ગરબાવલી – 2

ગરબાવલી – 2                                

શ્રી ગણપતી નો ગરબો

 દુંદાળા દેવ ! વિધ્નહરન ,લંબોદર નામ તમારું;                             

સૌ કરતા સેવ શુ બુધ નાસ્વામી ને ચરને લાગું,

ગજમુખ સન્મુખ છો  સ્વામી, ઘણું રૂપ દિસે ન મળે ખામી,

દુ;ખડાં ટાળો અંતરયામી દુંદાળા દેવ

મુખડું સિંદુર થી છે મદમાતું…….દુંદાળા  દેવ

તારું રુપ દીસે છે મદમાતું………..દુંદાળા દેવ

તારે ચારે ભુજા છે રુપાળી, કમંડલ ફરસી અંકુશવાળી,

ચોથે કર પંકજ  જપમાળી………….દુંદાળા દેવ

મસ્તક મુગટે હીરા  ઝળકે , બે કાને મુક્તાફળ લટકે,

ભાલે તિલક સુંદર ઝળકે……….દુંદાળા દેવ

તારે વાહન રૂપાળું , દીસે છે કાજળ સમ કાળું,

તને હદયકમળ માં બહુ વ્હાલું……..દુંદાળુ દેવ

તારે રિધ્ધિ સિધ્ધિ બે નારી, છે  ક્ષેમ  કુશળ ની કરનારી,

જેની વાણીથી સરસ્વતી હારી…….. દુંદાળા દેવ

ભટ્ટ વલ્લભ સેવક છે તારો,તેને કૂપા કરી બાંયે ઝાલો,

તેને ચરણકમણાં  નિત રાખો…..દુંદાળા દેવ

દુંદાળા દું:ખ ભંજણો , સદાય બાળે વેશ,

પરથમ પહેલાં સમરીયે, ગોરી પુત્ર ગણેશ. 

 

                 *******

                ગરબા

 

સોનલ ગરબો સિરે અંબેમાં ચાલો ધીરે ધીરે (2)

       એ, માલો ધીરે-ધીરે, ચાલો ધીરે ધીરે (2)

           સોનલ ગરબો……ચાલો ધીરે ધીરે………

           સખીયો સંગાથે કેવા ઘુમે છે (2)

        હે માં હે માં, હે માં……..સખીયો

 

        ફરરરર ફુંડડી ફરે અંબે માં ચાલો  !

       સોનલ ગરબો સિરે…….

 

                       ************

       કહો પૂનમનાં ચાંદ ને આજે ઉગે આઠમ ની ઓર  (2)

        મારા મનડા ના મીત , મારા જીવન સંગીત

        લઇને આવ્યા છે મારી પ્રીત…..કહો  પુનમના…….

         આજે અમારા જીવનનો આ કેટલો સુંદર દિવસ છે (2)

         હાથો માં હાથ રાખીને…….કહો  પુનમ   !

                      **********

          ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે  (2)

         હે હિંચ લેવી છે ને મારે ગરબે ઘુમવું છે  (2)

                                  ઢોલીડા  ઢોલ…..મારે હિંચ   !

         કે તારે કિયા માને દ્વાર આજે હિંચ લેવી છે (2)

         મારે અંબે માને દ્વાર આજે હિંચ લેવી છે.(2)

                                        હે હિંચ લેવી……….

                         ***********

                    વાદલડી વરસી રે

વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં,

સાસરીયામાં મ્હાલવું રે, પિયરીયામાં છુટથી રે.

મારા પગ કેરાં કડલા રે ,વીરો મારો લેવા હાલ્યો (2)

વીરા લઇ ને વ્હેલો (2) આવજે રે,માંડવીયા મારે ઘેર બેઠા.

મારા હાથ કેરી બંગડી રે, વીરો મારો લેવા હાલ્યો, (2)

વીરા લઇ ને વ્હેલો (2) આવજે રે,માંડવીયા મારે ઘેર બેઠા.

મારી નાક કેરી નથણી રે, વીરો મારો લેવા હાલ્યો (2)

વીરા લઇ ને વ્હેલો (2)આવજે રે,માંડવીયા મારે ઘેરે બેઠા.

મારો ડોક કેરો હાર રે, વીરો મારો લેવા હાલ્યો (2)

વીરા લઇ ને વ્હેલો (2) આવજે રે, માંડવીયા મારે ઘેરે બેઠા.

                     વાદલડી વરસી રે સરોવર છળી વળ્યાં..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

        

 

 

 

   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

 

ગરબાવલી – 2                                

 

 

 

 

 

 

 

 

 

 

 

 

       

 

 

 

 

        

 

 

 

   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

 

વિશે

I am young man of 77+ years

Posted in ગરબા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 621,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: