જૂનું ઘર//ઉપેન પંડ્યા

         જૂનું ઘર//ઉપેન પંડ્યા

[મિલાપની વાચનયાત્રા:1950:પાના: 71-72]

સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષે હા ! ફરી

મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી.

વળેલાં કેડેમાંહેલી, માળાને હાથમાં લઈ

જપતાં, લાકડી ટેકે ચાલતાં દાદીમા અહીં.

 

મારું-તારું રહ્યું ના કૈં એમને, કિંતુ જો કદી

પડું માંદો જરી તો જપે જાપ ઘડી ઘડી.

નિશાળે ન જાઉં ત્યારે, કરે મા રાતી આંખડી,

એકદા આવીઓ મોડો, ત્યાં તો કેવી રડી પડી !

અમે બે ભાઈ નાના ને પિતાજી નિત્ય હીંચતા,

હિંડોળો  આજ તે જોતાં, જોઉં છુ6 આજ ઝૂલતા.

રખેને બાળ બે જાગે, ધીરાં શાં ડગ માંડતા

આવીને મધરાતે યે મીઠો કર પસારતા !

ભર્યું જે દાદીમાથી ને પિતા-મા-ભાઈબેનથી,

ઘર છે તેનું તે આજે—આજે હા જીવતું નથી !

ગયું તે તો ગયું. તેને સંભારી સાચવી રહું.

તોયે અશ્રુ ઝરે શાનું? ન જાણું હર્ષ શોકનું?

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: