જૂનું ઘર ખાલી કરતાં// બાલમુકુંદ મણિશંકર દવે

SAHVAS

Balmukundd

જૂનું ઘર ખાલી કરતાં

 

બાલમુકુંદ મણિશંકર દવે/ સહવાસ –સંપાદક: સુરેશ દલાલ /પાના: 144

મૃત્યુની કારમી અનુભૂતિના ઉદ્ ગારો કલેજું કંપાવનારા છે.

 

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:

જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,

 બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,

તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !

લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયુ, જે

મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.

 ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,

 જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;

જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો

 ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !

 કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:

 ‘બા-બાપુ ! ના કહુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’

 

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !

ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

——————————————————————

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “જૂનું ઘર ખાલી કરતાં// બાલમુકુંદ મણિશંકર દવે
  1. અમિત પટેલ કહે છે:

    નિશાળ જીવન દરમિયાન જ્યારે શિક્ષિકાબેને સમજાવ્યું ત્યારે તેમનો અવાજ સહેજ બદલાઇ ગયો હતો કદાચ એ વખતે અમે સમજવાને સક્ષમ નહોતા.

  2. urvashi parekh કહે છે:

    mari khub j mangamti kavita chhe. ame bhanya tyare ane mara dikrao ne jyare jyare aa kavita samjavti tyare tyare ankh ma ansu avataj ane dikrao samji nahota shakta ke kem radvu ave chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: