આંબલિયાની ડાળ/મીરાંબાઈ//ભાવાર્થ:મકરંદ દવે

Makarand

          આંબલિયાની ડાળ/મીરાંબાઈ

ભાવાર્થ: મકરંદ દવે (ભજનરસ/નવભારત)

સાંયા મેં તો પકડી આંબલિયાની ડાળ રે,

        જંગલ વચમાં એકલી હો જી –

નદી રે કિનારે બેઠો એક બગલો,

      હંસલો જાણીને કીધો એનો સંગ રે ,

      મોઢામાં લીધી માછલી હો જી –

ઊડી ગયો હંસલો , ગાજે એની પાંખડી,

   બાઈ , મારો પિયુડો પરદેશ રે ,

   ફરુકે મારી આંખડી હો જી-

માલણ ગૂંથે લાવે, ફૂલ કેરા ગજરા,

       બાઈ, મારો શામળિયો ભરથાર રે,

       બીજા રે નરની આખડી હો જી-

બાઈ મીરાં કે’છે પ્રભુ, ગિરધરના ગુણ વા’લા,

     શરણુંમાં રાખો મારા શામ રે,

  

     ભજન કરીએં ભાવથી હો જી-

        આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણ યાત્રાને ચિત્રાંકિત કરે છે. એના પ્રલંબિત ઢાળ અને કરુણ-મધુર લય દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે. પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે.

          સાંયા, મેં તો… એકલી હો જી-

   પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે સર્વ કઈં તજીને નીકળી પડેલી નારીનું . સંસારના બધા આધારો તો તેણે ક્યાંયે પાચાળ રાખી દીધા છે, પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એની ક્યાંયે ઝાંખી થેતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે ?

            તુમ્હારે કારણ સબ સુખ છુડિયાં

                   અબ મોંહે ક્યો તરસાવો ?

                               *

          પિય બિન સૂનો છૈ મ્હારો દેસ,

              તેરે કારણ બનબન ડોલું કર જોગણ કો ભેસ.

                      *

         બરજી,મૈં કાહૂકી નાંહી રહું,

              તન ધન મેરો સબહી જાવો, ભલ મેરો સીસ લહૂં.

    એકલી, અસહાય ,ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હ્રદયદ્રાવક છે! મરમીજનો જેને ‘એકાકીની એકાકી ભણી યાત્રા’ કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા . આ સૂનકાર ભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું ?

      આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક. કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે . એને કિનારે એક ઉજ્જવળ શ્વેત પુરુષ  બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. આવી ઉજ્જવળતા, એકાગ્રતા આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે : આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડીંભકા સૂરા’-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે:

      નદી કિનારે બગુલા બૈઠા,

           ચુન ચુન મછિયાં ખાય,

     બડી મછી કા કાંટા લાગા

           તડપ તડપ જીવ જાય.

   પણ બગલાજીની આ દશા થાય તે પહેલા  કેટકેટલા વિશ્વાસુ ભક્તો આ કહેવાતા મહાત્માઓ, સિદ્ધપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઈ બરબાદ થઈ જતા હશે! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી તેઓ ભ્રમજાળની સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા માગે છે.

         ઊડી ગયો હંસલો…. આંખડી હો જી-

    વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી તેને હરિ કે હરિનો બંદો મળી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે, હંસ નથી બોલતો , હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊધર્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માટે પ્રાણની પાંખો પળેપળે ઊડ,ઊડ, ઊડ, થતી રહેવી જોઈએ. ‘ચાતુરી આતુરી નાહીં.’આતુરતાની આંહીં કિંમત્ર છે, ચતુઇરતાની નહીં .મીરાનાં ઘાયલ પ્રાણનો પુકાર:

       સાંવરો ઉવરણ, સાંવરો સુમરણ, સાંવરો ધ્યાન ધરાં.

                              *

       તુમ દેખે બિન કલ નપડત હૈ, તડફ-તડફ જિય જાસી.

                              *

       બિન દેખ્યાં કલ નાહિ પડત જિય ઐસી હાની હો,

             અંગ અંગ વ્યાકુલ ભઈ મુખ પિય પિય બાની હો.

     ઉવરણ-ઊગરવાનો આરો,સુમરણ- એની નિત્ય સ્મૃતિ. આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી આવી પહોંચે છે.

          આ ઝંખનાની આગને પગલે ક્યાંકથી શીતળ લહરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે, આંખમાં જ કહે છે: હવે મિલનને વાર નથી

               માલણ ગૂંથી… આખડી હોજી

   હવે તો પ્રીતમના ગળમાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં . મીરાંની વાણી:

      ‘સહેલિયાં સાજન ઘર આયા હો,

       બહોત દિ’નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.

                    *

      હરિ સાગર સૂં નેહરો, નૈણાં બંધ્યા સનેહ હો,

      મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.

               બાઈ મીરાં…. ભાવથી હોજી-

      આખરે એક જ વિનતિ :’શરણુંમાં રાખો મારા શામ.’મીરાંના શબ્દોમાં’છોડ મત જાજ્યો જી મહારાજ .’આ વિનતિપત્ર પર અંકિત મીરાનાં અનુભવની મહોર:

       અવિનાશી સૂઁ બાલમા હૈ જિનસૂઁ સાઁચી પ્રીત.

      મીરાં કૂઁપ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત.

========================================= 

        

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: