ક્ષણભંગુર//સુરેશ દલાલ

        ક્ષણભંગુર//સુરેશ દલાલ

ક્ષણભંગુર છે જીવન તારું: શોકભર્યો સંસાર

 સૂર મધુરા ક્યાંથી પ્રકટે જ્યાં તૂટેલા તાર

      જ્ઞાન તને કશું ખપ નહીં આવે

                        હે મૂરખમન ! મારા

      ચપટીમાં અહીં કાળ આવશે:

                        પળપળના વણજારા

 ગોવિન્દને તું ભજી લે એમાં સઘળો જીવન-સાર

 ક્ષણભંગુર છે જીવન તારું: શોકભર્યો સંસાર

 

      ધનસંચય પણ કામ ન આવે:

                        તું તૃષ્ણાને ત્યાગ

      સદ્ બુદ્ધિથી કર્મ કરીને

                        તું છેડ સુગંધી રાગ

ભવભવના વૈભવ જેવા છે ભજન તણા ભણકાર

 ક્ષણભંગુર છે જીવન તારું: શોકભર્યો સંસાર  

      કંચન ને કામિની એ તો

                        મૃગજળ જેવી માયા

            છેહ દઈને તને જ છળશે

                          અહમ્ તણા પડછાયા

 

પીડા-યાતનાભર્યા જીવનમાં અજગરિયો ઓથાર

 ક્ષણભંગુર છે જીવન તારું: શોકભર્યો સંસાર

 

=================================

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,880 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: