નિનુ મઝુમદાર

બે ઘડી નિનુ મઝુમદારનો સંગ માણીએ.

મેંશ ન આંજુ, રામ !

લેશ જગ્યા નહિ, હાય સખીરી !

નયન ભરાયો શ્યામ !

આજે મેશ ન આંજુ રામ !

એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ;

રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ.

આજે મેશ ન આંજુ રામ !

કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ;

કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ ?!

આજે મેશ ન આંજુ રામ !

*****************************************

મેં તો ફૂલોની વેદના જાણી !

વિજન વાટે શિશિર રાતે

કહેતી’તી સુગંધવાણી;

ટપકંતાં પારિજાતની સાથ

રોઇ પડી રાતરાણી—મેં તો ….

આરા વિનાના એકલ ગગને ભમતો વ્યાકુલ ઇન્દુ,

એના અનિમેષ નયનથી ઝરે લાખો તુષાર બિન્દુ;

કંપિત વનમાં કોમલ પાંદડી થઇ ગઇ પાણી પાણી,

મેં તો ફૂલોની વેદના જાણી.

ખોવાયેલા ભયભીત શિશુ સમ ધ્રુજતો કુંજનો છાંયો,

અહીં તહીં જઇ શોધતો કોને સમીર એકલવાયો;

ખૂણે ખૂણે કોની નિરાશ આંખો ફરી ગઇ અણજાણી;

મેં તો ફૂલોની વેદના જાણી.

***************************************

પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં

ઠહર આંસુ !બહારા’વી છે મુદ્દત બાદ ગુલશનમાં

નિહાળી હું શકું અહીંથી હજીયે આશિયાનાને

તું શાને પીંજરું રાખે, અરે સય્યાદ ગુલશનમાં !

અમારી જિંદગીમાં એ બહારા’વી નહીં પાછી

ગુલો હર સાલ, બસ !કરતાં રહ્યાં ફરિયાદ ગુલશનમાં

ઘડીભર વીજળી !થોડી વધુ દે રોશની મુજને

હતી કઇ ડાળ મારી તે કરું છું યાદ ગુલશનમાં

સવારે છે ચમન ભીનો કે ભીની છે નજર મારી ?

પડ્યો શું રાતભર મોસમ વિના વરસાદ ગુલશનમાં?

બહારોમાં મળ્યો ના કોઇને પૂરો સમય રોવા

દઉં છું એટલે હું પાનખરને દાદ ગુલશનમાં

‘નિરંજન’ની વફાદારી વિષે, બસ !એટલું કહેજો

હતો આબાદ ગુલશનમાં, હતો બરબાદ ગુલશનમાં.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 396,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: