ગીતાધ્વનિ: અધ્યાય: 4થો: જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ

gita4ko8

ગીતાધ્વનિ  

[નોંધ:કિશોરલાલ ઘ. મશરૂવાળા રચિત  ‘ગીતાધ્વનિ’(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)  પહેલીવાર 1934માં પ્રસિદ્ધ થયું  2009 સુધીમાં તેની કુલ 2,40,000પ્રત છપાઈ. આ પુસ્તક નવજીવન ટ્ર્સ્ટ તરફથી રાહત દરે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ]

                                       અધ્યાય: 4થો 

               જ્ઞાન દ્વારા કર્મનો સંન્યાસ

શ્રીભગવાન બોલ્યા–

 પૂર્વે આ અવ્યયી યોગ મેં વિવસ્વાનને કહ્યો,

તેણે તે મનુને ભાખ્યો, તેણે એક્ષ્વાકુને કહ્યો.           1

એમ પરંપરાથી તે જાણ્યો રાજર્ષિએ ઘણા,

લાંબે કાળે પછી લોકે લોપ તે યોગનો થયો.          2

તે જ મેં આ તને આજે કહ્યો યુગ પુરાતન,

 ભક્ત મારો, સખાયે તું, તે આ રહસ્ય ઉત્તમ.         3

અર્જુન બોલ્યા—

પૂર્વે જન્મ્યા વિવસ્વાન, તમારો જન્મ હાલનો;

તો કેમ માનું કે તેને તમે જ આદિમાં કહ્યો?           4

શ્રી ભગવાન બોલ્યા–

વીત્યા જન્મો ઘણા મારા,તારાયે તેમ, અર્જુન;

 હું જાણું છું બધા તેને, તું તેને જાણતો નથી.          5

અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઈશ્વરે છતાં,

ઊપજું આત્મમાયાથી મારી પ્રકૃતિ પેં ચડી             6

જ્યારે જ્યારે જગે થાય ધર્મની ગ્લાનિ, ભારત,

 અધર્મ ઊભરે ત્યારે પોતાને સરજાવું હું.        7

સંતોના રક્ષણાર્થે ને પાપીના નાશ કારણે,

 ધર્મની સ્થાપના કાજે ઊપજું છું યુગે યુગે.            8

મારાં જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી

 જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે મ’ને જ તે. 9

વીત-રાગ-ભય-ક્રોધ, મ’ને આશ્રિત હું—મય,

જ્ઞાન-તપે થઈ શુદ્ધ, પામ્યા મદ્ ભાવને ઘણા.   10

જે મ’ને આશરે જેમ, તેને તેમ જ હું ભજું;

અનુસરે મનુષ્યો સૌ સર્વથા મુજ માર્ગને.        11

[ભજું—ફળું, પ્રગટું, જણાઉં]

 ઇચ્છતા કર્મની સિદ્ધિ દેવોને પૂજતા જનો;

શીઘ્ર જ કર્મની સિદ્ધિ થાય માનવલોકમાં.             12

 ગુણ ને કર્મના ભેદે સર્જ્યા મેં ચાર વર્ણને;

 હું અવ્યય અકર્તા તે, જાણ, કર્તાય તેમનો.           13

ન મ’ને લેપતાં કર્મો, ન મ’ને ફળમાં સ્પૃહા;

 જે મ’ને ઓળખે એમ, તે ન બંધાય કર્મથી.           14

આવા જ્ઞાને કર્યું કર્મ પૂર્વેનાયે મુમુક્ષુએ;

 કર કર્મ જ, તેથી, તું, પૂર્વજો જે કરી ગયા.           15

પંડિતોયે મૂંઝાતા કે કર્મ શું ને અકર્મ શું;

તેથી કર્મ કહું જેને જાણ્યે છૂટીશ પાપથી.              16

કર્મનું જાણવું મર્મ, જાણવુંયે વિકર્મનું;

જાણવું જે અકર્મેયે, ગૂઢ છે કર્મની ગતિ.         17

કર્મ—ધર્મ, શાસ્ત્રે મંજૂર કરેલું કર્મ; અકર્મ—અધર્મ, શાસ્ત્રે મના કરેલુ6 કર્મ. વિકર્મ—આ શબ્દ માત્ર આ જ શ્લોકમાં ગીતામાં વપરાયો છે. કોઈ તેનો અર્થ બીજાનું કર્મ= પરધર્મ કરે છે; કોઈ વિશેષ કર્મ= ખાસ ધર્મ કરે છે; કોઈ કર્મ= ધર્મ ન આચરવો—કર્મત્યાગ કરે છે. અને કોઈ વિપરીત કર્મ—શાસ્ત્રે કહ્યું હોય તેનાથી ઊંધું કર્મ એવો કરે છે. ફરીથી તે શબ્દ આવતો ન હોવાથી, અર્થનો નિશ્ચય કરવો કઠણ છે, અને બિનજરૂરી પણ છે. ]

 

અકર્મ કર્મમાં દેખે, કર્મ દેખે અકર્મમાં;

બુદ્ધિમાન્ તે મનુષ્યોમાં , યોગી તે પૂર્ણ કર્મવાન્.       18

જેના સર્વે સમારંભો કામ-સંકલ્પ-હીન છે;

તે જ્ઞાનીનાં બળ્યાં કર્મો જ્ઞાનાગ્નિથી બુધો કહે.  19

[કર્મ, ધર્મ અને આરંભ ત્રણે શબ્દો ઘણુંખરુંગીતામાં એક જ અર્થમાં વપરાયા છે.]

છોડી કર્મ ફલાસક્તિ, સદા તૃપ્ત, નિરાશ્રયી,

 પ્રવર્તે કર્મમાં તોયે કશું તે કરતો નથી.           20

 મનબુદ્ધિ વશે રાખી, તૃષ્ણાહીન, અસંગ્રહી,

કેવળ દેહથી કર્મ કર્યે પાપ ન પામતો.                  21

સંતુષ્ટ જે મળે તેથી, ના દ્વંદ્વ નહીં મત્સર,

 સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય, તે ન બંધાય કર્મથી.            22

છૂટ્યો સંગ, થયો મુક્ત, જ્ઞાનમાં સ્થિરચિત્તનો,

યજ્ઞાર્થે જે કરે કર્મ, તે સર્વ લય પામતું.           23

બ્રહ્માર્પ્યું બ્રહ્મનિષ્ઠે જે બ્રહ્માજ્ય બ્રહ્મ-અગ્નિમાં,

 બ્રહ્મકર્મની નિષ્ઠાથી બ્રહ્મરૂપ જ થાય તે.         24

[અન્વય—બ્રહ્મનિષ્ઠે જે બ્રહ્માજ્ય (0રૂપી ઘી) બ્રહ્માગ્નિમાં બ્રહ્માર્પ્યું(= 0માં અર્પણ કર્યું), તે બ્રહ્મકર્મની નિષ્ઠાથી(=0ની લીધે) બ્રહ્મરૂપ જ થાય. ]

કોઈ યોગી કરે માત્ર દેવ-યજ્ઞ ઉપાસના;

કોઈ બ્રહ્માગ્નિમાં યજ્ઞ યજ્ઞ વડે જ હોમતા.              25

[દેવોના યજ્ઞ દ્વારા ઉપાસના]

શ્રોત્રાદિ ઇન્દ્રિયો કોઈ હોમતા ઇન્દ્રિયાગ્નિમાં;

શબ્દાદિ વિષયો કોઈ હોમતા ઇન્દ્રિયાગ્નિમાં.            26

[સંયમાગ્નિ—કુમાર્ગથી ઇન્દ્રિયોને રોકવા રૂપી તપોયજ્ઞ: ઇન્દ્રિયાગ્નિ—સુમાર્ગે ઇ ન્દ્રિયોને કેળવવા રૂપી સ્વાધ્યાય યજ્ઞ.]

કોઈ સૌ ઇન્દ્રિયોનાં ને પ્રાણોનાં કર્મ હોમતા

 જ્ઞાનથી અગ્નિ ચેતાવી આત્મસંયમયોગનો.            27

[આત્મા(ચિત્ત)નો (ધારણા ધ્યાન-સમાધિવાળો) સંયમરૂપી યોગ.]

દ્રવ્ય, તપ તથા યોગ, સ્વાધ્યાય, જ્ઞાન સાધને,

જુદા જુદા કરે યજ્ઞો, વ્રત-સજ્જ, પ્રયત્નવાન.           28

અપાને પ્રાણને હોમે, તથા પ્રાણે અપાનને,

 અપાન-પ્રાણને રોકી પ્રાણાયામ ઉપાસકો.             29

આહાર નિયમે આણી કો હોમે પ્રાણ પ્રાણમાં;

 યજ્ઞથી પાપ  ટાળેલા યજ્ઞવેત્તા બધાય આ.            30

યજ્ઞશેષસુધાભોગી પામે બ્રહ્મ સનાતન;

 આ લોકે ના વિનાયજ્ઞ, તો પછી પરલોક ક્યાં?             31

[યજ્ઞની પ્રસાદીરૂપી અમૃત(આત્મજ્ઞાન)ના ભોગી. ]

 

બહુ પ્રકારના આવા વેદમાં યજ્ઞ વર્ણવ્યા;

 સૌ તે કર્મે થતા જાણ, એ જાણ્યે મોક્ષ પામશે.        32

દ્રવ્યોના યજ્ઞથી રૂડો જાણવો જ્ઞાનયજ્ઞને;

 જ્ઞાનમાં સઘળાં કર્મ પૂરેપૂરાં સમાય છે.              33

નમીને, પ્રશ્નપૂછીને, સેવીને જ્ઞાન પામ તું;

જ્ઞાનીઓ તત્ત્વના દ્રષ્ટાતને તે ઉપદેશશે.              34

જે જાણ્યેથી ફરી આવો તને મોહ થશે નહીં;

જેથી પેખીશ આત્મામાં –મુજમાં ભૂતમાત્ર તું.                35

હશે તું સર્વ પાપીમાં મહાપાપીય જો કદી,

તોયે તરીશ સૌ પાપ જ્ઞાનનૌકા વડે જ તું.                  36

 જેમ ભભૂકતો અગ્નિ કરે છે ભસ્મ કાષ્ઠ સૌ,

 તેમ ચેતેલ જ્ઞાનાગ્નિ કરે છે ભસ્મ કર્મ સૌ.                 37

નથી જ જ્ઞાનના જેવુ6 પવિત્ર જગમાં કંઈ;

 સિદ્ધ્યોગી, યથાકાળે, જાણે તે આત્મમાં સ્વયં.             38

મેળવે જ્ઞાન શ્રદ્ધાળુ, જે જિતેન્દ્રિય, તત્પર;

 મેળવી જ્ઞાનને પામે શીઘ્ર પરમ શાંતિને.                   39

અજ્ઞાની ને અશ્રદ્ધાળુ. સંશયીનો વિનાશ છે;

 આ લોક, પરલોકે ના, સુખે ના સંશયી લહે.                40

 યોગથી કર્મને છોડ્યાં, જ્ઞાનથી સંશયો હણ્યા,

 એવા આત્મવશીને તો કર્મો બાંધી શકે નહીં.                41

 માટે અજ્ઞાનથી ઊઠ્યો આ જે હ્રદય-સંશય,

 જ્ઞાનખડ્ગે હણી તેને યોગે થા સ્થિર, ઊઠ તું.         42

================================================

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: