“કહાણી એક રૅંગ્લરની” માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે

RANGLER KEE KAHANEE

કહાણી એક રૅંગ્લરની માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે

પાના:40-41

કેટલાક વિશિષ્ટ બનાવોમાંનો એક :

સંગીતના ક્ષેત્રના ખ્યાતનામ ગાયકો તથા ઉગતા અને આશાસ્પદ કલાકારોના ગાયનના કાર્યક્રમો પણ અમારા નિવાસ(રૅંન્ગ્લર ડૉ. નારળીકરના) પર યોજાતાં. હાલની શાસ્ત્રીય સંગીતની ગાયિકા શ્રીમતિ ધોંડુતાઇ કુલકર્ણી માય 12 વર્ષના હતાં ત્યારે પોતાના પિતા અને ચાર ભાઇ-બહેનો સાથે આવેલાં અને ત્યારે તેમનું ગાયન પણ તાત્યાસાહેબે(રૅન્ગ્લરડૉ.નારળીકરે) ખૂબ ઉત્સાહ અને ઉમંગ ચાહના સાથે અમારે ત્યાં યોજેલાં. ધોંડુતાઇના ગાયનમાં તેમના ભાઇ-બહેનોએ તેમની સંગત કરેલી. મોટા ભાગના મરાઠી ભાષી શ્રોતાને આ કાર્યક્રમ વખતે આમંત્રિત કરેલાં. ત્યાર બાદ ઘણાં વર્ષો પછી શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકા કેસરબાઇ કેરકરના મુંબઇ ખાતેના નિવાસ પર ખાસ આમંત્રણથી અમે ગયા હતા ત્યારે ધોંડુતાઇની ફરી મુલાકાત થયેલી. ધોંડુતાઇ શિષ્યા તરીકે સંગીત શીખવા કેસરબાઇને ત્યાં રહેતા હતાં.

કેસરબાઇ સાથેની અમારી સર્વપ્રથમ મુલાકાત નાટ્યાત્મક રીતે અને પ્રભાવશાળી ઢંગ સાથે થયેલી, મારાભાઇ વસંતરાવ હુજુરબાજાર કેસરબાઇને ત્યાં જતા આવતા હતાં.એક વાર તાત્યાસાહેબે મારા ભાઇને કહ્યું કે, ‘આ વિખ્યાત ગાયિકા સાથે હજુ સુધી અમારી પ્રત્યક્ષ મુલાકાત થઇ નથી.’ગોંવિદરાવે આ વાત ધ્યાનમાં રાખી અને એક વાર અમે કોલ્હાપુર-બનારસ વચ્ચે પ્રવાસ કરતા હતા ત્યારે વચ્ચે થોડાક દિવસ અમે ગોવિંદરાવના મુંબઇ ખાતેના નિવાસ પર મુકામ કરેલો. તેનો લાભ લઇ ગોવિંદરાવે કેસરબાઇને કહ્યુંકે ડૉ.નારળીકર તમને મળવાની ઇચ્છા ધરાવે છે. ગોવિંદરાવે કેસરબાઇને અનુકૂળ દિવસ અંગે પૃચ્છા કરી ત્યારે કેસરબાઇ બોલ્યા,’આવડા મોટા વિદ્વાન મને મળવા માંગે છે ! તે મને મળવા આવે તે યોગ્ય લેખાશે નહિ. હું પોતે જ તમારા ઘરે તેમના દર્શન કરવા આવું છું.’ કેસરબાઇ મોટી ઉંમરના, તેમની તબિયત સારી એવી નબળી. શરીરે કમજોર.ગોવિંદરાવના ઘર સુધી પહોંચવા માટે પાંચ તો દાદરા ચડવા પડે. આ બધી મુશ્કેલીઓ ધ્યાનમાં લઇને ગોવિંદરાવે કેસરબાઇને કહ્યું, ‘તમે આવી કોઇ તસ્દી લેશો નહિ. હું જ નારળીકરને લઇને આવીશ.’ કેસરબાઇ માન્યા નહિ. તેમણે ગોવિંદરાવને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,’મેં એકવાર કહ્યા પછી હું જ આવવાની એ નક્કી !’ અને તેમણે કહ્યું હતું તે મુજબ કેસરબાઇ ગોવિંદરાવના મકાનના પાંચ દાદરા ચઢીને આવ્યા પણ ખરાં. ચડતી વખતે શ્વાસ ન ચઢે એ માટે મોઢામાં દવાની ગોળી રાખેલી અને તેમની કાળજી લેવાને માટે સાથે જમાઇને પણ રાખેલાં. એક નાની ઉંમરનો પૌત્ર પણ સાથે હતો. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ સૌથી પહેલાં, પૌત્રના હાથમાં આપી રાખેલા પડીકામાંથી એક સુંદર પુષ્પહાર બહાર કાઢ્યો અને તે તાત્યાસાહેબને પહેરાવ્યો. તાત્યાસાહેબ ના પાડતા હતા છતાં, તેમને પગે લાગ્યા અને પછી જ સ્થાન ગ્રહણ કર્યું. ગોવિંદરાવની આંખમાંથી હર્ષના આંસુ સરવા લાગ્યા. કેસરબાઇ જેવી વિખ્યાત ગાયિકા, જાતે તેમને ત્યાં આવી તેનાથી ગોવિંદરાવ ગળગળાં થઇ ગયાં.તેમને થયેલો આનંદ અવર્ણનીય હતો. કેસરબાઇની ઉપરોક્ત મુલાકાત દરમિયાન જે વાતો થઇ તે ઉદાત્ત, મજાની અને ધીરગંભીર પ્રકારની હતી.

( આ ટાઇપ કરતી વખતે મારી આંખો પણ ભીની છે, આજકાલ અપાતું સન્માન ઉપરછલ્લું ને કેટલું દંભી હોય છે તેની સરખામણીમાં આ પ્રસંગ ઘણું કહી જાય છે)  

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: