જય શ્રી બદરીવિશાલ… //સ્નેહલ.ન.મુઝુમદાર

logo-download

JAY SHREE BADARIVISHAL…..

જય શ્રી બદરીવિશાલ… //સ્નેહલ.ન.મુઝુમદાર

[જન્મભૂમિ-પ્રવાસી, રવિવાર //28.07.2013// ‘મધુવન’ પૂર્તિ// તીરકીટધા//પાનું:1]

     કેદારનાથથી  કાકા કાલેલકર, સ્વામી આનંદ અને અનંત મરઢેકરની ત્રિપુટી બદરીનાથ ગઈ અને ત્યાંના મંદિરમાં બનેલો પ્રસંગ કાકાસાહેબના શબ્દોમાં:

            “એ ભીડમાં એક મારવાડી યુવતી એક નાનકડી થાળીમાં બદામ,સાકર, કિસમિસ, ચંદન, કપૂર વગેરે અનેક પૂજાદ્રવ્યો ભરીને પ્રવેશ શોધતી હતી. એટલામાં કોકનો ધક્કો લાગ્યો, હાથમાંથી થાળી પડી ગઈ. થાળી પડતાં વેંત જાણે હૈયામાં તીર ભોંકાયું હોય તેમ એ બાઈ એક ક્ષણ સ્તબ્ધ થઈ, બીજી જ ક્ષણે રડી પડી અને એ કેમ ન રુએ? એણે સાકરનો એકેએક ગાંગડો વીણીવીણીને પસંદ કર્યો ન હતો? એકેએક બદામ ઉત્તમ પુષ્ટ જોઈને લીધી ન હતી?પોતાને હાથે ચંદન અને કેસર ઘસીઘસીને એનો લેપ બનાવ્યો ન હતો? બદરીનારાયણને આ બધું ચડાવીશ એવા સંકલ્પથી એ બધું ભેગું કરી પોતાના જીવ જેવું સાચવી રાખી એ અહીં સુધી લઈ આવી હતી. એ પૂજાદ્રવ્ય પાછળ કેટલું ધ્યાન, કેટલી ભક્તિ, કેટલો આનંદ સમાયેલાં હતાં  ! ધન્યતાની પળે જ એ હાથમાંથી પડી ભગવાનને બારણે વેરાઈ જાય એના કરતાં વધારે આપત્તિ કઈ ? કેટલું એનું દુ:ખ ! કેટલો વિલાપ ! મારું હૈયું પીગળ્યું. હું પાસે ગયો. એ બાળાની ભક્તિની આગળ મારું માથું નીચું નમ્યું. મેં એને કહ્યું.

      ‘બહેન, આ વૃથા શોક શા માટે કરો છો? પૂજારીના હાથે આ ભોગ અંદર ન પહોંચ્યો એટલા માટે? તમે ભૂલો છો. અહીંનો એકેએક પથરો પવિત્ર છે, પાવન છે અને ભગવાનનાં બારણાંના આ પગ તળેના પથરા ! કોણ જાણે કેટલા સંત, મહંત, સાધુ, સત્પુરુષોનાં ચરણસ્પર્શથી પુનિત થયા હશે ! ભગવાનને એ પૂજારીને હાથે તમારો ભોગ સ્વીકારવો ન હતો, તમારે હાથે જ એ લેવો હતો એટલે આમ થયું. તમારી ભક્તિ ઉપર તમારો વિશ્વાસ હોવો જોઈએ.’ એવું એવું મેં ઘણું કહ્યું. બાળા શ્રદ્ધાની નજરે મારા તરફ જોતી જ રહી.        

            વેરાયેલી બદામ અને સાકર ભેગાં કરી ભગવાનના પ્રસાદ તરીકે મેં એને સોંપી દીધાં અને કહ્યું, ‘જા બહેન, હવે સુખેથી ઘરે જા, ભગવાનની કૃપા વિશે મનમાં શંકા આણીશમા.’ભોળી બાળા ! મેં જેટલું કહ્યું તેટલું બધુંયે એણે સાંભળ્યું. શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું. આંસુ લૂછી લીધાં અને ‘જય બદરીવિશાલ કી જય’ એમ કહીને એ ત્યાંથી ગઈ. એ ગઈ પણ અમ્ને ભક્તિની દીક્ષા આપીને ગઈ. નારીહ્રદયમાં કેટલી શ્રદ્ધા હોય છે, કેટલી ભક્તિ હોય છે, કેટલી ઉત્કટતા હોય છે, એનું દર્શન કરાવી એ ગઈ. મને બદરીનારાયણનું દર્શન મૂર્તિમાં થયું એ કરતાં એ ભોળી મારવાડી બાળામાં વધારે થયું.’

            તો સુજ્ઞ વાચક ! જ્યાં લગી ઉત્તરાખંડ સદેહે જવાનું શક્ય ન બને ત્યાં સુધી એના વર્ણન માટે કાકાસાહેબને વાંચો, સ્વામી આનંદને વાંચો અને વધુ રસ હોય તો બન્નેના વર્ણનનો ડૉ.કેતકી બલસારીનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ વાંચો.પેલું જૂનું ગીત છે “આવો તોય સારું, ના આવો તોય સારું. તમારું સ્મરણ છે તમારાથી સારું… ”ક્યારેક ભીતિ છે કે તીર્થક્ષેત્રો જોયાં પછી એમ કહેવાનું મન થાય કે  “તમારું વર્ણન છે તમારાથી સારું…” પરંતુ ભીતિ પ્રવાસીને હોય, યાત્રાળુને નહીં. ડાહ્યા માણસોએ કહી જ રાખ્યું છે કે તનથી કરો એ પ્રવાસ, મનથી કરો એ યાત્રા.

========================================  

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
3 comments on “જય શ્રી બદરીવિશાલ… //સ્નેહલ.ન.મુઝુમદાર
  1. vimala કહે છે:

    mane kaka sahib no HIMALAYNO PRAVAs pustak maltu nathi.koi nee jan ma hoy to janavva vinanti.maru e-mail ID:vimala14@hotmail.co

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: