરમાંથી આવેલાં અમારાં સગાં-વહાલાં આ દૃશ્ય જોઈ, લોકલાગણી જોઈ, ગામ લોકોની ભાવ-દશા ઉમળકો જોઈ દિગ્ મૂઢ થઈ ગયાં !

                વરસો વીતી ગયાં. અમે ભણવા માટે અને પછી નોકરી અર્થે શહેરમાં ગયા.(આવ્યા) ગામડે જઈએ ત્યારે સૌ અમને ભાણેજની જેમ જ સાચવે.

                હાસમ મામાના મામદે આ વખતે, વૅકેશનમાં ગામડે (મેવાસા) ગયો ત્યારે મને વાત કરી… ‘મારા બાપુએ તમને ઘડિયાળ આપવા પાંચ મણ બાજરો, રાજકોટની બજારમાં વેચી દીધો હતો. તમારા માટે ઘડિયાળ લાવવાનો તેમને હરખ હતો.’

                હું ક્ષણભર ઉદાસ થઈ ગયો. મને હાજી મામા પ્રત્યે અનહદ આદર થયો. મારી આંખો છલકાઈ ગઈ ! હા, આજેય મારી કાંડા ઘડિયાળમાં હાજી મામાના હેતની ટક્… ટક્… સંભળાય છે!

                        ****************************

બહુચરાશિષ, 8, રઘુવીરનગર, ધ્રાંગધ્રા—363310/ફોન નંબર: (02754) 260253

   

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: