હાસ્યનો હોજ

logo-download

હાસ્યનો હોજ

ચાલો, આજે સાથે સાથે હસીએ.

  • “ બેટા તને ટ્યુશન આપવા આવતી ટીચર ગમે તો છે ને?”

મમ્મીએ નાનકાને પૂછ્યું.

“સાચું કહું મમ્મી?”  

“સાચું જ કહેવું પડે, બેટા.”

“તો મને એ જરાય નથી ગમતી. ગુસ્સોતો એવો આવે છે કે પાપા ભીંસે છે એમ એને ભીંસી નાખું.”

  • “તું મારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે તેમાં મને વાંધો નથી, પણ એટલું યાદ રાખજે કે એ મારી એકની એક દીકરી છે. ”

 “મારે પણ એક જ જોઇએ છે.”

  • “હમણાં મેં એક નવા હેર-ઑઇલની જાહેરાત જોઈ, જે વાળ ખરતા અટકાવે છે.”

“ તો તારા માટે લઈ આવું?”

“ના, મારા માટે નહીં, તમારી નવી સેક્રેટરી માટે. કારણ કે રોજ સાંજે તમારા કોટ પર એક-બે લાંબા વાળ જોવા મળે છે !”

  • “ સાંભળો છો? છાપામાં ખબર છપાયેલી છે કે એક પુરુષે પોતાની પત્નીને સાઈકલનાં બદલામાં વેચી દીધી. તમે તો એવું નહીં કરો ને?”

“ હું એટલો મુર્ખ થોડો છું, મોટરસાઈકલથી ઓછામાં વાત જ ના કરું.”

 

  •  “અરે યાર, સાંભળ્યું છે કે તે લગ્ન કરી લીધાં!”

“હા યાર, મારી પત્ની નર્સ છે અને હૉસ્પીટલમાં કામ કરે છે.”

“ઓહ એ તો સારું કહેવાય. તમારો સંસાર કેમ ચાલે છે? ”

“ના પૂછીશ. હું તો બહુ પરેશાન છું તે ત્યાં સુધી કે મારી કોઈ વાતનો જવાબ નથી આપતી જ્યાં સુધી હું તેને સીસ્ટર કહીને ના બોલાવું.”

 

  • એકવાર નહીં, સાત વાર (ગેર) હાજર   

     1960નું વર્ષ, કૉલેજ જીવનનો એ સોનેરી કાળ.ત્યારનો એક પ્રસંગ અત્યારે પણ યાદ કરું છું તો મારાથી હસવું રોકી શકાતું નથી.

 કેમીસ્ટ્રીનો પીરીયડ અમને એનેસીન લેવા જેવો લાગતો ત્યારે એ પીરીયડમાં મારા ઘણા મિત્રો ‘નૌ દો ગ્યારહ ’ ગણી જતા. પ્રોફેસર આવતા અને હાજરીપત્રકમાંથી મોઢું ઊંચું કર્યા વગર રોલ નંબર બોલતા અને જેટલા ‘યસ સર’બોલતા તેમની સામે ‘પી’પુરતા. અર્થાત મારા મિત્રો મને નંબર આપી જતા અને હું ‘યસ સર’બોલીને તેમને ‘પી’માર્ક કરાવતો.

      હવે એકવાર એવું થયું કે તે પીરીયડમાં મારે કામ હોવાથી બહાર જવાનું થયું. મને થયું કે મેં કેટલીય વખત મારા મિત્રોની હાજરી પુરાવી છે, તો આજે કોઈ પણ મિત્ર મારી હાજરી પુરાવશે જ. આથી એક મિત્રને મેં મારો નંબર આપ્યો અને હાજરી પુરાવવાનું જણાવ્યું. આ કામ કરવા બદલ તે પોતાને ધન્ય સમજવા લાગ્યો. મારા પર એક અવિશ્વાસનું મોજું ફરી વળ્યું. નહીંને કદાચએ ભૂલી જશે તો? આથી મેં મારા બીજા મિત્રને પણ જણાવ્યું. ફરી અવિશ્વાસ. આમ અત્યાર સુધી હું જે સાત-આઠ મિત્રોની હાજરી પુરાવતો  હતો, એ બધાને ભલામણ કરી બહાર ગયો.

      પ્રોફેસર આવ્યા અને ઊંધું માથું ઊંધું ઘાલીને રોલ નંબરબોલવા લાગ્યા. જેવો મારો 129 નંબર બોલાયો કે વર્ગના જુદા જુદા સાત ખુણામાંથી ‘યસ સર’નો અવાજ આવ્યો. વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પ્રોફેસરની ઊંઘ ઊડી ગઈ.

      તેમણે પૂછ્યું, ‘કોણ છે એ 129 નંબર?’કોણે સવા શેર સૂંઠ ખાધી હોય તે જવાબ આપે—અને પીરીયડ પુરો થયો. પછી જેવો હુ6 વર્ગમાં આવ્યો કે બધાએ ભેગા મળીને મારી જે વલે કરી તે હજી પણ મારાથી ભુલાતી નથી .

—જેઠાલાલ આણંદજી નાગડા /વીવેકપંથી/122,હાસ્ય અંક/એપ્રિલ,2012     

     

   

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,880 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: