આકરી પરીક્ષા /સ્વરાજની લડતના તે દિવસો/મહાવીર ત્યાગી/સસ્તું સાહિત્ય

 સ્વરાજની લડતના તે દિવસો/મહાવીર ત્યાગી/સસ્તું સાહિત્ય

પાના: 39 થી 51

                        5.આકરી પરીક્ષા

       સને 1930ના મીઠા સત્યાગ્રહ પછી ગાંધી-ઇરવિન સંધિ અનુસાર સઘળા કૉંગ્રેસીઓને જેલમાંથી છૂટા કર્યા હતા. એ દિવસોમાં દહેરાદૂન પાસેના અજબપુર ગામમાં મેં એક ડેરી શરૂ કરી હતી. અમે પતિ-પત્ની તો કૉંગ્રેસના કામમાં રાત-દિવસ રોકાયેલાં રહેતાં હતાં અને અમારી ગાયો પોતાના જ મોંની લાળો ચાટીને પેટ ભરતી હતી. બિચારી ભૂખી ને તરસી દાંત કકડાવીને સમય પસાર કરતી હતી. એક દિવસ બાર શેર દૂધ આપતી એક ગાય એના વાછરડાંનું ઓશીકું બનાવીને પડી પડી લાંબી ગરદન કરીને મોટેથી ભાંભરતી હતી.અમે બંને ઘેર આવ્યાં ને જોયું કે એનું વાછરડું મરી ગયું છે. એ પવિત્ર, અગાધ અને નિર્દોષ પશુપ્રેમ અને આત્મિક વેદના અમારાથી સહન ન થઈ શકી. મા એની વાછરડીથી વિખૂટી પડવા તૈયાર નહોતી. બહુ મુશ્કેલીથી એને ખેંચીને છૂટી પાડી. પછી એને ઉપડાવીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે ગાય તાકીતાકીને એ બંધ દરવાજા તરફ જોતી રહી. અમે પાછા ફર્યા ત્યારે અમને જોઈને એણે એવું તો માથું ધુણાવ્યું , એવા તો પગ પછાડ્યા અને ‘મા-મા’ ની એવી તો રઢ લગાવી કે જાણે  આખા જગતનું માતૃત્વ રુદન કરી રહ્યું હોય નહીં ! માની મમતાને ધન્ય છે. શર્મદા પણ એને ગળે બાઝીને પોશ પોશ રોઈ, જાણે બે બહેનો વિલાપ કરતી ન હોય ! માર્‍એ માટે તો એ દૃશ્ય આજ પણ મંદિરની મૂર્તિની જેમ આરતી ઉતારવાને યોગ્ય છે.

                           તપાસ

       એક દિવસ મારા ઘરની તપાસનો હુકમ થયો. હું શહેરમાં આવ્યો હતો. પાછળ પોલીસ ગામમાં પહોંચી .  ઘરમા શર્મદા હતી. બીજો એક ક્રાંતિકારી મિત્ર હતો. બે –ત્રણ વર્ષથી એ કોઈ ચૂપા કાવતરાના કામમાં ‘રૂહપોશ’(છૂપો ફરતો) હતો. ભગવાં વસ્ત્ર પહેરીને સ્વામી અશોકાનંદના નામથી ઋષિકેશ વગેરે સ્થળોમાં કોઁગ્રેસનું કામ કરતો હતો. એનું અસલ નામ સોમેંદ્ર મોહન મુખરજી હતું, એની મને ખબર પડી ગઈ હતી. એક દિવસ મેં એને મારે ઘેર બોલાવી એની દાઢી પકડી લીધી અને કહ્યું કે , ઘણા દિવસોથી સ્વામીજી બનીને આશીર્વાદ દેતા આવ્યા છો, હવે નાના ભાઈની માફક ભાભીને પ્રણામ કરો, મુખરજી! મેં બળજબરીથી એની દાઢી કાતર લઈને કાપી નાખી .દાઢી મુંડાઈ ગઈ એટલે જણાયું કે એ તો નાનો નવજુવાન છે . બસ પછી એ મારી લૂખીસૂકી ભાખરીનો ભાગીદાર બન્યો . હું કટ્ટર ગાંધીવાદી રહ્યો એટલે મેં મુખરજી પાસેથી વચન મેળવી લીધું કે હવેથી એ કોઈ કાવતરા સાથે સંબંધ નહીં રાખે . ને હવે એ ચરખો પણ કાંતશે . એ તો તરત્ર જ કટ્ટર ગાંધીવાદી બની ગયો. કાવતરામાં જોડાયેલા માણસો માટે આ કઈં મુશ્કેલ વાત નહોતી. એ લોકો તો ગમે  તે બની  શકે છે.એ પણૅ મારો નાનો ભાઈ, મુનીમ ને મેનેજર –બધું બની ગયો હતો. એક દિવસ શહેરમાં આવી એણે મને કહ્યું કે, ‘પોલીસો આવ્યા હતા, આમતેમ ફરીને જતા રહ્યા.’ અમે લોકો જમી પરવારીને નિરાંતે ઉપરના ઓરડામાં સૂવા માટે ગયા . રાતના બાર વાગ્યા હશે , મેં નીચેનો દરવાજો ઊઘાડ્યાનો અવાજ સાંભળ્યો. આંખ ઊઘડી ગઈ. શું જોઉં છું? કોઈ વ્યક્તિ ચોરની માફક ચાલતી છાનીમાની અમારા ઓરડામાં ઘૂસી અને ઇશારાથી શર્મદાને જગાડી વરંડામાં જઈને ઊભી. શર્મદાએ મારા તરફ જોયું . હું આંખો મીંચી ગયો. પછી શર્મદા એના ખાટલા ઉપરથી અવાજ ન થાય એમ ઊઠી અને બહાર જઈને ચોરની થોડી વાત સાંભળી ; પછી ખાટલા ઉપર આવી સૂઈ ગઈ . તે દરમિયાન હું એની રજાઈમાં સરકી ગયો હતો . એ તો સમજતી હતી કે મારાથી એ વધારે હોશિયાર છે. પણ રજાઈમાં પગ નાખતાં જ એણે જોયું કે ચોરીમાં પણ હું એનો ગુરુ હતો. એ જેવી સૂતી તેવું જ મે એને પૂછ્યું કે , ‘પતિની પાસેથી ઊઠાવીને લઈ જવાનો જેને અધિકાર મળ્યો છે એવો આ યાર કોણ છે ? એણે કહ્યું : યાર-બાર તો તમારા હશે . ખબરદાર, જો એવી વાત ફરી બોલ્યા તો હું બાપુને લખી દઈશ . હું પણ જેલ જઈ આવી છું , હાં તમારાથી જે થાય તે કરી લો .હું એનું નામ નહીં બતાવું.’ પછી મેં એનો હાથ પકડી મરડવા માંડ્યો અને બોલ્યો :’બતાવ , નહી તો હાથ મરડી નાખીશ.’ કેટલીક  વાર સુધી તો એ હસતી રહી પછી બૂમ પાડીને કહ્યું : બતાવું છું , બતાવું છું . પણ સોગન લો કે મુખરજીને નહીં કહો.’ મેં કહ્યું : ‘જા, સોગન .’ પછી શર્મદાએ કહ્યું :’આજે બપોરે પોલીસોને અવાજ જેવો થયો કે મુખરજી ઘરના દરવાજા પાસે ગયા અને વૉરંટ જોઈને બોલ્યા :’હમણૅઅં બહાર ઊભા રહો. અદંર આવતાં પહેલાં. હું તમારી જડતી લઈશ. ભાઈસાહેબને ફસાવવા કોઈ ગેરકાયદેસરની ચીજ તો સાથે નથી લાવ્યા ને?’ પછી દોડીને એ અદંર આવ્યા અને એમના ઓરડામાંગયા. અને એક નેતરની ખુરશી બહાર જામફળી નીચે મૂકીને એ મારી તરફ ઝૂક્યા અને એકદમ મારી ચોળીને અંદર હાથ નાખ્યો . હું તો હાંફળીફાંફળી થઈ ગઈ અને વિચારવા લાગી કે આજે આનું મગજ બગડી ગયું લાગે છે. એટલામાં મારી છાતીમાં કૈંક ઠંડું ઠંડું લોખંડૅ જેવું દાખલ થતું લાગ્યું . હું સમજી કે છરો છે . મુખરજીનો હાથ ઝાટકતી હતી ત્યાં પળમાં સમજી ગઈ કે એમની પાસે લાઈસન્સ વિનાની પિસ્તોલ છે. એ છુપાવવા માટે એ આવી નાલાયકી સુધી ઊતર્યા છે . એમણે કહ્યું :’ભાભીજી,  આપ જામફળી નીચે ખુરશી પર બેસી જાવ અને છાપું વાંચ્યા કરો . જ્યારે પોલીસ અંદર આવે ત્યારે ચાવીનો ઝુમખો એમની તરફ ફેંકી દેજો .’ મારી છાતી ધકધક થતી હતી . ખુરશી પર તો બેસી ગઈ પણ મારી નજર ચોળી તરફ જતી હતી .ડર હતો કે હ્રદયના ધડકારાથી પિસ્તોલ તો નહીં હાલતી હોય ને ! અર્ધા કલાકમાં પોલીસ પાછી જતી રહી . મુખરજીને કહી દીધું કે ત્યાગીજીને કહેજો કે ચિંતા ન કરે જો કોઈ એવી તેવી ચીજ મળી હોત તોપણૅ અમે એની નોંધ કરવાના નહોતા . પોલીસના ગયા પછી મુખરજીએ મારા પગ પકડી લીધા ને મારું વચન લીધું કે તમારી સાથે હું પિસ્તોલની કોઈ ચર્ચા નહીં કરું : ‘મુખરજી, તમે તો આજે મારું ઘર બરબાદ કરવાની તૈયારી કરી હતી .’ એ પિસ્તોલને છુપાવવા શહેરમાં ચાલ્યા ગયા અને હમણાં એ કહેવા આવ્યા હતા કે પિસ્તોલ હરિધન બેનરજીને ઘેર મૂકી આવ્યો છું.’

 

                                મુખરજીનો  વનવાસ

એમ તો હું વચન આપી ચૂક્યો હતો . પણ પોતાનું મ્મોં કે પોતાનું મોં કે પોતાની પત્ની આગળ આપેલું વચન તોડવામાં લોકલાજ જતી નથી અને એ વચન તોડતાં વાર પણ લાગતી નથી. દિવસ ઊગતાં જ મેં મુખરજીને કહી દીધું કે તમે વિશ્વાસઘાત  કર્યો છે, એકદમ ઘર છોડી ચાલ્યા જાવ .મુખરજીએ તરત એનો બિસ્તરો ને પુસ્તકો બાંધી લીધાં , જતાં જતાં બોલ્યો : ‘ ભાભીજી , વંદન , ભાઈસાહેબ , વંદન અને ઊમીટુમી (ઉમા) અમરૂદ (જામફળી) ની બરોબર.’આમ કહી એ પડોશમાં એક મિત્ર ઘનશ્યામસિંહ રાવતને ત્યાં ચાલ્યો ગયો. રાવતજી પણૅ જેલ જઈ આવ્યા હતા . એમણે મુખરજીને ઘણા હેતથી રાખ્યા .મેં તો એને ઘરમાંથી કાઢી મૂક્યો હતો છતાં રોજ સવારે દરવાજાની બહાર ઊભો રહી કહેતો : ‘ભાઈસાહેબ , વંદન .’કોઈ કોઈ વાર હું પણ બહાર  આવી એની સાથે બે વાત કરતો. હું જિલ્લા કોઁગ્રેસ કમિટીનો પ્રમુખ અને એ મંત્રી હતો બન્ને પહેલાની જેમ શહેરમાં જવા સાથે સાથે નીકળતા , આખો દિવસ કામ કરતા અને રાતે પાછા ફરતા. મુખરજીએ કદી પણ એવું જણાવા દીધું નથી કે એના મનમાં મારા પ્રત્યે કોઈ અભાવ છે . એ જ પ્યારો સદભાવ અને એ જ અગાધ દેંશભક્તિ . એમ તો હું પણ માણસ હતો .ઠંડીની ઋતુ આવી . ઘરમાં ગરમ કપડાં તૈયાર થવા લાગ્યાં ત્યારે મને મુખરજી યાદ આવ્યો . બસ , શર્મદા અને હું બન્ને સાથે મળીને રાવત ઘનશ્યામસિંહને ઘેર ગયાં . જઈને પૂછ્યું :’મુખરજી ક્યાં છે ?’ જવાબ મળ્યો  ,’શહેરમાં ગયા છે.’ અમે એનો બિસ્તરો અને પુસ્તકો ઊઠાવી લાવ્યાં. અને એનો પહેલા એનો રૂમ જે રીતે ગોઠવેલો હતો તે રીતે  શર્મદાએ ફરીથી ગોઠવી લીધો . રાતે આઠ વાગે મુખરજી આવ્યો. મએ ઉપર હતાં . જેવો દરવાજો ઊઘાડ્યો કે અમે નીચે આવ્યાં . મુખરજી એક બંગાળી ગીત ગાતો ગાતો નાચી રહ્યો હતો. એ અમને જોઈને બોલ્યો :’ભાભીજી,મારા ઓરડામાં આવો.’ ત્યાં એક ભીંત ઉપર પેન્સિલથી લખેલી  તારીખ વાંચતાં એણે કહ્યું કે જતી વખતે એ પોતાના વનવાસની તારીખ ત્યાં લખીને  ગયો હતો. નવાઈની વાત હતી કે બરોબર એક વર્ષ પૂરું થયું ત્યારે એ જ તારીખે તમે મારો સામાન પાછો ઊઠાવી લાવ્યાં .’ હવે તો વિધિના લેખ ઉપર મારે પણ વિશ્વાસ કરવો પડશે . અમે પણ આશ્ચર્ય પામ્યાં.

                   

                              પરીક્ષા

ગાય-ભેંસ તો બધી વેચાઈ ગઈ હતી. બીજો નવો ધંધો શરૂ કરવા નહોતા પૈસા કે નહોતા. સમય અને શર્મદાએ સોગન લીધા હતા કે , હું કોઈની પાસેથી ઉધાર લઈશ નહિ . મારા જીવનમાં વધારેમાં વધારે મુસીબતના આ દિવસો હતા . જ્યારે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું , ત્યારે શર્મદાને એની માને ઘેર (ગામ નવાદા, જિલ્લો બિજનૌર) મોકલી  દીધી . રસોઈયાનો હિસાબ પણ ચૂકવી દીધો . હવે શર્મદાને  જવા મટે રેલગાડીની ટિકિટ ક્યાંથી લેવી ? ઉમાની ‘ગુલ્લક’ તોડી નાખી એમાંથી લગભગ પાંચ રૂપિયા ને થોડા છૂટા પૈસા મળ્યા . લાંબા વખત સુધી મિયાં-બીબી વચ્ચે એનો ઝગડો રહ્યો . એ કહેતી હતી કે બે રૂપિયા એ પોતે લઈ જાય ને બાકીના હું  રાખી લઉં. હું કહેતો હતો કે રેલગાડીની મુસાફરી છે, સાથે છોકરું છે, કોણ જાણે ક્યારે જરૂર પડે :બધા પૈસા તું લઈ જા . છેવટે મેં બે રૂપિયા રાખ્યા. સ્ટેશન ઉપર હું મૂકવા ગયો તો બન્નેની આંખમાં આંસુ આવી ગયાં . કોણ  જાણે શીયે ભાવનાઓ મનમાં આવી હશે. પાછા આવીને મેં પેલા બે રૂપિયા મુખરજીને સોંપ્યા. ને  મુખરજીને જવાબ દીધો કે , ‘ મહિનો તો નીકળી જશે .’ પણ હજી અમારે જેલ જવાની ત્રણ-ચાર મહિનાની વાર હતી . મેં કહ્યું :’જો આંતરે દિવસે કૂકર ચઢાવીએ તો પહોંચાશે ?’મુખરજીએ હિસાબમાંડ્યો :’તો ચાર મહિના સુધી ચાલી શકશે .’ મેં પૂછ્યું:’તો પછી?’એ બોલ્યો :’મંજૂર.’ એક દિવસ બંધ રાખી બીજે દિવસે કૂકર ચઢવા લાગ્યું કોઈ દિવસ ખીચડી તો કોઈ દિવસ દાળ-ભાત અને મરચાંની ચટણી. એ દિવસોમાં અમે ખેડૂતોના સંગઠનનું કામ ઊપાડ્યું હતું; કારણકે મહેસૂલબંધીનું આંદોલન ચલાવવાનું હતું. એક પ્રતિજ્ઞા કરી હતી કે, કોઈની મદદ નહીં લઈએ ને કોઈ પાસેથી ઉધાર નહીં માંગીએ. મુખરજી મને છોડવા તૈયાર નહોતો; કારણકે એની ભાભી એને કહીને ગઈ હતી:  ‘સારા દિવસોના સાથી છો, મુખરજી, માઠા દિવસોમાં તમારા ભાઈસાહેબનો સાથ છોડી ન દેતા.’રાતે દીવો સળગાવવો બંધ કર્યો હતો. એમ છતાં મુખરજી દરેક રૂમની અંદર જઈ એની ટોર્ચનું બટન દબાવી આવતો હતો. એની ભાભી એમ ન કહે કે તમે ઘરમાં દીવો પણ ના કર્યો. એક દિવસ સાંજે મુખરજીએ પૂછ્યું: ‘સરકારી ખજાનામાં કેવળ એક આનો રહ્યો છે. જહાંપનાહ હુકમ કરે તો બીડીનું એક બંડલ લઈ આવું.’મેં કહ્યું ‘છેલ્લા પૈસા ફૂંકી મારો, મુખરજી.’આ બાજુ શર્મદાના કેટલાય કાગળો આવ્યા હતા. એનો ઉત્તર લખવામાં પણ ઢીલ થઈ હતી. અમે બંને ચિંતામાં હતા, શું કરવું? મુખરજીને સૂઝ્યું કે જિલ્લા કોઁગ્રેસ કમિટીની બેઠક થવાની હતી, એની નોટિસ તો ભાભીજી ઉપર જશે જ. એ નોટિસની બીજી બાજુએ આપણે કુશળ જણાવી દઈશું. બસ મેં બે ચાર શબ્દો લખ્યા, બે-ચાર મુખરજીએ લખ્યા. પરંતુ ગરીબીમાં સૌથી વધારે દુ:ખ દે છે આપણું અંત:કરણ . એ કમબખ્ત બિલકુલ કટ્ટરપંથી બની જાય છે. કાગળ ટપાલમાં નાખી આવ્યા પછી મેં કહ્યું :’મુખરજી , પત્ર તો નાખ્યો પરંતુ કાઁગ્રેસનાં નાણાંનો આપણે દુરુપયોગ કર્યો લોકો કહેશે કે કાઁગ્રેસને પૈસે ઘરની ટપાલ લખાય છે. કરવું પણ શું ?ચોરીની ફિકર થાય તો તે થોડી ,પણ એને છુપાવવાની  ફિકર વધી ગઈ છે.’

 

                 ‘નારાયણ   હરિ’

વચમાં એક દિવસ શ્રી અલગૂરાય શાસ્ત્રી આવી ચડ્યા. મેરઠમાં એ કુમાર આશ્રમ ચલાવતા હતા અને લોકસેવક સંઘના સભાસદ હતા. દરવાજામાં દાખલ થતાં જ એમણે ‘નારાયણ હરિ’ ની ઘોષણા કરી. હું નાહવાની ઓરડીમાં હતો . એમનો અવાજ સાંભ્ળી મેં મુખરજીને કહ્યું:’જામફળીના ઝાડ નીચે ખુરશી મૂકી દો . હું હમણાં આવું છું.’મારા જતં પહેલાં જ મુખરજીએ ઘરનો તમામ હાલ શાસ્ત્રીજીને કહી દીધો હતો. કહી રાખ્યું હતુ કે,’ખીચડી તૈયાર છે .જોજો , ઘી કે એવું કાંઈ માગતા-કરતા નહીં, નહીં તો બ્રહ્મહત્યા થઈ બેસજો.’ હું બહાર નીકળ્યો અને અમે બંને બાથ ભીડીને ભેટ્યા . મેં કહ્યું: ‘મારી તબિયત ઠીક નથી, શાસ્ત્રીજી. આપ અને મુખરજી થોડી ખીચડી જમી લો.’ તોયે શાસ્ત્રીજીની જીદને લીધે હું પણ સાથે બેસી ગયો . હજી તો બે-ચાર કોળિયા મોંમાં મૂક્યા હશે કે શાસ્ત્રીજી રડી પડ્યા ને ઊંભા થઈ ગયા . કહે :’શર્મદા અને ઉમા વિના આ ઘરમાં હું જમી શકીશ નહીં. જો તમે એને તમારી સાથે ન રાખી શકો તો તમે મારી સાથે કુમાર આશ્રમમાં આવીને રહો.’ ભલા, એવું  કેમ બની શકે ? જે આંદોલન થવાનું હતું તેનો મોરચો અમારાં જિલ્લામાં હું તૈયાર કરતો હતો. શાસ્ત્રીજી નારાજ થઈને પગે ચાલતા નીકળી ગયા . મને એમની સાથે ચાલવા પણ ન દીધો.’ હું પરાયા છું તો પછી સાથે ચાલવાનો શો અર્થ !’ દેહરાદૂન શહેરમાં શાસ્ત્રીજી એમના એક મિત્ર શ્રી મિત્રસેન આઢતીને ત્યાં ઊતર્યા હતા. એ બંને શાહજહાંપુરની જેલમાં સાથે હતા.’ રાતે ખીરકચોરી ખાઈશું’ એમ એમને કહીને આવ્યા હતા. જ્યારે જમવાનો સમય  થયો ત્યારે એમણે મિત્રસેનને કહ્યું :’આજે તો ત્યાગીનો મહેમાન છું.’ મિત્રસેન કહે:’તો ચાલો, હું પણ ત્યાં જ જમી લઈશ . એમનું ઘર ઘણું રમણીય સ્થાન છે.’ પછી શાસ્ત્રીજી કહે :”પણ એમને ઘેર તો હવે પરમ દિવસે સવારે ખાવાનું  થશે.’ આખો વૃત્તાંત સાંભળીને લાલા મિત્રસેન ને ભારે દુ:ખ થયું એમણે શાસ્ત્રીજીની ક્ષમા એટ્લા માટે માગી કે એમને આ વાતની કશી ખબર જ નહોતી. બીજે દિવસે જેવો તડકો નીકળ્યો કે મિત્રસેન ,ઉગ્રસેન ,બેરિસ્ટર, લાલા ઉધોરામ અને શંકરલાલ આઢતી (હવે સ્વર્ગીય) સીધા અજબપુર આવી પહોંચ્યા. અને કહેવા લાગ્યા:’અમે જીવતા છીએ અને તમે ભૂખ્યા સૂઓ એ સહન થઈ શકતું નથી.’એક થેલી કાઢીને મારી સામે મૂકી દીધી . એમાં આશરે હજાર રૂપિયા હશે. મેં લાલા ઉગ્રસેનને  કહ્યું :’બેરિસ્ટર  સાહેબ , આ મારી પરીક્ષાના દિવસો છે. જૂના જમાનામાં અપ્સરાઓ તપોભંગ કરવા આવતી હતી; તમે પણ શુ6 આ બુઢાપામાં એ જ ધંધઓ શરૂ કરી દીધો  છે?’ એ મારા ગાઢ મિત્ર હતા , તેમને  રૂપિયા આપવાનો હક હતો ;પરંતુ એ દિવસોમાં અમે ગાંધીજીના દીવાના હતા , શાસન –સુધારાના મસ્તાના નહોતા. મેં થેલી ના લીધી એટલે એમણે કહ્યું : ‘ભેટના રૂપિયા છે. અમે  એને ઘેર પાછા તો નહીં લઈ જઈ શકીએ. કઁગ્રેસના ફંડમાં જમા કરી લો.’  એમ તો રોજ કઁગ્રેસના ફંડમાં કંઈ ને કંઈ રકમ એકઠી કરતા હતા; પણ ગરીબીએ આત્માને આસમાન પર ચઢાવી દીધો હતો . મેં કહી દીધું :’જ્યાં લગી કાઁગ્રેસનું ફંડ પણ બંધ રહેશે .’ એ લોકો બધા નિરાશ થઈને પાછા ગયા . શહેરમાં અમારા  પચાસ સત્યાગ્રહી સાથીદારો આશ્રમમાં ખાતા હતા. એમના ગુજારાની ચિંતા પણ શરૂ થઈ. મેં શહેરમાં જણાવી દીધું કે આજથી ફંડનું કામ બંધ થાય છે. માત્ર આશ્રમની સહાયતા મટે શાકભાજીવાળા શાકભાજી આપે અને આટો , દાળ કે લાકડાંવાળા વારફરતી એમની વસ્તુઓ મોકલે . લોકોએ સીધાપાણીનો વરસાદ વરસાવ્યો. અને એ દિવસ પછી આશ્રમવાળાઓને સારામાં સારું ભોજન મળવા લાગ્યું એક દિવસ ઘણી ભૂખ લાગી કે પછી નિયત ડગી ગઈ ,મેં મુખરજીને કહ્યું: ‘સાથીદારો જોડે આશ્રમમાં જ ખાઈ લઈએ.’ બસ, એ દિવસે ત્યાં જ ખાઈ લીધું. ઘણા દિવસ પછે સ્વાદિષ્ટભોજન મળ્યું હતું. ઘણું ખાધું. બીજો દિવસ કૂકરનો હતો , છતાં એને ખોલી નાખ્યું. પરંતુ હવે સારું ખાવાનું મળે એવી ઇચ્છા તીવ્ર બની હતી. દિવસે શહેરમાં જઈને મારા સાથીદાર શ્રી ગૌતમદેવ શરાફને ઘેર ચિઠ્ઠી લખી મોકલી કે , બે થાળી બનાવી આશ્રમમાં મોકલી આપો. એમણે તો ઘણા પ્રેમથી ચોપડા, ફૂલકાં, બાસમતીના ચોખા ,દાળ, શાક અને કઈક ગળ્યું ખાવાનું પણ સાથે મોકલી આપ્યું.ખાતાં ખાતાં શર્મદા અને ઉમાની યાદ આવી ગઈ. બસ, અડધું ખાઈને જ ઊભો થઈ ગયો. યોગનો ભંગ તો થઈ ચૂક્યો હતો. પરંતુ એમના સ્મરણથી એ ફરી તાજો થયો. એ દિવસથી આડીઅવળી રીતો બંધ કરીને ફરી પાછા ત્રીજે દિવસે ‘કૂકર’વાળી પદ્ધતિપર અમે આવી ગયા. દશપંદર દિવસ પછી બિજનોર મારી જમીનનો નાનો સરખો ટુકડો વેચાઈ ગયો. એના લગભગ ત્રણ હજાર રૂપિયા મળ્યા. એ દિવસો સિલોન(લંકા) થી કમલાભાભ્હી (સ્વર્ગીય કમલા નેહરુ) નો એક પત્ર આવ્યો. એ દિવસોમાં પં.જવાહરલાલ નેહરુ અને કમલાભાભી લંકામાં ભ્રમણ કરી રહ્યાં હતાં. એ પત્રની સાથે પચાસ રૂપિયાનો ચેક પણ બીડ્યો હતો. અને લખ્યું હતું કે એ ચેક ઉમા માટે હતો. ‘એનો સ્વીકાર કરવામાં તમે આનાકાની નહિ કરો.’એવી આશા પણ જણાવી હતી. ચૅક હતો તો ખરુ6 જોતાં મારે માટે. રકમ પણ  નાની  સરખી હતી જેથી એ સ્વીકારતાં હું અચકાઉં નહીં. મેં ચૅક તો રાખી લીધો હતો. એને વટાવ્યો નહીં. અને જવાહરલાલજીને લખી દીધું કે, કમલાભાભીએ એવા  વખત ઉપર સહાય કરી છે કે મારામાં પત્ર લખવાની શક્તિ પણ રહી નહોતી.’ જેવા ત્રણ હજાર રૂપિયા હાથમાં આવ્યા કે તરત જ મુખરજીએ શર્મદાને તાર કર્યો: ‘દિવસ પાછો ઊગ્યો છે, તમે જલ્દી આવી જાવ.’એ હતી તો એની માને ઘેર પણ ત્યાંય ખાતી હતી શું—ચિંતા અને નિરાશા. જેવો અમારો તાર પહોંચ્યો કે બીજી જ ગાડીએ તે દહેરાદૂન આવી પહોંચી. ઉમાને ખવડાવતાં ખવડાવતાં અમે ઘેર આવ્યાં. ફરી હાર્મોનિયમ વાગવા લાગ્યું. ફરી ખીર અને શીરો થવા લાગ્યો. ફરી ઘર વસ્યું, ફરી વાળમાં તેલ અને જોડા ઉપર પૉલિશ લાગવા માંડ્યાં, પરંતુ આજે એ બિચારી નથી. એટલે એક શેરયાદ આવે છે:

              મુદ્દત હુઈ ઈસ હાદસયે ઇશ્ક કો લેકિન,

              અબ તક હૈ દિલ કે ધડકન કી સદા યાદ. 

——————————————————————————- 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in આઝાદીની લડાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: