‘રાજા જોબન બરસન લાગે’//સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી

સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી/ સસ્તું સાહિત્ય// પાના: 113થી 119

 

                      ‘રાજા જોબન બરસન લાગે’

        ફૈઝાબાદ જૈલનો એક કિસ્સો છે. હમણાં કેન્દ્રીય સરકારમાં જે પ્રધાન છે તે શ્રી કેશવદેવ માલવિયા એક દિવસ બહુ ચિંતાતુર બનીને ઊતરી ગયેલ ચહેરે અમારી બૅરેકમાં આવ્યા. હું બહારના ચક્કરમાં દરવાજાની પાસેની બૅરેકમાં રહેતો હતો. ‘બી’ ક્લાસનો દરવાજો મેં પોતે જ છોડી દીધો હતો. અંદરના ચક્કરના કેદીઓથી છૂટો પાડીને મને બહારના ચક્કરમાં રાખ્યો હતો. અમારી બૅરેકવાળાઓને ત્રણસો ગજ મુંજ વણવાની મજૂરી આપવામાં આવી હતી. એમાંથી હું બે-ત્રણ ફૂટ જેટલું કામ કરી દેતો હતો. જો સજા થાય તો જેલનો કાયદો તોડ્યો તેની સજા ન થાય પણ માત્ર કામ ઓછું કર્યું તેની જ થાય. બાકીના સમયમાં હું વાંચતો-લખતો હતો. બપોર થવા આવી હતી. જેલના સુપરિન્ટેડન્ટસાહેબ એમની ઑફિસમાંથી નીકળી કેદીઓની પરેડ તપાસવા આવી રહ્યા હતા. આગળ બે સિપાઈ સંગીનવાળી બંદૂકો લઈને અને પાછળ એક કેદી છત્રી, બીજો પંખો હલાવતો અને ત્રીજો ચમર ઢોળતો-એમ સવારી નીકળી હતી. વળી બીજા બંદૂકવાળા સિપાઈઓ, જેલર, જેલનો ડૉક્ટર અને બીજા અધિકારીઓ વરઘોડાની ચાલે ચાલતા હતા. જે વખતે કેશવજી  અમારી બૅરેકમાં આવ્યા ત્યારે સુપરિન્ટેન્ડેન્ટ જેલના રસોડાની તપાસ કરી રહ્યા હતા. ત્યાંથી અમારાવાળી બૅરેકમાં આવવાના હતા. જેવા બૅરેકના દરવાજા ઉપર પોતે પધારે કે એક સીટી વાગતી. કાયદો એવો હતો કે એ સીટી સાંભળતાંવેંત અમારામાંના દરેક જણે પોતેપોતાની કબર (સૂવા માટેનો ચબૂતરો)ની જમણી તરફ બે હાથમાં ટિકિટ લઈને ઊભા રહેવું પડતું હતું. મુંજનું કામ, લોઢાની તાંસળી(વાડકી) અને જાંઘિયા-અંગરખું, કામળો ને ચટાઈ વગેરે ચીજો કબર ઉપર ગોઠવી દેવી પડતી હતી. ક્યાંક ગેરસમજ ન થઈ જાય માટે લખવું જોઈએ કે એમને બે જોડી કપડાં મળતાં હતાં.

       કેશવજી ઉત્તેજિત રૂપમાં મારી પાસે આવ્યા. એમનો ચહેરો ફિક્કો હતો. એમણે કહ્યું : ‘ત્યાગીજી, અમારો બદલો લઈ આપો.’ મેં એમને મારી કબર ઉપર બેસાડ્યા. મારા પાડોશી એટા જિલ્લાના શ્રી નિયાજ અહમદ જુબૈરી હતા. એ પણ મારી જેમ એક પહોંચેલા ફકીર જેવા હતા. એ એમની કબર ઉપરથી કેશવજીની વાત ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. કેશવદેવ માલવિયાજીએ કહ્યું કે, ‘બી’ ક્લાસના કેદીઓ તરફથી લખનૌના ખન્ના રસોડાની દેખરેખ રાખતા હતા. એમણી સુપરિંટેંડેંટને કહ્યું કે જ્યારે કોઈની તબિયત ખરાબ હોય ત્યારે એમને માટે ખીચડી જેવી ચીજ બનાવી દેવા પિત્તળની નાની તપેલી જેવું વાસણ મોકલી આપો તો કૃપા થશે. એ તો ઊકળીને ખન્નાજીને ધમકાવવા લાગ્યો. એ કહે કે , બીમાર માટે તમે આ રસોડામાં  ખાવાનું કરો છો તે કોની રજાથી ? ખબરદાર જો ફરી એવું કર્યું તો ! કેશવજીથી રહેવાયું નહીં. બોલી ઊઠ્યા કે,’એમાં ખોટું શું કર્યું છે ? કોઈ દિવસ ખીચડી જેવું કંઈક બનાવી આપે તો એમાં ક્યાં કાયદાનો ભંગ થઈ જાય છે ?’

     સુપરિન્ટેન્ટેન્ડેન્ટ ફરી ઊકળી જઈને  અંગ્રેજીમાં બોલ્યા: ‘તમે સભ્યતા જાણતા નથી ને બીજાની વાતમાં વગર બોલાવ્યે દખલ કરી રહ્યા છો. ચૂપ રહો, ને તમારું કામ હોય તે કરો.’કેશવ ચૂપ થઈ ગયા. મારા જેવા મોંફાડ હોત તો ફટ કરતાને જવાબ દઈ દેત. ને ઉતારી પાડત. એ બિચારા તો એમ. એસસી. હતા ને ! (એમ-મોં, એસ-સંકોચી, સી.-ચાલે) અને આવ્યા અમારી પાસે. ‘બદલો લઈ આપો.’જુબૈરીને ઘણો ગુસ્સો ચડ્યો. એમણે કેશવજીને પાછા મોકલી દીધા ને કહ્યું: ‘તમારો બદલો હું લઈ આવીશ.પછી ઊભા થઈને આખી બૅરેકવાળાને લલકાર્યા. કહી દીધું કે ‘દરેક જણ પોતાની લોઢાની તાંસળી લઈને બૅરેકની બહાર ચાલ્યો આવે. માલવિયાજીનો બદલો લેવાનો છે. હું જેમ કરતો જાઉં એમ દરેક જણ કરતો જાય.’

     અમારી વચ્ચે જ્યારે પણ ઝગડો થાય ત્યારે એક વાત ઉપર ખાસ કરીને થતો હતો—‘લીડર ’ કોને ગણવો? બધાજ ‘લીડર’થવાની આશા રાખતા. આથી મેં એવો નિકાલ લાવી આપ્યોકે દર પ્રસંગે જે કોઈ પહેલો ઊભો થાય ને રસ્તો કાઢી આપે તે અમારો લીડર. પછી એ રસ્તો ખોટો બતાવે કે સારો એ જુદી વાત છે. એવું પણ જાહેર કરી દીધું હતું કે જેલના ધંધામાં સાચું જૂઠું. પાપ-પુણ્ય અને યોગ્ય-અયોગ્ય બધું સરખું છે. આ બૅરેકમાં અમે આશરે પંદર જણ હતા. એ બધા જ બૅરેકમાંથી બહાર નીકળી ગયા. સુપરિન્ટેન્ડેન્ટની સવારી બૅરેક આગળ આવીપહોંચી. એમણે અમનેબહાર ઊભેલા જોયા. એક આંખે જોઈ બીજી આંખે ના જોયું કરીને સૈનિકની અક્કડ ચાલથી બૅરેકની અંદર ગયા. એમની પાછળ એમના સિપાઈઓ ને પ્યાદાં પણ ગયા. બંને તરફ ગરદન ફેરવીને એવા રુઆબથી ચાલ્યા કે જાણે કેદીઓનું નિરીક્ષણ કરી રહ્યા હોય ને ! પણ ફરી રહ્યા હતા ખાલીખમ કબ્રસ્તાનમાં ! અમે બધા તો નિયાજ અહમદે બનાવેલા ભૂત જેવા બહાર ઊભા હતા. કબ્રસ્તાનમાં તો મોટા ને બૂઢા સૌ સરખા જ ને! જેવો છેલ્લો સિપાઈ બૅરેકની અંદર ગયો કે તરત જ જુબૈરી સાહેબે એમની તાંસળી ઉપર થાપ મારીને ગાયન શરૂ કર્યું: ‘રાજા જોબન બરસન લાગે, રાજા જો…’ વળી જોરમાં જમણો પગ પણ પછાડ્યો. પછી અમે બધાઈ જ પ્રમાણે ગાયન ગાઈને તાંસળી ઉપર તબલાંનો તાલ વગાડ્યો. એવામાં સુપરિન્ટેન્ડેન્ટે અમારી તરફ મોં ફેરવી જોયું. અમે પણ જોઈ લીધું કે એમનું મોં પડી ગયું હતું. કેશવજી લાલ મોં ધોઈને પાછા ગયા હતા. આ સાહેબ બહાદુરનો રંગ ફિક્કો પડી ગયો હતો. જેવું એમણે-અમારા ભણી જોયું કે જુબૈરી સાહેબે ગાયનને ચલતીમાં ઊપાડ્યું ને તાલ ઝડપી બનાવ્યો. એમણે સાહેબની આંખોમાં આંખો મિલાવી ગરદન હલાવવા માંડી. બચપણમાં જે મજા કરી હતી તે જુવાનીમાં પાછી મળી. જુબૈરી બોલી રહ્યા એટલે અમે બધા એમની જેમ ગરદન હલાવી હલાવીને  ‘રાજા જોબન બરસન લાગે. રાજા જો… ’બોલતા ગાવા લાગ્યા. અને તાંસળી ઉપર તાલનો વેગ વધારી દીધો. અમારામાંથી કેટલાક લાંબી દાઢી રાખતા. પણ અમે એવા નાચ્યા કે જાણે ત્રણ ત્રણ વર્ષનાં લંગોટી વગરનાં છોકરાં નાચ્યાં. અમને એવું લાગતું હતું કે, આ મૂર્ખતા દ્વારા અમે સ્વરાજનું સુખ ભોગવી રહ્યા હતા.આજે મિનિસ્ટ્રીની ખુરશી પરથી એ જોઈએ છીએ ત્યારે જાણે એ બધું અશિષ્ટતા અને અવિવેકવાળું જણાય છે. જે હોય તે, મજા આવી ગઈ. સાહેબે પૂછ્યું: ‘આ શો તમાશો છે?’જુબૈરીએ કહ્યું: ‘તમને રીતભાતની ખબર નથી? અમે આપસમાં ગાઈ રહ્યા છીએ. અમારી આજ્ઞા લીધા વગર તમે અમારી વચમાં કેમ આવો છો? ’અને વળી પાછું ગાયન શરૂ થયું. મસ્તક ડોલે, તાલ વાગે, પગ ઠોકાય: ‘રાજા જોબન બરસન લાગે. રાજા જો…. ’

          સાહેબ હુકમ કર્યો કે નિયાજ અને મને બંનેને ઑફિસામાં હાજર કરો. કેદી તો હતા જ. હવે વધારે કેદી જેવા કરીને સાહેબ પાસે લઈ ગયા. અહીં હુકમ કરીને સાહેબ ‘બી’ કલાસની પરેડ લેવા ગયા. અમે ‘ગાંધીજીની જય’ અને ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ ના પોકારો શરૂ કર્યા ‘બી ’વર્ગમાં પણ પંદરેક કેદી હતા. એમને ફિકર થઈ કે આ શી નવાજૂની બની? કેટલાક કેદી(નંબરવાળા) આમથી તેમ જઈ શકતા હતા. એમણે જઈને અમારા સાથીઓને જે બની ચૂક્યું હતું તેની ખબર કરી દીધી. એમને સમજાયું તો નહિ કે ‘રાજા જોબન’ શાથી? તેમ છતાં ત્યાં પણ જેવા સાહેબ બહાદુર દાખલ થયા કે ગાયન શરૂ થઈ ગયું. પછી તો જે જે બૅરેકમાં જાય ત્યાં ‘રાજા જોબન બરસન લાગે’નું ગીત ચાલુ થઈ જાય. છેવટે થાકીને એ ઑફિસમાં પાછા ફર્યા. અમને તો ત્યાં બોલાવી રાખ્યા હતા. તેમણે અમને પૂછ્યું: ‘તમને કેમ સજા ન કરવી? તમે જેલની શિસ્ત તોડી છે અને તમારું જોઈને આખી જેલે પણ તોડી છે.’અમે કહ્યું: ‘આ તો તમારા સ્વાગતમાં ગવાય છે. તમને રાજાની પદવી આપી. એથી વધારે ક્યું સન્માન હોય? અહીં તમે સર્વપ્રિય છે એટલે આ હર્ષના પોકારો થઈ રહ્યા છે.’એમણે કહ્યું: ‘ઠીક, એમ. પણ હવે બંધ કરાવી દો.’નિયાજ અહમદે કહ્યું: ‘એ કામ તો શ્રી કેશવદેવ માલવિયાજી કરી શકે. આજે અમે બધા એમના કહ્યામાં છીએ.’સાહેબ ભેદ પામી ગયા ને માલવિયાજીને બોલાવી પોતાના વ્યવહાર બદલ ખેદ જાહેર કર્યો. માલવિયાજીએ દરેક બૅરેકમાં જઈને  ‘રાજા જોબન…. ’ નું આંદોલન પાછું ખેંચી લેવાની આજ્ઞા કરી. સુપરિન્ટેન્ડેન્ટ ફરી પરેડ લેવા નીકળ્યા. ને શાંતિથી ઑફિસમાં પાછા ફર્યા. પરંતુ એ દિવસ પછી જમાદારોની તપાસ ઓછી થઈ ગઈ. ટાટાની કંપનીના શેરના ભાવની જેમ રોજ બીડીના ભાવ નવા ખૂલતા હતા તે, છ આના પરથી છ પૈસા સુધી ઊતરી ગયા અને છડેચોક પીવાવા લાગી.

=====================================                

            

         

    

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in miscellenous
One comment on “‘રાજા જોબન બરસન લાગે’//સ્વરાજની લડતના તે દિવસો//મહાવીર ત્યાગી
 1. shabdsoor કહે છે:

  ગાંધીજી વિષે ની ઘણી ખોટી વાતોમાંથી આ વાત પણ ખોટીતો નથી ને ??
  બીજું “સ્વરાજ ની લડતના તે દિવસો” માં તો બાપુ ફક્ત ચાલતી ગાડીમાં
  બેસી ગયા હતા. સ્વરાજ ની લડત તો બાપુ થોડા લડ્યા હતા ??
  લડત લડવાવાળા તો સામી છાતીએ લડ્યા હતા . અને જે શહીદો થયા
  તેમના મન માં દેશ પ્રેમ હતો, નહિ કે અંગ્રેજો સાથે નું રાજકારણ જે બાપુ કરતા હતા.
  ગાંધીજી હિંદુઓને અપમાનિત અને તિરસ્કારની ભાવનાથી જોતા હતા.ભલે ધીમે ધીમે
  પણ આ બધી હકીકત થોડા વર્ષોમાં બહાર આવશે જ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
 • 286,247 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: