કાવ્યકુંજ –આપણી કવિતાસમૃદ્ધિ અને નવાં કાવ્યો/અખંડ આનંદ ડિસેમ્બર,2013

Akhand aananddec13

[નોંધ: અખંડ આનંદનો નવો અંક આજે (12/12/2013)જ હાથમાં આવ્યો ને શરૂના પાનામાંજ નીચેની રચના નજરે ચડી, મને ગમી એટલે ગમતાંનો ગુલાલ કરૂં છું—ગોપાલ]

કાવ્યકુંજ –આપણી કવિતાસમૃદ્ધિ અને નવાં કાવ્યો વિભાગ/સંપાદક: હરિકૃષ્ણ પાઠક

[અખંડ આનંદ ડિસેમ્બર, 2013 ,પાનું: 11]

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી

મહાનલ, એક જ દે ચિનગારી

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

        ખરચી જિંદગી સારી,

જામગરીમાં તણખો ન પડ્યો,

        ન ફળી મહેનત મારી,

મહાનલ, એક જ દે ચિનગારી

ચાંદો સળગ્યો,સૂરજ સળગ્યો,

       સળગી આભ—અટારી;

ના સળગી એક સગડી મારી,

        વાત વિપતની ભારી,

 મહાનલ, એક જ દે ચિનગારી.

 

 ઠંડીમાં મુજ કાયા થથરે,

        ખૂટી ધીરજ મારી;

વિશ્વાનલ, હું અધિક ન માંગુ-

        માગું એક ચિનગારી.

 મહાનલ, એક જ દે ચિનગારી.

                હરિહર ભટ્ટ

 

————————————————–

યાચે શું ચિનગારી?

યાચે શું ચિનગારી?…

મહાનર, યાચે શું ચિનગારી?…

ચકમક લોઢું મેલ્ય પડ્યું ને

          બાકસ લે કર ધારી;

કેરોસીનમાં છાણું બોળી,

      ચેતવ સગડી તારી,

 મહાનર, યાચે શું ચિનગારી?…

ના સળગ્યું એક સગડું તેમાં,

          આફત શી છે ભારી?

 કાગળના ડૂચા સળગાવી,

          લૈ ને શીત નિવારી,

 મહાનર, યાચે શું ચિનગારી?…

ઠંડીમાં જો કાયા થથરે,

          બંડી લે ઝટ ધારી,

બે-ત્રણ પ્યાલા ચા પી લે કે

          ઝટ આવે હુશિયારી,

 મહાનર, યાચે શું ચિનગારી?…

       –નટવરલાલ પ્ર.બૂચ

———————————————–

નોંધ:

કાવ્યસર્જનની સાથે ક્યારેક પ્રતિકાવ્યનું સર્જન પણ થતું રહે છે. પ્રતિકાવ્યના સર્જકને હાસ્યની સહજ વૃત્તિ અને અભિવ્યક્તિની સાથે કવિતાશક્તિ પણ સાંપડ્યાં હોય તે એક અનિવાર્યતા ગણાય. અહીં હાસ્ય અને કવિતા બંને હાંસલ કરી બતાવવાનાં હોય છે. શ્રીહરિહર ભટ્ટનું આ પ્રસિદ્ધ અને પ્રશિષ્ટ કાવ્ય છે તો પ્રતિકાવ્ય રચનાર શ્રીનટવરલાલ પ્ર.બૂચ એક નીવડેલા હાસ્યસર્જક હોવા સાથે કાવ્યસર્જનની સજ્જતા પણ ધરાવે છે. મૂળ કાવ્યથી- તેની રચના રીતિથી ચાતર્યા વિના ખરેખર તો એક અનુસર્જન સિદ્ધ કરવાનું હોય છે. એક ગંભીર ભાવ-ભાવ-સંવેદન કે વિચારની સામે એક હળવાશ એવી રીતે લાવવાની હોય છે કે તેમાં મૂળ કાવ્યની કે કવિની વલે ન થાય અને શિષ્ટતાનું ધોરણ પણ સચવાઈ રહે.

–સંપાદક

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: