સતીઆં ! જાગો સ્મશાનથી //દુલા ભાયા કાગ [મિલાપની વાચનયાત્રા: 1952/લોકમિલાપ

 

સતીઆં ! જાગો સ્મશાનથી //દુલા ભાયા કાગ

[મિલાપની વાચનયાત્રા: 1952/લોકમિલાપ/પાનું: 33]

 

સતીઆં ! જાગો સ્મશાનથી, સુણો તમે ધરતીના ઘા;

ચડાવ્યું જગને કોણે ચાકડે, ઘરોઘર લાગી છે લા.

 

અમૃત પીધાં ને મોત આવીઆં, જીવ્યાં જેણે પીધાં મરવા ઝેર;

ગરીબ મટ્યા ને થયા લખેસરી,(પણ) ટળી ગઈ ગરીબીની લેર.

ભોજન મળ્યાં ભૂખૂં વધી પડી, સંત મળ્યે વધીઆ સંતાપ;

સૂરજ ઉગ્યો ને કાં અંધકાર છે, જગન કીધાં ને લાગ્યાં પાપ.

વૈદ્ય આવ્યા ને રોગ વધી પડ્યા, દરદીએ કીધો જમને સાદ;

વલોણાં કર્યાં ત્યાં વિખડાનીકળ્યાં, ચાલ્યો ગયો ગોરસનો સ્વાદ.

વિદ્યા મળી ને વિનય નો મળ્યો, જરા મળી જોબનીઆંને ઘેર;

વનમાં ગયો ત્યાં વ્યાધિ સામી મળી, અકલ વધી ને વધ્યાં વેર.

હેમાળે સળગી હુતાશની, સાગરીઆમાં ભડકા ભમોય;

ઘર ઘુંઘવાણું, પેટ ફૂટીઆં, દાવાનળ ડુંગરડાની માંય.

વાદળડી વરસી અશાઢની, ટીપે ટીપે સળગી છે આગ;

નદીએ લાવાના રસ રેલીઆ, કાંઠે એને ઊભી દુનિયા, કાગ !

—————————————————————

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: