ગીતાના આશ્વાસનો–

 

ગીતાના આશ્વાસનો–gita4ko8

શ્લોકો:

અધ્યાય:2/38         અધ્યાય:6/30, 40.   અધ્યાય: 9/22,30,31.

અધ્યાય: 10/9,10,11. અધ્યાય: 11/33,34.  અધ્યાય: 12/6,7.

અધ્યાય: 16/5.       અધ્યાય: 18/65,66.

નોંધ:

* મૂળ ભગવદ્ ગીતાના પુસ્તકમાંથી,

**શ્રી  કિશોરલાલ મશરૂવાળા લિખિત ‘ગીતધ્વનિ’ માંથી અને

*** ગાંધીજીના ‘અનાસક્તિયોગ’માંથી ઉતારેલ છે.

—————————————————————–

અધ્યાય:11

*તસ્માત્ત્વમુત્તિષ્ઠ  યશો લભસ્વ

જિત્વા શત્રૂંભુડ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્.

મયૈવૈતિ  નિહતા: પૂર્વમેવ

નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ . …11/33(ગીતા)

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ

કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્.

મયા હતાંસ્તવં જહિ મા વ્યથિષ્ઠા

યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્. …. 11/34

**તેથી, ખડો થા, યશ મેળવી લે,

વેરી હણી ભોગવ રાજ્ય રિદ્ધિ;

પૂર્વે જ છે મેં જ હણેલ તેને,

નિમિત્ત થા માત્ર તું, સવ્યસાચી….11/33(ગી.ધ્વનિ)

 શું ભીષ્મ, કે દ્રોણ, જયદ્રથેય,

કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,–

 મેં છે હણ્યા, માર તું, છોડ શોક,

તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ….11/34

 

*** તેથી તું ઊભો થા, કીર્તિ મેળવ, શત્રુને જીતીને ધનધાન્યથી ભરેલું રાજ્ય ભોગવ. આમને મેં પહેલેથી જ હણેલા છે. હે સવ્ય-સાચી ! તું તો માત્ર નિમિત્તરૂપ થા…11/33(અ.યોગ)

મારા હણેલા દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને તું (નામમાત્ર) હણજે. વ્યાકુળ થા મા; લડ; શત્રુને રણમાં જીતવાનો જ છે. ..11/34

——————————————————–

* યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરા:

અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે… 12/6(ગીતા)

તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસારસાગરાત્.

ભવામિ ન ચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્….12/7

** મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,

અનન્ય યોગથી મારાં કરે ધ્યાન-ઉપાસના….12/6(ગી.ધ્વનિ)

રામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે,

વિના વિલંબ ઉદ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં….12/7

*** પણ, હે પાર્થ  ! જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી, એકનિષ્ઠાથી મારું ધ્યાન ધરતાં મને ઉપાસે છે અને મારામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમાંથી હું ઝટ તારી લૌં છું… 12/6-7(અ.યોગ)

————————————————-

*દૈવી સંપદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા.

      મા શુચ: સંપદં દૈવીમભિજાતોડસિપાંદવ…16/5(ગીતા)

**મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;

મા કર, શોક, તું જન્મ્યો દૈવી સંપત્તિને લઈ. 16/5(ગી.ધ્વનિ)

***દૈવી સંપત મોક્ષ આપનારી અને આસુરી સંપત બંધનમાં નાખનારી છે. હે પાંડવ! તું વિષાદ ન કર. તું દૈવી સંપત લઈને જન્મ્યો છે. 15/5(અ.યોગ)

———————————————————–

*મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ.

      મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોડસિ મે…18/65(ગીતા)

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ.

      અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મ શુચ:… 18/66

**મન, ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,

      મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય !… 18/65

છોડીને સઘળા ધર્મો, મારું જ શરણું ધર;

હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા. …18/66

***મારી લગની લગાડ, મારો ભક્ત થા, મારે અર્થે યજ્ઞ કર, મને નમન કર. તું મને જ પામીશ.એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તું મને પ્રિય છે…. 18/65(અ.યોગ)

બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપોથી મુક્ત કરીશ. શોક કરીશમા….18/66

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: