ગીતાના આશ્વાસનો–1

ગીતાના આશ્વાસનો

શ્લોકો:

અધ્યાય:2/38              અધ્યાય:6/30, 40.     અધ્યાય: 9/22,30,31.

અધ્યાય: 10/9,10,11. અધ્યાય: 11/33,34.    અધ્યાય: 12/6,7.

અધ્યાય: 16/5.           અધ્યાય: 18/65,66.

નોંધ:

* મૂળ ભગવદ્ ગીતાના પુસ્તકમાંથી,

**શ્રી  કિશોરલાલ મશરૂવાળા લિખિત ‘ગીતધ્વનિ’માંથી અને

*** ગાંધીજીના ‘અનાસક્તિયોગ’માંથી ઉતારેલ છે.

*સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ

તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્યસિ..2/38(ગીતા)

**લાભ-હાનિ સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને. 2/38…(ગીતા ધ્વનિ)

***ભગવાન હવે, ગીતાના મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે. સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે.આ મેં તને સાંખ્યસિદ્ધાંત(જ્ઞાનનિષ્ઠા) પ્રમાણે તારા કર્તવ્યની સમજ પાડી.(અનાસક્તિયોગ)

————————————————

 

* યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ.

તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ…. 6/30.(ગીતા)

**જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,

તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો….6/30(ગીતા ધ્વનિ)

*** જે મને બધે જુએ છે અને બધાને મારે વિશે જુએ છે તે મારી નજર આગળથી ખસતો નથી, અને હું તેની નજર આગળથી ખસતો નથી. ..6/30(અનાસક્તિયોગ)

શ્રીભગવાનુવાચ

*પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે.

ન હિ કલ્યાણકૃતકશ્ચિદ્દુર્ગતિં તાત ગચ્છતિ.. .6/40(ગીતા)

** શ્રીભગવાન બોલ્યા

અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;

બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી…. 6/40(ગી.ધ્વનિ)

*** શ્રીભગવાન બોલ્યા:

હે પાર્થ ! એવા મનુષ્યોનો નાશ નથી આ લોકમાં કે નથી પરલોકમાં. કલ્યાણમાર્ગે જનાર કોઈની પણ. બાપુ ! કદી દુર્ગતિ નથી જ થતી. ..6/40(અનાસક્તિયોગ)

*અનન્યાશ્ચિન્તયન્તો માં યે જના: પર્યુપાસતે.

તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ….9/22(ગીતા)

**અનન્યચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,

તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું. … 9/22(ગી.ધ્વનિ)

*** જે લોકો અનન્યભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તે નિત્ય મારામાં જ રત રહેલાના યોગક્ષેમનો ભાર હું ઉઠાવુંછું. ….9/22(અનાસક્તિયોગ)

*અપિ ચેત્સુદુરાચારોભજતે મામનન્યભાક્.       

સાધુરેવ સ મંતવ્ય: સમ્યગ્વ્યવસિતો હિસ:… 9/30(ગીતા)

*ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિ નિગચ્છતિ.

કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ… 9/31(ગીતા)

**મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મને;

સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો…9/30(ગી.ધ્વનિ)

શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;

પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી… 9/31.(ગી.ધ્વનિ)

*** મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. …9/30(અ.યોગ)

 

નોંધ: કેમ કે અનન્યભક્તિ દુરાચારને સમાવી દે છે.

એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. … 9/31(અ.યોગ)

————————————————————

* મચ્ચિતા મદ્ગતપ્રાણા બોધયંત: પરસ્પરમ્.

કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ….10/9(ગીતા)

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્.

દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયન્તિ તે… 10/10

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમ:

          નાશયામ્યાત્માત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા… 10/11

 

** ચિત્ત-પ્રાણ હું-માં પ્રોતા, બોધ દેતા પરસ્પર;

કે’તા મારી કથા નિત્ય સુખ-સંતોષ પામતા. …..10/9(ગી.ધ્વનિ)

એવા અખંડ યોગીને ભજતા પ્રીતથી મ’ને.

આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મ’ને….. 10/10

રહેલો આત્મભાવે હું તેજસ્વી જ્ઞાનદીપથી

કરુણાભાવથી તેના અજ્ઞાન-તમને હણું…………..10/11

 

*** મારામાં ચિત્ત પરોવનારા, મને પ્રાણાર્પણ કરનારા એકબીજાને બોધ કરતાં, મારું જ નિત્ય કીર્તન કરતાં, સંતોષમાં અને આનંદમાં રહે છે. … 10/9(અ.યોગ)

એમ મારામાં તન્મય રહેનાર અને મને પ્રેમપૂર્વક ભજનારને હું બુદ્ધિશક્તિ અને જ્ઞાન આપું છું જેથી તેઓ મને પામે છે… 10/10

તેમની ઉપર અનુગ્રહ કરીને, તેમના હ્રદયમાં રહેલો હું, જ્ઞાનરૂપી પ્રકાશમય દીવાથી, તેમના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરું છું. 10/11

———————————

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: