‘ઝલક/સુરેશ દલાલ’માંથી

logo-download

આ કપૂરકાયા સરી જશે કોઈ ઝીલોજી.

પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

——————————————-

*બાલમુકુન્દ દવે

[‘ઝલક/સુરેશ દલાલ’માંથી]

     કહેવાતા સંતો ભોળી પ્રજાને ભાંગ પાય છે. એક સંતે પ્રવચનમાં કહ્યું હતું કે શરીર છે જ નહીં, ત્યારે મેં એનો વિરોધ કર્યો હતો. મેં ભારપૂર્વક કહ્યું હતું કે શરીર છે જ. ભલે ડગલે ને પગલે આપણે શરીરનો સરવાળો ન કરીએ, પણ શરીરની બાદબાકી કરી શકાય નહીં. શરીર પણ છે અને એની અવસ્થાઓ પણ છે. શૈશવ, યૌવન અને ઘડપણ. એક અભણ બહેને ભણેલાને યાદ રહી જાય એવી વાત કહી હતી: ‘ઘડપણ ઘૂંટણથી શરૂ થાય છે.’ અને મારાથી સહેજ ઉમેરો થયો કે બચપણ પણ ઘૂંટણથી શરૂ થાય છે. આપણે ચાલતાં શીખીએ છીએ એ પહેલાં ઘૂંટણિયાં જ તાણતા હોઈએ છીએ. બાલમુકુન્દની આ પંક્તિ, યૌવન શાશ્વત નથી, યૌવન અમર નથી એની વાત કાવ્યાત્મક રીતે કહે છે. આપણાં લોકગીતોમાં પણ આ વાત જુદી જુદી રીતે પડઘાય છે, અથવા એમ કહીએ કે લોકગીતની આ વાત આપણા શિષ્ટ કવિઓમાં નવાં કલ્પન-પ્રતીક દ્વારા આવે છે. શાશ્વત યૌવન તો કાલિદાસના ‘મેઘદૂત’ની અલકાનગરીમાં છે. યૌવન ભલે શાશ્વત ન હોય, પણ માણસ મનભરીને જીવ્યો હોય, તો એની સ્મૃતિ શાશ્વત છે. યૌવન અજર નથી એટલા માટે તો ક્ષણેક્ષણને શક્ય એટલી પૂર્ણતાથી જીવી લેવી જોઈએ. બાલમુકુન્દ પણ કપૂર-કાયાના ઊડી જતા ધૂપને ઝીલવાની વાત કરે છે. લોકગીત પણ આ જ વાત કહે છે: ‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે, જોબનિયું કાલે જાતું રહેશે.’સરી જતા, ખરી જતા જોબનને આંખના ઉલાળામાં કે હરખના હિલોળામાં સાચવવાની આ શીખ છે. બીજા એક લોકગીતમાં મોગરાની પાતળી ડાળ જેવા કે લીલા વાંસના માંડવા જેવા યૌવનની વાત છે, એને બહેકતાં કે સડતાં વાર નથી લાગતી. મરીઝ એટલે જ કહે છે:

      જિંદગીના રસને પીવામાં જલ્દી કરો  ‘મરીઝ’

     એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.   

=====================================

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,254 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: