માધીને છોકરો//રવિશંકર વ્યાસ(મહારાજ)//મિલાપની વાચનયાત્રા :1952

Ravishankar m

 

         માધીને છોકરો//રવિશંકર વ્યાસ(મહારાજ)

     અમારા બોચાસણમાં પ્રતાપ નામે બારૈયાનો નાનો છોકરો આવ્યો હતો. તે કાંતતા શીખ્યો ને એ સૂતર વણાવી આપ્યું ત્યારે ખુશ ખુશ થઈ ગયો. મેં પૂછ્યું, આ ખાદીનું શું કરીશ? તો કહે, માધીને આપીશ. મેં પૂછ્યું, માધી કોણ? ત્યારે ખબર પડી કે માધી તેને ઉછેરનાર રબારણ મા. મને થયું આ માધીનાં દર્શન કરવાં જોઈએ.

     એક વખત હું ગયો. માધીએ આવકાર આપી મને બેસાડ્યો. થોડીવારમાં આઠનવ વર્ષનો એક સુંદર છોકરો આવી માધીના ખોળામાં ભરાવા લાગ્યો. માધી કોણી મારી દૂર ખસેડવા પ્રયત્ન કરે, પણ તેમ-તેમ છોકરો વધારે સોડમાં ભરાય. મેં પૂછ્યું, આ તમારો છોકરો છે? તો કહે “નારે, આ તો વાણિયાનો છોકરો છે. એની માની સુવાવડ કરવા હું ગઈ હતી. છોકરો આવ્યા પછી થોડા દિવસે એની મા મરી ગઈ, એટલે મેં ઉછેરીને મોટો કર્યો.મોટો થયો એટલે એનો બાપ એને લઈ ગયો. મારા ઘરનું પાણી પીવાની મનાઈ કરી છે. વટલાઈ જવાય ! આથી મેં એને માટે જુદી માટલી ભરી રાખી છે. પણ રોયો જુદી માટલીનું પાણી પીતો જ નથી અને આ ગોળીનું પાણી પીએ છે. મને રોજ એક વખત તો મળી જ જાય. ”

     મેં પૂછ્યું, તમે છોકરો ઉછેરવાનું કંઈ લો છો? ત્યારે આશ્ચર્ય પામીને જવાબ આપ્યો, એનું તે કંઈ લેવાતું હશે? ભગવાને ઓછું આપ્યું છે કે ફૂલને ઉછેરવાનું લઈએ?

     મને થયું કે છોકરાં માંદા પડતાં હશે ત્યારે શું કરતાં હશે? મેં કહ્યું. “છોકરાં માંદાં પડે ત્યારે દવાબવા કરો કે? ” ત્યારે કહે, “છોકરાંને એવાં શાં ઉછેરીએ કે તે માંદાં પડે? માંદાં પડે તો કાંડાં ન કાપી નાખીએ?”

==========================================  

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “માધીને છોકરો//રવિશંકર વ્યાસ(મહારાજ)//મિલાપની વાચનયાત્રા :1952
  1. Vipul Desai કહે છે:

    વાંચીને ખરેખર મઝા આવી ગઇ. આપણા નાનાથી મોટાઓના સંસ્કારની એક ઝાંખી નજરે આવી ગઇ. માણસમાં તો ઠીક હિંસક જાનવરોમાં પણ આ લાગણી છુપાયેલી હોય છે. મેં મારા બ્લોગમાં વચ્ચે કુતરી વાઘના બચ્ચાને, વાઘણ ડુક્કરના બચ્ચાઓને ઉછેરે છે એવા ઘણા કિસ્સાઓ ફોટાઓ સાથે બતાવ્યા હતા. માંધીએ કહ્યું તેમ ઉછેરવાનું તે કંઈ લેવાતું હશે? જાનવરો અને માણસમાં ફરક એટલો છે કે ભગવાને માણસને જ્ઞાન આપ્યું છે, છતાં કુદરતની લીલા એવી છે કે જાનવર વગર જ્ઞાને જ્ઞાની થઇ ગયા છે. જ્યારે આજે આ જ્ઞાનવાળો માણસ અધોગતિના માર્ગે જઈ રહ્યો છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,403 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: