વિદાય/ઝવેરચંદ મેઘાણી//મિલાપની વાચનયાત્રા1950

 

વિદાય/ઝવેરચંદ મેઘાણી

 

મિલાપની વાચનયાત્રા1950

[પાનુ નં :4-5]

            

(હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’-એ રાગ)

અમારે ઘર હતાં,વ્હાલાં હતાં. ભાંડું હતાં ને

પિતાની છાય લીલી, ગોદ માતાની હતી યે;

ગભૂડી બહેનના આંસુભીના હૈયાહિંચોળે

અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે.

 

બધી માયા મોહબ્બત પીસતાં વર્ષો વીતેલાં,

કલેજાં ફૂલનાં,અંગાર સમ કરવાં પડેલાં;

ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિ:શ્વાસ છેલ્લા,

અમારે રોમરોમથી વહ્યા’તા રક્તરેલા

 

સમય નો’તો પ્રિયાની ગોદ લૈ આલિંગવાનો

સમય નો’તો શિશુના ગાલ પણપંપાળવાનો,

સમય નવ મવડેને એટલું કહેતા જવાનો:

’ટપકતા આંસુને ,ઓ મા! સમજ્જો બાળનાનો.’

 

ઓહોહો ! ક્યાં સુધી પાછળ અમારી આવતી’તી

વતનની પ્રીતડી;મીઠે સ્વરે સમજાવતી’તી,

ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી’તી,

’વળો પાછા !’વદીને વ્યર્થ વલવલતી જતી’તી.

 

બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે’જે,

અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે,

કદિ જો હમદિલી આવે ,ભલે નાદાન કે’જે,

બિચારા કૈશ ના,લાખો ભલે ધિક્કાર દેજે !

 

ઓ દોસ્તો ! દરગુજર દેજો દીવાના બાંધવોને

સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને ?

દિલે શું શું જલે –દેખાડીએ દિલાઅહ કોને?

અમારી બેવકૂફી યે કદી સંભરશો ને?

 

અગર બહેતર ભૂલી જજો અમારી યાદ ફાની

બૂરી યાદે દુભાવજો ના સુખી તમ જિન્દગાની.

કદી સ્વાધીનતા આવે : વિનંતી, ભાઈ! છાની:

અમોને યે સ્મરી લેજો જરી પળ એક નાની !

 

 

સ્ત્રીનાં આંસુમાં રહેલી બીજી અનેક પ્રચંડ શક્તિઓની વાત બાજુએ રાખીએ તો પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એમાં રહેલી કુદરતી શક્તિની વાત તો ન જ ભૂલી શકાય. સ્ત્રીનાં આંસુ એ , વિજ્ઞાનની જાણમાં હોય એવા કોઈ પણ કુદરતી જંતુનાશક કરતાં વધારે ઝેરી અને શક્તિશાળી દવા હોવાનું જણાયું છે ! છ હજાર ગણું પાણી ઉમેરી સાવ મંદ બનાવી દેવામાં આવેલા, કોઈ એક છોકરીનાં આંસુમાં પણ સેંકડો સૂક્ષ્મ જંતુઓનો નાશ કરવાની અદભૂત શક્તિ રહેલી હોય છે !

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: