મહી-સાગર/ઈશ્વર પેટલીકર//[મિલાપની વાચનયાત્રા:1950]

logo-download

[મિલાપની વાચનયાત્રા:1950/પાના: 32થી34]

 

               મહી-સાગર/ઈશ્વર પેટલીકર

                   [ ‘માણસાઈના દીવા’ પુસ્તક લખતાં પહેલાં ઝવેરચંદ મેઘાણી તવિશંકર મહારાજ સાથે મહીસાગરને કાંઠે પ્રવાસે ગયા હતા. તે વખતે   શ્રીમેઘાણી મહીસાગરને મળેલા અને તેમની વચ્ચે વાતચીત થયેલી, એવી કલ્પના કરીને યોજાયેલું રૂપક.]

                મહી: કૂણ એ? મહારાજ! આવો બાપલા, આવો ચ્યમ કંઈ માને બહુ દા’ડાથી ભૂલી ગ્યા’તા?….આ નવતરભઈ કૂણ છે?

                મહારાજ: આ ભઈ કાઠિયાવાડના છે.

                મહી: એ તો એમના દરવેશ ઉપરથી દેખાય છે કે કાઠિયાવાડના છે.

                મહારાજ: બહુ મોટા લેખક અને કવિ છે. ઝવેરચંદ મેઘાણી એમનું નામ .અમદાવાદમાં મારી ભેગા થઈ ગયા. મેં તમારી અને તમારા દીકરાઓની વાતો કહી. એમને બહુ ગમી. મને કહે, મારે એ મા અને એનાં દીકરાઓ જાતે જોવાં પડશે. મેં કહ્યું; આવજો ને, મા અને દીકરા નાહક નામોશી પામ્યાં છે તે તમારા પરતાપે વગોવાતાં મટશે, એ લાભ અમને જેવોતેવો નથી. મેં પાંચદિવસ સાથે ફરી એમને કાંઠાનાં બધાં ગામ બતાવ્યાં, લોકો બતાવ્યાં.એમની સાથે પેટ ભરીને વાતો કરી. કહે કે, આવા પાણીદાર દીકરાઓની માને જોયા વગર પાછો જાઉં તો મારી જાત્રા અધૂરી જ રહે. મેં કહ્યું: પણ તમને માની ભેગા કર્યા વગર હું જવા જ નહીં દઉં ને !

                મહી: આવ્યા તો ભલે આવ્યા. પણ મારા જેવી ગુનેગાર દીકરાઓની માનું દરશન કરવાથી શું કલ્યાણ થશે?

                મેઘાણી: તારે ખોળે પાઘડી ઉતારું છું, માડી ! અમે ભણેલાંએ, પારકાના પરસેવાએ તાગડધિન્ના કરનારાંએ, તારા દીકરાઓને બહુ વગોવ્યા છે. પણ દાદા એકલા જ તારા દીકરાઓને સાચા ઓળખે છે.

                મહી: બીજો કૂણ ઓળખવા ઢુકડો આવ્યો છે? એક શાહુકાર આવે છે લૂંટવા અને બીજો પોલીસ આવી છે પકડવા. અને આ બે કહે તે લોક સાચું માની બેઠા છે.

                મેઘાણી: દાદા એકલા જ એ બધાને પહોંચી વળવા બસ છે.

                મહારાજ: હું તો શું પહોંચી વળું? તમારા જેવા કોઈ રસ લેનાર હોય તેને કહી જાણું. હું તો વનવગડામાંથી ઔષધી લાવી આપું. એનો ઉપયોગ તો તમારા જેવા વૈદ્ય કરે એ આશાએ. આ અમારી મા ભેગા તમને કરી આપ્યા, પૂછો હવે જે પૂછવું હોય તે.

                મેઘાણી: તમને જોતાં પહેલાં તો એ પૂછવાનું મન થયું છે કે માડી!તમારું નામ મહીસાગર શી રીતે પડ્યું તે કહો.

                મહી : એ તો મારી જવાનીના વખતની લગનની કથા છે.હું અરવલ્લીને ખોળે જન્મી, માળવા-ડુંગરપુરના ખોળે ઉછરીને મારું બાળપણ વીત્યું,ચરોતરે જવાનીનો તનમનાટ જગાવ્યો. લગનનાં સપનામાં રમતી રમતી હું ખંભાત ગઈ. દરિયા કને .દરિયે મારાં સપનાં તોડી નાખ્યાં એણે પરણવાની ના પાડી. કહે, તને કાળીને કૂણ પરણે ? મેં દરિયાને થાય તેટલા કાલાવાલા કર્યા, પણ એ એકનો બે ન થયો. એટલે મેં મારો રસ્તો લીધો. અરવલ્લીના પથ્થરો મેં તો માંડ્યા દરિયામાં ફેંકવા, તોપો છોડે એમ . એ મારો દરિયો કેટલો ઝીલે ? છેવટ એણે હારીને મારો હાથ ઝાલવાની હા પાડી. મેં કહ્યું ,એમ નહીં બને. હું તારે ઘેર એક વખત ખોળો પાથરતી આવી હતી. હવે તારે મારો હાથ ઝાલવા સામે ચાલીને આવવું પડશે. દરિયાએ શરત કબૂલ કરી.મેં બીજી શરત કરી: તારું નામ ફક્ત મારે એકલીની સાથે જ જોડેલું રહેવું જોઈએ. જેમ કૃષ્ણને સોળ હજાર એક સો ને આઠ રાણીઓ હતી, પરંતુ કૃષ્ણ નામ તો રાધા જોડે જ જોડાયેલું છે, તેમ મારા નામ સિવાય કોઈ રાણીનું નામ તારા નામ જોડે જોડાવું જોઈએ નહીં. દરિયે એ શરત પણ કબૂલ રાખી અહીં થોડા ગાઉ  દૂર વેરા ગામ છે ત્યાં આગળ દરિયો મને સામે ચાલીને પરણવા આવ્યો. હજુ પણ ત્યાં એ લગ્નની વખતની ચોરી હયાત છે. નવીન પરણેલાં જોડાં ત્યાં પગે લાગવા જાય છે. ત્યારથી મારું નામ દરિયા સાથે જોડાયેલું છે. સીતારામ , રાધાકૃષ્ણ, શંકરપાર્વતી એ બધાં જોડાનાં નામ જેમ બોલાય છે તેમ મહીસગર પણ બોલાય છે !

                મેઘાણી :મા! લોકો કહે છે કે મા થઈને મહી જો દીકરાનું ઉપરાણું ન લેતી હોત તો છોકરાઓ ક્યારનાય સુધરી ગયા હોત .પરતું એનાં કોતરોમાં,ઝાડીમાં,કિનારા ઉપરનાં ઝૂંપડામાં એ દીકરાઓનું ખોટું ઉપરાણું લે છે . મા થઈને એ દીકરાઓને બગાડે ,પછી એ શી રીતે સુધરે ?

                મહી:એ લોકોને એટલું જ કે’જો કે મારા દીકરાઓમાં દોષ નથી એમ મારું નથી કહેવું.પણ દોષ કાઢનાર તો ભગવાનનેય ઘોળીને પી ગયા છે, ત્યારે મારા દીકરા હજુ મારી આણ માને છે .ફાંસીએ ચઢવાનો ભારે ગુનો હશે તોયે મરી આણ દીધી- ‘ખા મહીસાગરના સમ, પી મહીસાગર જોઈ,’-કે તરત જ સાચું હશે તે કબૂલી દેશે.

=========================================================

 

                ખેતર-વાડીમાં થતા પાકને અત્યંત નુકસાન પહોંચાડતાં એવા ઝીણામોટાં અનેક જીવજંતુઓ એ દેડકાંનો મુખ્ય ખોરાક હોવાથી ,ખેતર-વાડીઓમાંદેડકાંનો નિવાસ ઘણો આવકારદાયી અને પ્રોત્સાહનપાત્ર ગણાય છે .આમ દેડકો ખેતીનો એક અગત્યનો મદદનીશ છે.

===================================================

 

 

                         

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,140 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: