ટેનીસ//ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા

 

                                 ટેનીસ//ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા

     સાવર-કુંડલા નાનકડું ગામ.પણ અહીં વર્ષોથી ટેનીસની રમત રમાય.મારા પિતાશ્રી ટેનીસના સારા ખેલાડી, તે વારસો કોઈએ તો સાચવવો જોઈએ ને? મને અહીં રમવાનો ચાન્સ મળ્યો અને ટેનીસ રમવાનું શરૂ કર્યું .વીસ વર્ષ અમે ટેનીસ રમ્યા હઈશું . સવારના 6 વાગે ચડ્ડી અને ટી શર્ટ પહેરીને રમવા નીકળી પડતા. દરરોજ 1.5 થી 2 કલાક રમીએ અને પસીને રેબઝેબ થઈ જઈએ.

     તેમાં એક પ્રસંગ બને છે, જે લખવાનું હું રોકી શકતો નથી. એક સવારે હું ટેનીસ રમીને પાછો આવતો હતો, ત્યાં જૈન બોર્ડિંગ પાસે ઢાળ ખાસ્સો છે, એક વૃદ્ધ માનવી, લારીમાં શાકભાજી ભરેલાં, તેને ખેંચી રહ્યા હતા. 70 વર્ષ આસપાસ ઉંમર હશે. સુકલકડી કાયા,અરવિંદ ઘોષ જેવી સફેદ લાંબી દાઢી, પસીને રેબઝેબ, મહેનત કરે, પણ લારી ખસવાનું નામ ન લે.

     મેં દાદાને ટેકો આપ્યો અને ઢાળ ચડાવી દીધો. દાદાને પૂછ્યું કે દાદા તમારે આ ઉંમરે કામ કરવું પડે છે? નિસાસો નાખતા દાદાએ કહ્યું કે દિકરાના લગ્ન હમણાં જ કર્યાં છે, પરંતુ તેને કામ મળતું નથી એટલે મારે કામ કરવું જ પડેને !  દાદાને પૂછ્યું ,દાદા લારી તમારી છે કે ભાડે લીધેલી છે. સાહેબ, દરરોજના રૂપિયા વીસ ભાડું આપવું પડે છે, તે ખર્ચ કાઢતા રોજના રૂ.20-30 જેવું મળે છે. મેં દાદાને પૂછ્યું, દાદા લારી તમારી હોય તો તમને રોજનું કેટલું મળે? દાદા કહે, સાહેબ, તો દરરોજના રૂ.50/- જેટલા તો કમાઈ લઉં.

     મેં દાદાને વાત કરી કે લારી હું તમને અપાવું, લારી કેટલાની આવશે તે મને કહેશો. રૂ.2000-2500માં લારી નવી મળતી હતી. મેં કહ્યું,દાદા, આજે મારે દવાખાને આવજો, વ્યવસ્થા થઈ જશે. દાદા કહે સાહેબ, મારે નવી લારી નથી લેવી. આ જે ચલાવું છું તે જો મળી જાય તો મને વિશેષ ફાવે. તેની કિંમત પૂછતા આવવાનું કહ્યું. રૂ.1600/= માં દાદાને લારી મળી ગઈ. દાદા ખૂબ ખુશ થયા. તેમના ચહેરા પર નવી રોનક આવી ગઈ.

બીજે દિવસે સવારના પહોરમાં શાક-ભાજીની લારી ભરીને ઘરે આવ્યા. કહે, સાહેબ, જોઈએ તેટલું બકાલું લઈ લ્યો. આજે હું બહુ ખુશ છું. મારા પત્ની ઈન્દીરાને કહ્યું કે તારે જેટલું વધારે શાક લેવું હોય તેટલું લઈ લે અને પૈસા આપી દેવાના.

     શાકભાજી લીધા પછી દાદા આનાકાની કરે કે હું કાંઈ લઉં નહીં , તમે મને લારી અપાવી છે. મારા પત્નીએ કહ્યું કે દાદા આ તમારી પ્રથમ બોણી થાય છે અને તેમાં મફત તો લેવાય જ નહીં. પરાણે સમજાવ્યા અને ખુશ થતા થતા ગયા

                 એકાદવર્ષ પછી મળ્યા હશે. પૂછ્યું, દાદા લારી કેમ ચાલે છે? ખૂબ ખુશ થતા વખાણ કર્યા, પણ સાહેબ, મેં એક માનતા રાખી છે. છેલ્લા બે વર્ષ થી વરસાદ ઓછો પડે છે. ઓણ સાલ હજુ શરૂઆત નથી થઈ એટલે માતાજીને એક મણની લાપસી માની છે. માનવામાં ન આવે, પરંતુ બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો અને ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું. વૃદ્ધ માણસની દાદ પ્રભુએ સાંભળી અને ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો.

======================================

  

    

 

 

 

 

 

  

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “ટેનીસ//ડૉ.પ્રફુલ શાહ-સાવરકુંડલા
  1. Suresh Parekh કહે છે:

    Nice story. I too am a young man of 72, playing tennis everyday from 6 to 8 in Livingston, NJ. Are you still playing? Regards, suresh parekh

  2. Gopal Parekh કહે છે:

    તમારી કોમેન્ટ ડૉ.પ્રફુલ શાહને મોકલાવી છે.
    ગોપાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: