મોતની મુરવ્વત/ દિલની વાતો-1/રસિક ઝવેરી

di_ni_vato(1)

Dilneevaato-43

મોતની મુરવ્વત

દિલની વાતો-1/રસિક ઝવેરી

     

            ઇશ્વરે આપણને  જે રૂપાળો માનવદેહ આપ્યો છે, સારા-સારનો વિચાર કરવાની જે વિવેકબુદ્ધિ આપી છે, જીવનમાં જે સુંદરતમ છે એને ઓળખીને એમાંથી નીપજતી પ્રસન્નતા અને સૌંદર્યનો આનંદ માણવાની જે આગવી શક્તિ આપી છે, એ બધાનો આપણે પૂરો ઉપયોગ કરી શકીએ છીએ ખરા? એવો સવાલ આપણી જાતને પૂછવાની જો કદી નવરાશ મેળવી શકીએ; જન્મ અને મૃત્યુને સાંકળી લેતું માનવજીવન કેવું અટપટું વહે છીનો જો સ્વસ્થ ચિત્તે બેસીને વિચાર કરી શકીએ,તો આપણા અને આપણી સાથે સંકળાયેલા અનેકનાં જીવનની શુદ્ધિ—અશુદ્ધિની એકધારી પ્રસંગપરંપરાઓ સ્મૃતિપટ પર વહેતી થશે. માનવજીવનની મોટામાં મોટી કરુણતા એ છે કે , કસ્તૂરીમૃગની જેમ, જે આનંદની મહેક એના પોતાના અણુમાંથી ફોરી રહી છે એને એ બહાર શોધવાનાં ફાંફાં મારે છે અને જીવનશક્તિને વેડફીને હતાશા અનુભવે છે. જીવનનો ખરો આનંદ તો છે આપવામાં. મા અને બાળક વચ્ચેનો સંબંધ એનું ઊંચામાં ઊંચું ઉદાહરણ છે. શિશુને પોતાના ઉદરમાં સંઘરીને અને પ્રસૂતિની વેદના ખમ્યા પછી એને પહેલું સ્તનપાન કરાવીને જનેતા ધન્યતા અનુભવે છે, ત્યાર પછી એ નિર્વ્યાજ સ્નેહથી બસ જિંદગીભર આપ્યા જ કરે છે ને એમાંથી જીવનનો આનંદ મેળવી લે છે. બીજા માટે કંઈક કરી છૂટવાની તમન્ના ઉપર જ વિશ્વનો પાયો રચાયો છે. ધનદોલત અને સાધનો હોય તો જ આ બધું થઈ શકે એવું યે નથી. શ્રમ અને નિષ્ઠાની મૂડી પર મુસ્તાક રહીને પણ માનવી ઘણું ઘણું અર્પણ કરી શકે છે.

            મને આજે જીવણલાલભાઈની વાત યાદ આવે છે. મારા મિત્ર યુસુફ મહેરઅલીને ત્યાં જીવણલાલનો પ્રથમ પરિચય થયો. એ વખતે એક વિદેશી નટમંડળીના બર્નાર્ડ શૉના નાટકો મુંબઈમાં ભજવાઈ રહ્યાં હતાં. અમે નાટક જોવા સાથે ગયેલા અને પછી હું મહેરઅલીને ત્યાંજ રોકાઈ ગયો. રાતે એક વાગ્યે કાળા સીસમ જેવા વાનવાળા જીવણભાઈએ મહેરઅલીનો દરવાજો ઠોક્યો. આવીને ઊભા ઊભા જ કહે, ‘ઉતાવળ છે. પચીસ રૂપિયા આપો. સામાન લાવવા ખૂટે છે.’મહેરઅલીએહરફ ઉચ્ચાર્યા વિના પૈસા ગણી દીધા. વળી પૂછ્યું, ‘વધારે જોઈશે?’જીવણભાઈ કહે, ‘ના.’

ને આભાર માનવાની કડાકૂટમાં પડ્યા વિના કહે, ‘બની શકે તો ટુવાલ નાખો ખભે ને ચાલો. જણ ટૂંકા છે. જરૂર પડશે.’મહેરઅલી તૈયાર થઈ ગયા.મનેયે ભેળો લીધો. એ વખતે ઓળ્ખાણ કરાવતાં એણે કહ્યું, ‘જીવણલાલ તો મડદાનો મરતબો જાળવનાર ઓલિયો છે. કોઈ વાર તારી પાસે આવી રીતે પૈસા માગે તો સવાલજવાબ કર્યા વિના જોગવાઈ કરી આપજે.’

            જીવણલાલ મધ્યમવર્ગના નીચલા ઘરના માનવી. ત્રીસ વરસ સુધી કાપડ માર્કેટમાં એક જ શેઠને ત્યાં નોકરી કરી. ચાર ચોપડીનું ભણતર. બાકી તો હૈયાઉઅકલતનું ગ્યાન. પોતાની માને હરદ્વાર જાત્રા કરવા લઈ ગયેલા અને ત્યાં ડોસીનું અવસાન થયું, સ્મશાને પહોંચાડવા માટે ડાઘુ ભેગા કરવા જીવણલાલને અજાણ્યા ગામમાં ઠેરઠેર ભટકવું પડ્યું. રામકૃષ્ણ મિશન સેવાશ્રમની મદદ લેવી પડી. ડૉક્ટરે અર્ટિફિકેટ આપવાનાં ગલ્લાંતલ્લાં કર્યાં. પોલીસે ઠીક ઠીક હેરાન કરેલા અને મડદુંચીરવા સુધીની નોબત આવેલી. જીવણલાલ ભડ માણસ. ગમે તેમ સંજોગોમાંથી રસ્તો કાઢી પ્રસંગ સાચવી લીધો. પણ તે દિવસથી મનમાં એક ગાંઠ પડી ગઈ. કોઈની મરણહાક સાંભળે ને જીવણલાલ પહેલા હાજર થઈ જાય. અનેક નોધારાંનાં મોત જીવણલાલે સુધારી દીધાં. કોઈ આપઘાત કે અકસ્માતનો કિસ્સો હોય તો જીવણલાલ ભાંગ્યાના ભેરુ બની રહે. ઇસ્પિતાલમાં જાય, જ્યુરી હાઉસમાં દોડે, પોલીસમાં ધક્કા ખાય, સામાને હિંમત આપે અને કામ ઊકલે ત્યાં લગી ખડેપડે હાજર રહે. પોલીસ ચોકી અને કોરોનરની કોર્ટ જેવાં લાગણીહીન સ્થળોએ પણ જીવણલાલ માટે આદર જોયો. ગરીબ માણસ પાસે ખાપણની જોગવાઈ ના હોય તો જીવણલાલ માગીતાગીને પૈસા ઊભા કરે. જ્યાં નોકરી કરતા એ પેઢી પર શેઠનો હુકમ કે જીવણલાલ માગે ત્યારે ચડતે પગારે રજાની છૂટ. જીવણલાલનું અવસાન થયું ત્યારે કાપડ મારકેટે અણોજો પાળેલો. એમના ઉઠમણામાં મંબાદેવીમાં પાંચસો-સાતસો જણ હાજર હતા.             

            ઓળખાણ થયા પછી તો મને જીવણલાલમાં રસ પડ્યો અને નિકટથી જોયા. સદા નિજાનંદમાં મસ્ત. એની વાતોમાં નિરંતર સાત્ત્વિકતાનો રણકો સંભળાય. રામચરિતમાનસ આખું મોઢે. સૂરદાસ, અખો, ધીરો, જીવણઅને નાનકનાં પદો ગાય અને જ્ઞાનની એવી એવી વાતો સંભળાવે કે આપણે અજબ થઈ જઈએ. વાતમાં વાત જુઓ તો આટલી જ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર, મોતની અદબ જાળવીને મરણટાણે કાંધ દેવાનું કર્તવ્યકર્મ એમણે અપનાવી લીધું અને એને વળગી રહેવાનો જીવનધર્મ નિષ્ઠાપૂર્વક બજાવ્યે રાખ્યો. કોઈ કામના નહિ  ને ફળની લાલસા નહિ. મોતની મહેફિલમાંથી એમણે જીવનાનંદ મેળવી લીધો.            

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: