ભજ ગોવિંદમ્//સુરેશ દલાલ

logo-download

ભજ ગોવિંદમ્//સુરેશ દલાલ //ઇમેજ// પાના: 45 થી 47

           

            ‘ ક્યાં હશે’નામની ટૂંકી વાર્તા છે. એમાં પત્ની એના પતિ ‘આનંદના શબ પાસે બેઠી છે. ડાઘુઓની વચ્ચે બેઠી છે. એ બેઠી બેઠી વિચારે ચડી જાય છે કે હવે પછી એનો આનંદ ક્યાં હશે? કહે છે: ‘હવે મૂકેશના પપ્પા ક્યાંય નહીં હોય. આનંદ હવે માત્ર દીવાલ પર હશે. ઉજ્જડ થઈ ગયેલા દિવસોમાં અને અનિદ્ર રાતોમાં આનંદ હશે. સાંજની ઉદાસ લહેરખી એને વ્યાકુળ કરી મૂકશે, એ વ્યાકુળતામાં આનંદ હશે. તુલસીના કુંડામાં એ પાણી રેડતી હશે ત્યારે પણ પાન પર જે ઝલક દેખાશે તે આનંદની જ હશે. નાહી આવીને અરીસા સામે પાઉડર લગાડવા ઊભી રહેશે ત્યારે કોરા કપાળમાં પણ આનંદ હશે. ચિક્કાર છબીઘરમાં પણ એની બાજુની બેઠક ખાલી હશે અને ત્યાં આનંદ જ હશે.’ મૂકેશની દીકરી મોટી થઈ, ‘દાદા કેવા હતા’ એમ પૂછશે, ત્યાં પણ વેધક પ્રશ્નરૂપે આનંદ હશે. પૂર્ણવિરામ અને એમાંથી પ્રશ્ન. આનંદ ક્યાં હશે? –એને યાદ આવી આનંદની વરસોની નોકરી…. પ્રોવિડૅન્ટ ફંડ…. ઇન્સ્યોરન્સ પૉલિસી …. આનંદ ક્યાં હશે? એકઠી થયેલી રકમના વ્યાજમાં આનંદ હશે? આ ઇમૉશનલ  રિયાલિટી છે. શબના સાન્નિધ્યમાં પણ મરનાર જે રકમ મૂકી ગયો છે એનો વિચાર આવે છે. મરણ એટલે બીજું કશું જ નહીં, પણ એકપછી એક  ઇન્દ્રિયોનું આપણાથી છૂટા પડવું. મરણ એટલે શું અને મરણ પછી શું?—એને વ્યક્ત કરતું  આ ગીત:

      આંખ તો મારી આથમી રહી

                  કાનના કૂવા ખાલી

      એક પછી એક ઇન્દ્રિય કહે:

                  હમણાં હું તો ચાલી.

      શ્વાસના થાક્યા વણજારાનો

                  નાકથી છૂટે નાતો.

      ચીમળાયેલી ચામડીને હવે

                  સ્પર્શ નથી વરતાતો.

      સુક્કા હોઠની પાસે રાખો

                  ગંગાજળને ઝાલી

      એક પછી એક ઇન્દ્રિય કહે:

                  અબઘડી હું ચાલી.

      નસના ધોરી રસ્તા તૂટ્યા

                  લોહીનો ડૂબે લય.

 સ્મરણમાં તો કાંઈ કશું નહીં :

                  વહી ગયેલી વય.

      પંખી ઊડ્યું જાય ને પછી

                  કંપે જરી ડાળી.

————————————-  

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “ભજ ગોવિંદમ્//સુરેશ દલાલ
  1. pragnaju કહે છે:

    Ashit Desai – Aankh To Mari Aathmi Rahi Kaanna Kuva Khali Ek …
    ગુજરાતી ગીત-ગઝલ : આશિત દેસાઈ – આંખ તો મારી આથમી રહી કાનના …
    http://www.youtube.com/watch?v=MBuMpsx6qJk – Cached

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,997 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: