અમૃત નું આચમન //સ્વામી અને સાંઇ//સ્વામી આનંદ-મકરંદ દવેના પત્રો

                                                 અમૃત નું આચમન

[પૂજ્ય મકરંદ દવે એ સ્વામી આનન્દ પર લખેલો પત્ર]

સ્વામી અને સાંઇ/સ્વામી આનંદ-મકરંદ દવેના પત્રો//સંપાદન:હિમાંશી શેલત/નવભારત /પાનું147-148

                                                    ગોંડલ 03/01/1962

પૂ.દાદા,

…….પૂ.બાની  માંદગી મારા કેટલાક નવજવાન દોસ્તોને તો ઘરકામ ને માંદાની માવજતની તાલીમ જેવી બની ગઇ છે. શું ખડે પગે કામ કરે છે ! હમણાં રતિભાઇઅ જોશી એક અમેરિકન બહેનને મહેમાન તરીકે તેડી લાવ્યા ત્યારે તેમના ઉતારા—પાગરણની વ્યવસ્થા વિશે હઝરત મુસાની વાત જ કરતો રહ્યો. મુસાને અભિમાન થયુકે હું પેગંબર, ભગવાન મારી સાથે મુખોમુખ વાતું કરે. સ્વર્ગમાં તો મારો મહેલ ભગવાનની અડોઅડ જ હશે ને?પણ મારો પાડોશી કોણ ભાગ્યવાન થશે ?…અત્યારથી  એનો પરિચય પ્રભુ પાસેથી મેળવી લઇએ.પ્રભુને પૂછ્યું તો જવાબ મળ્યો કે તારી શેરીમાં જ છેક છેવાડે ઢંઢેર જેવી ઓરડીમાં રહેતો મોચી તારો પાડોશી થશે. મુસા તો વિચારમાં પડી ગયો. એ મોચી નહોતો મસીદમાં આવતો કે નહોતો પીર તરીકે ક્યાંય પૂજાતો…. મુસા મળવા ગયો. મોચીને  સાદ પાડ્યો. થોડી વારે મોચી બહાર આવી પગમાં પડ્યો ને ફરી હાથ જોડી, માફી માંગી, અબઘડી આવું છું કહી અંદર ચાલ્યો ગયો. મુસા દાઢી પર હાથ ફેરવે કે નક્કી અંદર કાંઇ ગૂઢ સાધનાબાધના ચાલતી હશે. કાણામાંથી જોયું કે મોચી પોતાની બુઢ્ઢી માને રૂનાં પોતાંથી દૂધ ટોતો હતો. નાનાં બચ્ચાંને દૂધ પાય એમ. પછી દૂધ ટોવાનુ6 પૂરું થતાં ડોશીને સુવરાવ્યા…. મુસાને વળી મોડું થયા બદલ માફી માગી .આવવાનું કારણ પૂછ્યું પણ મુસો પોતે જ એ મોચીના પગમાં પડી બોલ્યો:’ખુદાને ખુશ કરવાની બંદગી તારા મૂંગા હાથમાં છે દોસ્ત ! તારા મહેલના મિનારા તો મારા કરતાંયે ઊંચા હોય ને તું ખુદાનો પ્યારો હો એમાં નવાઇ નથી’ મુસ્લિમ મિત્રે આવી કેટલીક વાતો કરી છે તે અંદર કોતરાઇ ગઇ છે….

તો આ જુવાન દોસ્તોને ઘણી વાર તુકારામની એક ઉક્તિ સંભળાવું છું.એમણે ક્યાંક કહ્યું છે:”વૈકુંઠમાં  તો અમારા સોનાના મહેલ છે, પણ અહીં માથા નીચે રાખવા સાજી ઇંટેય નથી” આમ ખુવારને ખાટલે થાશું પણ અંદરની કાંતિના કાંગરા ઝાંખા પડવા નહીં દઇએ. પણ આ છોકરાઓ ઊભે પગે માની સેવા કરે છે અને ઘરનું વાતાવરણ પણ ભગવાને ખુશખુશાલ રાખ્યું છે….. આવી લાંબી ને સતત માંદગીનો પડછાયો નથી પડ્યો. ભગવાનની આ સૌથી મોટી કૃપા. નહીં તો માંદાનો સ્વભાવ ચીડિયો થઇ જાય ને માવજત કરનારા સોગિયા થઇ જાય. એક ખ્રિસ્તી મરમી સંત—ટેરેસા—એની સાધ્વીઓને કહેતાં:          

અહીં દુ:ખ છે, દરદ છે પણ ઉદાસ—નિરાશ—હતાશ ચહેરા નથી એ ભગવાનની દયા. થેંકૅ યુ લૉર્ડ ! …. ગોરખ કહે છે:’હસિબા, ખેલિબા, ગાહિબાગાન, નિશદિન કહિબા બ્રહ્મજ્ઞાન’ –આમ જીવતાં હાથ  ચડે એ આપણું પોતાનું. બાકી પોથીમાના રીંગણાં….

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,118 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: