કયે અખાડે જશું ?//ઝવેરચંદ મેઘાણી// [ મિલાપની વાચનયાત્રા:1950 ]

                                                                      

                       કયે અખાડે જશું ?//ઝવેરચંદ મેઘાણી

               [ મિલાપની વાચનયાત્રા:1950 પાના:63થી 65]

 

 

માએ કહ્યું, ‘ભાઇ તારી પથારી ઉપાડી લે ને !’

 ‘ના, મારે જવું છે વ્યાયામ કરવા.’

બહેને વિનવ્યું, ‘ભાઇ,મને કૂવે પાણી ખેંચી દે ને,મારાથી ડોલ ખેચાતી નથી.’

    ‘ના, મારે જવું છે અખાડે.’

    કામવાળી આજે આવી નથી.વાસણ – સંજવારી રઝળે છે. ઘેર પાંચ મહેમાન છે.બા-બહેન  રસોઇપાણીમાં પડ્યાં છે.

   વ્યાયામ કરીને આવેલો ભાઇ હાથમાં સાવરણી લેતાં શરમાય છે.એઠાં વાસણ ની તો સામે પણ જોતો નથી.

એ કામ તો બૈરાંનું  !

દસ દસ શેરીઆં મગદળ ફેરવી ને મલ્લ થયેલો ભાઇ અખાડેથી આવ્યો છે. બાપુ કહે છે,’ બજારમાંથી અધમણ  ઘઉં લઇ આવીશ?’

       ભાઇ ઘઉં ખરીદીને બૂમ પાડે છે: ‘એઇ મજૂર! ચાર પૈસા લેજે, આ ઘઉં ઘેર નાખી આવ.’

      ભાઇને ઘરના ઘઉં ઉપાડતાં શરમ આવે છે. ભાઇ વ્યાયામવીર છે!

     ભાઇ પરણ્યો છે. ભેળાં ભાભી છે.મુંબઇ જાય છે.સ્ટેશને પોતાની પત્નીની ટ્રંક એ ઊચકતાં એને ભોંઠામણ આવે છે. ભાભીની કાખે છોકરું છે,તે ઉપરાંત ટ્રંક એ ભાભી ને માથે  મેલે છે!.

 ભાઇ વ્યાયામવીર છે !

 અખાડા આપણે ત્યાં ચાલે છે,વ્યાયામવીરો પાકે છે,શરીર ને ટેડાં રાખી ઘણા ચાલે છે, પણ ઘરનાં કાર્યો કડવાં લાગે છે. દળણું, સંજવારી ને પાણી ભરવું, એવાં સાચાં આરોગ્યદાયી  અને શરીરને  સુડોલ બનાવનારાં જરૂરી ઘરકામો એ  ભાઇઓ કરતા નથી. કરતા નથી એટલું જ નહિ,પણ હલકાં ગણે છે.

   પોતાની જનેતા કરે તે કામ હલકાં !

  સ્ત્રીઓનો  પક્ષ લેવાય  છે- પણ તે તો ચર્ચામાં, શબ્દના વિવાદમાં પણ રોજિંદા ગૃહજીવન માં આપણે  સ્ત્રીને  કેટલી હલકી ગણી છે.!

   શારીરિક કામ – તો તે સ્ત્રી નું ! પુરુષ એ કરે તો બાયલો ઠરે.

  સાચી વ્યાયામ-…….. કોને સમજશું? ઘરનું દરેક કામ – વાળવાથી ને વાસણ  માંજવાથી લઇ રાંધવા અને પથારી પાથરતાં સુધીનું-એમાં  સ્ત્રી-પુરુષના ભેદો ન હોય . એ ભેદો  છે ત્યાં સુધી સ્ત્રી નું પદ ઊતરતું જ છે.ત્યાં સુધી વ્યાયામની સાર્થકતા નથી. દરેક છોકરો ને છોકરી ,દરેક કામ શીખી કાઢે.

    સાચો વ્યાયામ  તો  સવારથી  સાંજ  સુધીનાં ઘરકામ માં છલોછલ પડ્યો છે.સાચો અખાડો કુટુંબ નું શ્રમ જીવન છે.

   મગદળ ઉપાડો છો-તો ગાદલાં-ગોદડાં પણ  ઉપાડી ડામચીએ મૂકો.

   દંડ  કરો છો- તો ઘરની  સંજવારી પણ કાઢો.

  બેઠક  કરો છો – તો ઘરની રસોઇમાં પણ મદદ કરો.

પ્રવાસે  જાઓ છો-તો ભાંડરડાં ને પણ ગામની સીમ , વાડી ખેતર ,સ્ટેશન  બતાવો.

  અખાડા નો વ્યાયામ  શરીર ને ઘડે છે– પણ તે ઉપરાંત તો  એ નિરર્થક જાય  છે. એનું કંઇ વળતર નથી.ઘર નો વ્યાયામ સાર્થક  બને છે.અખાડાની  કોઇ પણ  કસરત ને  ટક્કર મારે તેવી  કસરત  દળવાની  ને પાણી  સીંચવાની,કપડાં ધોવાની ને દાળ  ખાંડવાની છે.શરીરને ઘડે,સ્વજનો ને રાહત  અપાવે, ગૃહ ને સુંદર બનાવે , ને પૈસા નો દુર્વ્યય બચાવે, એવો ગૃહ વ્યાયામ  એ સર્વોપરિ વ્યાયામ છે.

   અખાડા માટે  પારકી ઓશિયાળ ,પારકાપાસે પૈસા ભીખવા પડે, નાલાયકો ને નોતરી ને સંમેલનો  કરવા પડે , ઉપરાંત બંધારણ ના અને નાણાં ના ગેરવહીવટ ના માંહોમાંહ ના કજીઆ જુદા !

   ગ્રુહ-જીવન ને અખાડે  પરમ શાંતિ , પૂર્ણ સ્વગૌરવ  અને સંપૂર્ણ 

 સ્વતંત્રતા.  પસંદગી પોતે  જ કરી લેજો.

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: