શબરી

SHABARI

શબરી જેવી પ્રેમ સભર  ભક્તિ હોય તો ઈશ્વરને પણ આપણે ઘેર ટકોરા માનવાનું મન થાય. એવી નિષ્ઠા લાવવી ક્યાંથી?

1.શબરી ઘેર રામ…. /તુલસીદાસ

શબરી ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની,

સાત ભુવનના નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની

શબરી ઘેર….

એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની(રાખ)

પાનના તો પડિયા વાળિયા, પ્રેમના ભરિયા પાણી

શબરી ઘેર…

નાહી ધોઇ બાજોઠ બેસાડ્યા, તિલક કીધાં તાણી,

ચરણ ધોઇ શરણ લીધા, શરણમાં લપસાણી

શબરી ઘેર….

ત્યાં તો ઓલા બોર સાંભરિયા, કરંડિયો લીધો  તાણી,

જુગના જીવન જમવા બેઠા, મનમાં બહુ હરખાણી,

શબરી ઘેર….

મીઠા મેવા ને ભાવનાં ભોજન, પ્રેમની પાનદાની

શબરી ઘેર….

તુલસીદાસની વિનતિ, રાય ઉર લેજો તાણી,

દાસ ઉપર દયા ન કર, ચરણ લીધા તાણી

શબરી ઘેર…  

—————————————————-

2. સરોવર કાંઠે…..

સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ…ટેક0

વડલા નીચે ઝૂંપડી એની, માતાપિતા નહીં બાંધવ બેની,

એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે એને ગામ…

એક દિન…..

ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરો નાખી,

ફળફૂલ લાવે, ભોગ ધરાવે,કરતી એનું કામ

એક દિન….

રાત દિવસને વર્ષો ગયા,શબરીબાઇ તો ઘરડાં થયાં,

ઝગમગે એક આશાજ્યોતિ, સૂકાયાં હાડ ને ચામ

એક દિન…

આજે વનમાં વેણુ વાગે,વસંત સેના નીકળી લાગે,

શીતળ મંદ સુગંધી વાયુ, વાતો ઠામોઠામ

એક દિન…

આજ પધાર્યા શબરીના સ્વામી,ધન્યતા ભીલડી આજે પામી

શ્રદ્ધા વેલી પાંગરી આજે, વૃત્તિ પામી વિરામ

એક દિન….

સજળ નયને રૂપ નિહાળે, પ્રભુ મળ્યા છે લાંબે ગાળે,

ગદ્ ગદ્ કંઠે રોમાંચ થયા, ને શરીર થયું સૂમસામ

એક દિન…..

શબરીને પ્રભુએ સ્વસ્થ જ કીધી,લક્ષ્મણે ભક્તિ જોઇ લીધી.

જળપાત્ર માગી પ્રભુજી બોલ્યા, ભોજનની છે હામ

એક દિન….

છાબ ભરીને બોરાં લાવી, ચખી ચાખીને આપતી આવી,

ભાવ ધરી આરોગ્યાં પ્રભુજીએ, લીધો ઘડી વિશ્રામ

એક દિન….

પંપાપુરની ભીલડી આ તો, જગમાં જેની અમરવાતો,

રામ સિધાવ્યા રાવણ હણવા, શબરી ગઇ સ્વધામ

એક દિન…..

==================================

3.શબરીનાં બોર/વિશનજી નાગડા

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

એણે જીભે તો રાખ્યા’તા રામને !

એક પછી એક બોર ચાખવાનું  નામ લઈ

અંદરથી ચાખ્યા’તા રામને

શબરીએ બોર….

 બોર બોર ચૂંટતાં કાંટાળી બોરડીના

કાંટા જરૂર એને વાગ્યા હશે.

લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી

એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?

લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને

શબરીએ બોર…..

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને

કેટલીયે વાર એણે તાકી હશે?

રામ રામ રાત દિ’ કરતાં રટણ

ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?

ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને !

શબરીએ બોર…

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,822 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: