ગીતાધ્વનિ :કિશોરલાલ ઘ. મશરૂવાળા// અધ્યાય: 14 મો//ત્રિગુણ નિરૂપણ

gita4ko8GITADH-14

ગીતાધ્વનિ 

[નોંધ:કિશોરલાલ ઘ. મશરૂવાળા રચિત  ‘ગીતાધ્વનિ’(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)  પહેલીવાર 1934માં પ્રસિદ્ધ થયું  2009 સુધીમાં તેની કુલ 2,40,000પ્રત છપાઈ. આ પુસ્તક નવજીવન ટ્રસ્ટ તરફથી રાહત દરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ]

                                                અધ્યાય: 14 મો

                                      ત્રિગુણ નિરૂપણ

શ્રી ભગવાન બોલ્યા–

જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું:

જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં.        1

આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,

સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે.          2

મારું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;

તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે.           3

સર્વ યોનિ વિષે જે જે વ્યક્તિઓ જન્મ પામતી,

તેનું ક્ષેત્ર મહદ્ બ્રહ્મ,પિતા હું બીજદાયક.             4

તમ, રજ તથા સત્ત્વ, –ગુણો પ્રકૃતિથી થયા;

તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિષે.            5

તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષહીન, પ્રકાશક;

તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાન ને સુખે.         6

તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;

દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં કરી.           7

મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;

દેહીને બાંધતો તે તો નિદ્રા—પ્રમાદ—આળસે.        8

સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;

ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ.            9

રજ—તમ દબાવીને સત્ત્વ ઉપર આવતો;

રજોગુણ તમો—સત્ત્વ, તમ તે રજ—સત્ત્વને.        10

જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઇન્દ્રિયે,

ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો.          11

કર્મે પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,

રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં.         12

પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસે પ્રમાદ, મૂઢતા;

તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં.        13

સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;

ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લોક મેળવે.        14

કર્મસંગી વિષે જન્મે, તમમાં લય પામતાં.           15

કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;

રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ.              16

સત્ત્વથી ઊપકે જ્ઞાન, રજથી લોભ ઊપજે;

પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ.            17

ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;

હીનવૃત્તિ તમો ધર્મી, તેની થાય અધોગતિ.          18

ગુણો વિના ન કર્તા કો, જ્યારે દૃષ્ટા પિછાણતો,

ત્રિગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને.           19

દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;

જન્મ—મૃત્યુ—જરા—દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે.      20

 

અર્જુન બોલ્યા—

ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?

હોય આચાર શો તેનો? કેમ તે ત્રિગુણો તરે?         21

 

શ્રી ભગવાન બોલ્યા–

જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ—તેના ધર્મો શરીરમાં

ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કરે સ્પૃહા.            22

જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં.

વર્તે ગુણો જ જાણીને, રહે સ્થિર ડગે નહીં.           23

સમ સુખેદુ:ખે, સ્વસ્થ, સમલોષ્ટાશ્મકાંચન:

સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં.          24

 

સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;

સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે.           25

અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;

તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે.         26

અમૃત—અક્ષર—બ્રહ્મ, ને એકાંતિક જે સુખ;

તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું.         27

——————————————————————-        

 

  

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: