એ પ્રામાણિક અધિકારીઓને સલામ/મોહન દાંડીકર/અ.આનંદ– જુલાઈ 2013

AKHAND_AANAND237Jo-jo aanand713

જોયેલું ને જાણેલું/અ.આનંદ– જુલાઈ 2013

પાના: 92 થી 94

      એ પ્રામાણિક અધિકારીઓને સલામ/મોહન દાંડીકર

           1969માં હું વિનયનિકેતન ઉત્તરબુનિયાદી વિદ્યાલય, ખરવાણ તાલુકો: મહુવામાં આચાર્ય તરીકે કામ કરતો હતો. નવી નવી સંસ્થા, શિક્ષકો પણ બધા નવા જ. નવે નામે શરૂઆત કરવાની હતી. વિદ્યાર્થીઓ બધા આદિવાસી. ખૂબજ ગરીબ, પણ મહેનતુ, ખંતીલા, ધગશવાળા. 1971માં અમારી શાળાની પહેલી ટુકડી એસ.એસ.સી.ની પરીક્ષા આપવા માટે બારડોલી ગઈ. ત્યારે ઝૂંપડાંમાં રહેનારા એ વિદ્યાર્થીઓએ પહેલીવાર બે માળનાં, પાંચ માળનાં મકાન જોયાં. જિંદગીમાં પહેલીવાર ટ્રેન જોઈ. એન્જિનએટલે શું તેની સંકલ્પના જ નહિ. રશિયાનો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયેલો તે દિવસોની આ વાત.

            બીજે વરસે અમે મુંબઈનો પ્રવાસ ગોઠવ્યો. નવસારીથી એસ.ટી. બસ લઈને મુંબઈ ગયા. મારો ભાઈ ચેમ્બુરમાં હતો ત્યાં રાતવાસો કર્યો. ત્યાંથી સાન્તાક્રુઝ ઍરપૉર્ટ નજીક થાય. મને થયું, આ બાળકોને વિમાન બતાવીએ. ત્યાં ગયા. અગાઉથી મંજૂરી નહોતી લીધી. પણ ઍરપૉર્ટ ઑથોરિટીના સાહેબને મળ્યો.વાત કરી: ‘મૈં ગુજરાતસે આ રહા હૂં, હાઈસ્કૂલકે અપને વિદ્યાર્થીયોંકો લેકર સબ આદિવાસી વિદ્યાર્થી હૈ. ઇન્હોંને કભી ઍરોપ્લેન દેખા નહીં હૈ. નજદીક સે દેખને કી ઈચ્છા હૈ, આપ ઈજાજત દેને કી કૃપા કરેં !’

            અને કોણ જાણે કેમ, તેઓ ખૂબ જ રાજી થયા. એમના એક માણસને બોલાવીને સૂચના આપી: ‘આ બાળકોને એકદમ ઉપર લઈ જાવ અને નજીકથી ઍરોપ્લેન જોઈ શકે તે રીતે બેસાડજો !’તે દિવસે વિદ્યાર્થીઓએ ખૂબ જ નજીકથી વિમાનોને ઊડતાં, આવતાં-જતાં જોયાં. ખૂબ જ રાજી થયા.

                   બે ત્રણ વરસ પછી અમારી સંસ્થાનું ઑડિટ કરવા માટે અમદાવાદથી એ.જી.ની પાર્ટી આવી, કોઈ ચાચા હતા. અમારી સંસ્થા નવી નવી, અમે પણ બધા નવા નવા. શિક્ષણના માણસો પણ હિસાબની બાબતમાં ઢ. ચાચાને એક દિવસે ઈંડાં ખાવાની ઈચ્છા થઈ. અમારા પટાવાળાને વાત કરી. પટાવાળાએ મને આવીને વાત કરી.મેં ખૂબ જ વિનયપૂર્વક ચાચાને કહ્યું: ‘આ તો અમારી નઈ તાલીમની શિક્ષણસંસ્થા છે. ગાંધીવિચાર પ્રમાણે કામ કરનારી. અહીં અમારાં ઘરોમાં કે સંસ્થામાં ઈંડાં નો ઉપયોગ કરતા નથી. બધા શાકાહારી છે.’ચાચા સમજી ગયા. પછી કોઈ દિવસ આગ્રહ ન કર્યો.

            પણ જ્યારે ઑડિટ રિપોર્ટ આવ્યો ત્યારે ચાચાએ પોતાનો પરચો બતાવી દીધો હતો. અમારી નાનકડી સંસ્થાના 46000રૂપિયા અમાન્ય કર્યા હતા. અમારી ઉપર તો જાણે વીજળી તૂટી પડી. બહુજ મોટો આર્થિક ફટકો હતો. આમાંથી ઊગરવું કેમ? બીજી કોઈ આવક તો હતી નહીં. ખૂબ મૂંઝાઉં.હિસાબની બાબતમાં હું કાચો. મરા કલાર્ક પણ નવા નવા, પણ સંસ્થામાં અમે જે ખર્ચ કર્યો હતો તેની તો મને ખબર જ હતી. એટલે ચાચાએ જે જે રકમ અમાન્ય કરી હતી તેની સામે મેં એક નોંધ તૈયાર કરી.

            તે લઈને હું અમદાવાદ ગયો.

            ત્યારે એ.જી.ની ઑફિસ સિવિલ હૉસ્પિટલ સામે હતી. બૉર્ડ વાંચતાં વાંચતાં પહોંચી ગયો. ‘ઑડિટ વિભાગના વડા’એવું બૉર્ડ વાંચ્યું. રજા લઈને અંદર ગયો. કોઈ સિંધી સાહેબ હતા. એમને વાત કરી. આ કામ માટે આવું છું. એમણે ખૂબ જ સહાનુભૂતિપૂર્વક મારી વાત સાંભળી. મારી નોંધ જોઈ. પછી મેં જે જે ખુલાસા કર્યા હતા તેમાં સુધારા કરાવતા ગયા. આ નોંધ આમ નહિ પણ આમ લખો. એમ કહેતા જાય, સુધારા કરાવતા જાય. એ રીતે રૂ. 46000 અમાન્ય રકમમાંથી રૂ.36000 માન્ય થાય તેવી નોંધ એમણે કરાવી.

            હું તો છક થઈ ગયો. સરકારી ખાતામાં આવો નિષ્ઠાવાળો, પ્રામાણિક કર્મચારી પણ હોય છીની કલ્પના જ નહીં. હું એકદમ ભાવાવેશમાં આવી ગયો. ઊભો થઈ ગયો. પછી કહ્યું: ‘સાહેબ, અવિવેક લાગે તો માફ કરજો, પણ તમારા જેવા સહ્રદયી અધિકારી મેં પહેલીવાર જોયા.’

            ત્યારે એ સાહેબ હસતાં હસતાં મને કહે: ‘મેં તો મારી ફરજ બજાવી. મને તમારી નોંધ પરથી ખ્યાલ આવી ગયો કે આમાં ક્યાંય ગેરરીતિ નથી થઈ. ખોટું નથી કર્યું. વહીવટી આવડત નથી. એટલે ભૂલ થઈ છે. એ ભૂલ સુધારવી એ મારું કામ છે. ગુજરાત સરકારે એટલા માટે જ મને આ સ્થાને બેસાડ્યો છે.’

            આખા ગુજરાત રાજ્યનો ઑડિટ વિભાગનો વડો મારા જેવા એક બિનઅનુભવી આચાર્યને આવું કહેતો હતો. અમારી સંસ્થાના 36000 રૂપિયા એમણે બચાવ્યા. પછી મેં કહ્યું: ‘સાહેબ, આ રૂ.10,000 તો અમે ભરી દેશું.’

            તે દિવસોમાં સરકારી ખાતામાં આવા અણિશુદ્ધ પ્રામાણિક માણસો પણ હતા. જેમને ભ્રષ્ટાચારનો ભોરિંગ આભડી નહોતો ગયો, આવા લોકોના હાથમાં રાષ્ટ્ર સલામત હતું.

                              –પો.દાંડી જિ.નવસારી-396439

      *****      *****      *****      *****     *****       

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “એ પ્રામાણિક અધિકારીઓને સલામ/મોહન દાંડીકર/અ.આનંદ– જુલાઈ 2013
  1. Kamlesh desai કહે છે:

    આ પ્રમાણિક અધિકારીઓને અમારી પણ સલામ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: