રક્તપિત્ત વિષે માહિતી//ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા

રક્તપિત્ત વિગત

[ડૉ. પ્રફુલ શાહના હવે પછી પ્રગટ થનારા પુસ્તકના થોડાં અંશો]

    

           રક્તપિત્ત એ સદીઓ જુનો રોગ છે.આ રોગની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તે અંગે ચોક્કસ માહિતી નથી, ઇજિપ્ત દેશના જૂના ગ્રંથોમાં આ રોગ અંગે ના ઉલ્લેખો મળે છે. કમ્બોડિયાના રાજાયશોવર્ધન, જેનું મૃત્યુ રક્તપિત્તને કારણે થયેલું, તેનું બાવલું આજે પણ છે. ચીનના જૂના સાહિત્યમાં આ રોગ અંગેની માહિતી મળે છે. ત્રીજા શતકમાં લખાયેલા કો-હુનના પુસ્તકમાં રક્તપિત્ત અંગે વિગત આપવામાં આવી છે. ઈ.સ. 610માં લખાયેલા ચાઓના પુસ્તકમાં રક્તપિત્ત અંગે વિસ્તૃત વર્ણન છે. કુરાન, બાયબલ અનેપશ્ચિમના કેટલાક ગ્રંથોમાં પણ આ અંગે લખાણો છે.સુશ્રુત અને ચરકના ગ્રંથોમાં તથા મનુસ્મૃતિમાં આ રોગ અંગે ના ઉલ્લેખ છે. આ રોગને ચામડીનાં તથા જ્ઞાનતંતુનો રોગ દર્શાવવામાં આવ્યો છે.

     વર્ષો પહેલાં રક્તપિત્તના દર્દીઓને ગામ અને વસ્તીથી દૂર, એકાંત જગ્યામાં ઊંડા ખાડામાં રાખવામાં આવતા, જેથી તેમનો પડછાયો પણ કોઈના પર નપડે! દોરડા વડે તેમને ખોરાક પહોંચાડવામાં આવતો.સારવારની વાત તો તે વખતે  હતી જ નહીં, એટલે ખાડામાં દર્દીઓ સબડતા અને રિબાઈ રિબાઈને મરી જતા.

     સંતફ્રાંસિસ, ફાધર ડેમિયન, મહાત્મા ગાંધીજી, સૌરાષ્ટ્રના સંત દેવીદાસ, બાબા આમ્ટે. મધર ટેરેસા જેવા મજાનુભાવોએ આ ક્ષેત્રમાં જે સુંદર કામ કર્યુંતેનાથી ઘણાને આ માનવસેવાનું કાર્ય કરવાની પ્રેરણા જાગી.

     વિજ્ઞાન દ્વારા આ દર્દ અંગે શોધો થઈ છે, છેલ્લા 40 વર્ષમાં આ દર્દ્સ અંગે ઘણું સંશોધન થયું છે, અને અસરકારક દવાઓ શોધાઈ છે. આજે આપણે ખાતરીથી કહી શકીએ તેમ છીએ કે આ રોગ તદ્દન મટી શકે છે.

પાનું:23

જંતુની શોધ

     નોર્વેના એક યુવાન ચિકિત્સક જિરાર્ડ આર્થર હેન્સને 1873માં કુષ્ઠજંતુઓની શોધ કરી. તેના નામ પરથી તેને ‘હેન્સન બૅસિલસ’પણ કહેવામાં આવે છે.

     જંતુઓનો આકાર સીગરેટ જેવો, બાજુઓમાં સમાંતર અને છેડા ગોળાકાર હોય છે.

     ઍશિયા તથા આફ્રિકાના દેશોમાં આ રોગનુ6 પ્રમાણ ઘણું વધારે છે. અમેરીકા, ઈન્ગલૅન્ડ, તથા અન્ય વિકસિત દેશોમાં આ રોગ નહીંવત છે.

     ભારતમાંથી 2000ની સાલ સુધીમાં રક્તપિત્ત નાબુદીની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ આપણે સંપૂર્ણ નાબુદ કરી શક્યા નથી. કોઈ કોઈ સ્થળે હજુ તે જોવા મળે છે.

રક્તપિત્તમાં બે પ્રકારના દર્દીઓ જોવા મળે છે. (1) બીન ચેપી (2) ચેપી.  80% જેટલા દર્દીઓ બીન ચેપી અને 20% ચેપી દર્દીઓ હોય છે.

ચેપી પ્રકારનાં લક્ષણો:

     આ રોગમાં જંતુઓની અસર આખા શરીર પર ફેલાયેલી હોય છે. ફક્ત જ્ઞાન તંતુ અને ચામડી પુરતી મર્યાદિત ન રહેતાં આંખ, ગળું, શ્વાસનલિકા, અંડકોશ, હાડકા, લીવર, બરોળ અને મૂત્રપિંડ પર પણ થાય છે.

બીનચેપી રક્તપિત્તના લક્ષણો:

     શરીરમાં કોઈપણ ભાગ પર ઝાંખા રંગનું કે લાલાશ પડતું ચાઠું જેમાં બહેરાશ હોય, વાળ ખરી ગયેલા હોય અને પરસેવો થતો ન હોય, જ્ઞાનતંતુ પર અસર થયેલાને ઘણી વાર હાથ પગમાં ખાલી ચઢે છે કે કીડીઓ કરડતી હોય તેવું લાગે છે.ચામડીમાં બહેરાશ આવે એટલે કાંઈ વાગે કે દાઝી જવાય તો વેદના ન થાય(the greatest pain in leprosy is that there is no pain )  જ્ઞાનતંતુને અસર થવાથી હાથ-પગની આંગળીઓ વળી જાય  અને વિકૃતિ આવે અને લકવા જેવું પણ થાય.

=========================================

 

 

Page24

સૌરાષ્ટ્રમાં રક્તપિત્ત અંગે જે કાર્ય થયું તેની ટૂંકી નોંધ:

રક્તપિત્ત અંગે કાર્યક્રમો:

(1)             રક્તપિત્ત અંગે લોકજાગૃત્તિ

(2)             રક્તપિત્તના દર્દીઓ  શોધવા ને તેમને સારવાર આપવી.

(3)             રક્તપિત્તના દર્દીઓને સમાજમાં સ્થાન મળે તે માટેના પ્રયત્નો.

(4)             રક્તપિત્તના દર્દીઓના પુનર્વસન માટેના પ્રયત્નો.

(5)             રક્તપિત્ત અંગે કામ કરતી સંસ્તાઓસાથે સહકારથી કામ કરવું

(6)             સરકારના રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમમાં સહકાર આપવો.

(7)             રક્તપિત્તના દર્દીઓના ઓપરેશન કરાવવા.

રક્તપિત્ત અંગે લોકજાગૃતિ:

   સમાજમાં આ રોગ અંગે ઘણા ખોટા ખ્યાલો પ્રવર્તે છે. જેવા કે- આ રોગ પૂર્વ જન્મના પાપનું  પરિણામ હોય , મંત્ર, તંત્ર કે વળગાડથી કે વારસાગત રોગ, આ રોગ કદી મટતો નથી. ઘણો ચેપી રોગ છે. દર્દીને જોવાથી પણ આ રોગ લાગી જાય છે. આવી બીક સામાન્ય માણસોમાં છે. ઉપર જણાવેલ એક પણ હકીકત સાચી નથી.

   હકીકત એ છે કે આ જંતુજન્ય રોગ છે. આ રોગ 100% ચોક્કસ બીનચેપી હોય તો છ માસમાં અને ચેપી હોય તો બે વર્ષમાં મટી શકે છે. પાંચ દર્દીમાં સામાન્ય રીતે એક ચેપી હોય છે.

   સમાજમાંથી આ રોગ અંગે ખોટા ખ્યાલો દૂર કરવા માટે ફાઉન્ડેશને અલગ અલગ માધ્યમો દ્વારા પ્રચાર કરેલો અને તેના પરિણામ ખૂબ સારા આવ્યા.

પ્રચારના માધ્યમો:-

1.     રક્તપિત્ત અંગે સાચી સમજ આપવા 2.5 લાખ પરિપત્રો વહેંચી, પત્રિકાઓ હિન્દીમાં છપાવી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લાયન્સ ક્લબોને મોકલવામાં આવી.

2.     સ્ટીકર્સ:  ‘ રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે ’તેવા સ્ટીકર્સ બનાવડાવી ગામે ગામ લગાડવામાં આવ્યા.આ કાર્યમાં લેપ્રસી આસિસટન્ટ, સરકારી કર્મચારીઓ, લાયન્સ ક્લબો અને રક્તપિત્ત અંગે કામ કરતી સંસ્થાઓનો સહકાર મળ્યો.

3.     બેનર્સ: જુદ જુદા સૂત્રો વાળા બેનર્સ બનાવીને લાયન્સ ક્લબો, લેપ્રસી આસિસ્ટન્ટ ભાઈઓ દ્વારા લગાડવામાં આવ્યા, બસ સ્ટેશન જેવા સ્થળોએ ખાસ મૂકવામાં આવ્યા.

4.     સિનેમા સ્લાઈડ દ્વારા.

5.      પ્રદર્શન: ફાઉન્ડેશને રક્તપિત્ત અંગે સંપૂર્ણ માહિતી આપતું એક પ્રદર્શન તૈયાર કર્યું, જેમાં ગાંધીજીએ રક્તપિત્તના દર્દીઓ માટે કામ કરેલું તેવા 21 ફોટાઓ, રક્તપિત્તના અન્ય ફોટાઓ,

પ્લાસ્ટિક સર્જરી કર્યા પછી દર્દીઓ સારા થઈને કામ કરી શકે વગેરે બેનર્સ મૂકવામાં આવ્યા. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ગામોમાં આ પ્રદર્શન બતાવવામાં આવ્યું છે. મેળાઓ અને અખિલ ભારતીય સંમેલન વખતે પણ બતાવેલું. જેનો લાભ હજારો માણસોએ લીધેલો.

            દરેક લેપ્રસી આસિસ્ટન્ટને ગામડે ગામડે એક નાનું પ્રદર્શન આપવામાં આવેલું.

(6) રક્તપિત્ત અંગે લેખો: રક્તપિત્ત અંગે માહિતી આપતા અનેક લેખો દૈનિક પત્રોમાં આપવામાં આવેલા. વારંવાર આ લેખો ફૂલછાબ, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા(ગુજરાતી) વગેરે પેપર્સમાં છપાયા છે.લાયન્સ મેગેઝીન તથા લાયન ઈન્ડિયામાં પણ લેખો આપેલા.

(7) રક્તપિત્ત અંગે પુસ્તિકાઓ:

અ. મટાડી શકાતો મહારોગ “રક્તપિત્ત” પ્રશ્નોત્તરી અને ઇલાજ. ડૉ.પ્રફુલ્લ શાહ

બ.

ક. રક્તપિત્ત સામે રણ સંગ્રામ.

ડ. રક્તપિત્ત અસાધ્ય રોગ નથી-પરિચય ટ્ર્સ્ટદ્વારા- ડો.પ્રફુલ્લ શાહ

ઈ. રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ.

(8) રક્તપિત્ત અંગે પ્રવચનો:-  

      સૌરાષ્ટ્ર  અને ગુજરાતમાં ઘણા સ્થળોએ રક્તપિત્ત અંગે પ્રવચનો ગોઠવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા ગામોમાં અને ખાસ કરીને શાળાઓ, કૉલેજો,અધ્યાપન મંદિરો, નર્સિંગ સ્કૂલો વગેરેમાં પ્રવચનોઆપવામાં…. આવેલા. રાજકોટની “પ્રયોગ” સંસ્થા, રાષ્ટ્રિય શાળા, શારદા મંદિર વગેરે સ્થળોએ પ્રવચનો ગોઠવેલા, પ્રાથમિક આરોગ્ય કેંદ્રના ડૉક્ટરો તથા સ્ટાફના ભાઈઓને જિલ્લાવાર પ્રવચનો આપેલા, સાથે સાથે પ્રદર્શનો પણ ઘણી સંસ્થામાં બતાવેલા.

(9)   રેડિયો તથા ટી.વી. પર કાર્યક્રમ:

રક્તપિત્ત અંગે સંસ્થાએ અનેકવાર વાર્તાલાપ આપેલા છે અને તેની કેસેટો લાયન્સ ક્લબોમાંતથા લેપ્રસી આસિસ્ટન્ટ ભાઈઓને પ્રચાર માટે આપવામાં આવેલી.

(10) રક્તપિત્ત અંગે રેલી:

સૌરાષ્ટ્રરક્તપિત્ત નિવારણ સમિતિ અને વિભાગશ્રી રક્તપિત્ત અધિકારી કચેરી દ્વારા દર વર્ષે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 50 જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધેલો. આઠ વર્ષમાં પાંચ રેલીનું આયોજન થયું છે. જેમ કે સોમનાથથી ભાવનગર, દ્વારકાથી રાજકોટ, રાજકોટથી ભાવનગર વિગેરે.700 જેટલા ગામડાઓ આવરી લેવાયા. ગામડે ગામડે રક્તપિત્ત અંગે લોકજાગૃતિ માટે પ્રયત્નો, પ્રદર્શન, પત્રિકાઓ,સ્ટીકર્સ, …… અને નવા કેઈસ શોધવા કેમ્પ પણ સાથે સાથે ગોઠવાતા.

   ફાઉન્ડેશન આ બધા કાર્યમાં સક્રિય છે. સૌરાષ્ટ્ર રક્તપિત્ત નિવારણ સમિતિમાં મુખ્યત્રણ ટ્રસ્ટીમાંના એક અમે હતા.

માઈક્રોસેલ્યુલર સેન્ડલ:-

          રક્તપિત્તના દર્દીઓને ફાઉન્ડેશન દ્વારા મફત સેન્ડલ આપવામાં આવે છે. તેમને માટે ખાસ પોચા ગાદીવાળા સેન્ડલ બનાવવામાં આવે છે. આ સેન્ડલ રક્તપિત્તના દર્દીઓને શ્રમમંદિર-સિંઘરોટ, ગુજરાત રક્તપિત્ત નિવારણ સમિતિ ,વડોદરામાં માં બનાવે છે. અને રક્તપિત્તના દર્દીઓ તેને પહેરે છે. એકની કિંમત આશરે 175-200 જેવી ગણાય. 2400 જોડી દર્દીઓને અપાઈ.

==============================================

    

 

 

 

 

   

 
Click here to Reply or Forward
Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: