જ્ઞાન ગુદડી//કબીર

Gyaan gudadi

 

જ્ઞાન ગુદડી

 નોંધ: આ રચના નેટ પર પ્રસિદ્ધ કરવાની અનુમતિ વિના વિલંબે ફોન પર આપવા માટે અમે ડૉ. નિરંજન રાજ્યગુરુના ઋણી છીએ.

ધર્મદાસ વિનવે કર જોરી, સાહેબ સુનિયે બિનતે મોરી

કાયા ગુદડી કહી સંદેશા, જાસે જિવકા મિટે અંદેશા

 

અલખ પુરુષ જબ કિયા વિચારા, લખ ચૌરાસી ધાગા ડારા

પાંચ તત્ત્વ કી ગુદડી બીની,તીન ગુનન કે ઠાઢી કીની

તામેં જીવ બ્રહ્મ ઔ’ માયા , સમ્રથ ઐસા ખેલ બનાયા

 

 જીવન પાંચ પચીસોં લાગે, કામ ક્રોધ મોહ મદ પાગે

કાયા ગુદડી કા વિસ્તારા, દેખો સંતો અગમ સિંગારા

 

ચાંદ સૂરજ દો પેબંદ લાગે, ગુરુ પ્રતાપસે સોવત જાગે

 

શબ્દ કી સુઈ સુરતિકા દોરા, જ્ઞાન કી ટોભન સિરજન જોરા

 

ધીરજ ધુનિ ધ્યાન ઘર આસન, સત્યકી કોપીન સહજ સિંહાસન

યુક્તિ કમંડલ કર ગૃહી લિન્હા, પ્રેમ પાવરી મુર્શિદ ચિન્હા

 

સેલી શીલ વિવેક કી માલા, દયાકી ટોપી તન ધર્મશાલા

મહર મતંગા મત વૈશાખી, મૃગછાલા મનહીકી રાખી

નિશ્ચય ધોતી પવન જનેઉ, અજપા જપે સો જાને ભેઉ

રહે નિરંતર સત ગુરુ દાયા, સાધુ સંગતિ કર સબ કછુ પાયા

 લૌકી લટુકી હ્રદયા ઝોરી, ક્ષમા ખઠાઉ પહીર બહોરી

 મુક્તિ મેખલા સુકૃત સુમરણી, પ્રેમ પિયાલા પીવે મૌની

 

ઉદાસ કુબરી કલહ નિવારી, મમતા હૈ, કુત્તીકો લલકારી

યુક્તિ જંજીર બાંધ જબ લિન્હા, અગમ અગોચર ખિડકી ચિન્હા

 

વૈરાગ ત્યાગ વિજ્ઞાન નિધાના, તત્ત્વ તિલક દિન્હા નિરબાના

ગુરુ ગમ ચકમક મનસા તૂલા, બ્રહ્મ અગ્નિ પ્રગટ કર મૂલા

સંશય શોક સલક ભ્રમ જારા, પાંચ પચીસોં પ્રગટ મારા

દિલકા દર્પણ દુબિધા ખોઈ, સો વૈરાગી પક્કા હોઈ

શૂન્ય મહલમેં ફેરી દેઈ, અમૃત રસકી ભિક્ષા લેઈ

 

દુ:ખ સુખ મેલા જગકા ભાઉ, ત્રિવેની કે ઘાટ નહાઉ

તન મન શોધ ભયા જબ જ્ઞાના, તબ લખિ પાવે પદ નિરબના

અષ્ટ કમલ દલ ચક્ર સૂઝે યોગી આપ આપમેં બૂઝે

ઈંગલા પીંગલા કે ઘર જાઈ, સુખ મન નારી જહાં ઠહરાઈ

 

ઓહં સોહં તત્ત્વ વિચારા, બંક નાલ મેં કિયા સંમારા

 મનકો માર ગગન ચઢી જાઈ, માન સરોવર પૈઠી નહાઈ

 

 અનહદ નાદ  નામકી પૂજા, બ્રહ્મ વૈરાગ્ય દેવ નહીં દૂજા

છૂટિ ગયે કસમલ કર્મજ લેખા, યહ નૈનન સાહેબકો દેખા

 

 અહંકાર અભિમાન બિડારા, ઘટકા ચૌકા કર ઉજિયારા

ચિત્તકર ચંદન મનસા ફૂલા, હિત કર સંપૂટ કરલે મૂલા

 

 શ્રદ્ધા ચંવર પ્રીતિકર ધૂપા, નૌતમ નામ સાહેબકા રૂપા

ગુદડી પહિરે આપ અલેખા, જિન યહ પ્રગટ ચલાયો ભેખા

 

સાહેબ કબીર બક્ષ જબ દિન્હા, સુરનર મુનિ સબ ગુદડી લિન્હા

જ્ઞાન ગુદડી પઢે પ્રભાતા, જન્મ જન્મ કે પાતક જાતા

 જ્ઞાન ગુદડી પઢે મધ્યાના સો લખિ પાવૈ પદ નિરબાના

સંધ્યા સુમિરણ જો નર કર હી, જરા મરણ ભવસાગર તરહીં

કહે કબીર સુનો ધર્મદાસ, જ્ઞાન ગુદડી કરો પ્રકાશ

 

      સદ્ ગુરુ  કબીરસાહેબે ધર્મદાસજીને કાયાગોદડીનું રહસ્ય સમજાવતાં કહ્યું છે કે જે સુર-નર-મુનિ-ભક્ત-સેવક- સંત- સાધુ આ દેહ રૂપી પ્રગટ ભેખ ધારણ કરીને એનું રહસ્ય સમજે છે તે આપે અલેખ અવિનાશી પદને પ્રાપ્ત કરે છે.

      આ જ્ઞાનગોદડી પ્રભાતમાં પઢતાં જનમો-જનમના પાતક જાય છે, મધ્યાન્હે એનો પાઠ કરતાં નિર્વાણપદને ઓળખાવે છે, સંધ્યા સુમિરન સમયે પાઠ કરતાં જરા મરણનો ભય ટળીને ભવસાગર પાર ઊતરે છે.

સતગુરુ કબીરસાહેબ કહે છે કે હે ધર્મદાસજી ! આ જ્ઞાન ગોદડીનો જગત ઉપર પ્રકાશ ફેલાવજો.

      ધર્મદાસજી બેઉ હાથ જોડીને વિનંતી કરે છે કે હે સાહેબ ! મારી વિનંતી સાંભળજો. મને આ કાયારૂપી ગોદડીનું રહસ્ય જણવો જેથે મારી –આ અજ્ઞાની એવા જીવની તમામ શંકાઓનું સમાધાન થઈ જાય.

      અલખ પુરૂષે જ્યારે વિચાર કર્યો કે આ સૃષ્ટિનું સર્જન કરું ત્યરે લખચોરાશીના દોરા-તાંતણા લઈને પાંચ તત્ત્વનીગોદડી બનાવી. એમાં ત્રણ ગુણની કિનારી ભરી, પછી જીવ, બ્રહ્મ, માયા એવા સમરથ ખેલના બુટા ભર્યા.

      પાંચ-પચીસો માયા, કામ-ક્રોધ, મોહ, મદ વગેરે પ્રકૃતિનો શણગાર કર્યો, ચન્દ્ર-સૂરજ બે ચોકીદાર બેસાડ્યા જે ગુરુપ્રતાપથી-ગુરુઆજ્ઞાએ જાગૃત થાય અને સૂઈ જાય.

      શબ્દની સોય, સ્રતિના દોરા. જ્ઞાનના ટાંકા લઈ સર્જનહારે સર્જન કર્યું. હવે આ ગોદડીને હોંશિયારીથી-કાળજીથી સાચવજો જેથી એમાં ડાઘ ન લાગે. ક્યારેય મેલી ન થાય એનો વિચાર કરજો. સુમતિરૂપી સાબુથી આ ગોદડી ધોઈને કુમતિ મેલના ડાઘ દૂર કરજો. જેણે આ બાબતનો વિચાર કર્યો છે ને અમલ કર્યો છે તેણે સર્જનહારને પ્રાપ્ત કર્યા છે. પરમાત્માને મેળવી શક્યા છે.

      હે સાધુ! તમે ધીરજની ધૂણી, ધ્યાનનું આસન, સત્યની કૌપીન, સહજ સિંહાસન, યુક્તિ કમંડલુ હાથમાં ધારણ કરીને, પ્રેમપાવડી લઈને પરમ પ્રિયતમને નીરખી લેજો.

       તમે શીલની સેલી, વિવેકની માળા, દયાની ટોપી પહેરીને, શરીરરૂપી ધર્મશાળામાં મનનું મૃગચર્મ બિછાવીને મદોન્મત્ત માતંગ જેવા મનને વશ કરીને નિશ્ચયની ધોતે, પ્રાણ-પવનની જનોઈ ધારણ કરી અજપામો જાપ જપજો જેથી એના ભેદને જાણી શકો.

 

સદ્ ગુરુની આજ્ઞામાં જ રહેનાર સાધુ સત્યની સંગતથી સર્વકાંઈની પ્રાપ્તિ કરે છે. લૌ-લગનની લાકડી, હ્રદયરૂપી ઝોળી, ક્ષમા ખડગ લઈને, મુક્તિ મેખલા, સત્કૃત્યોરૂપી સુમરની (માળા) ધારણ કરીને મૌનમાં જ પ્રેમના પ્યાલા પીનારા, ઉદાસીન અવસ્થામાં રહીને કલહ કૂબડીને ભગાવીને, મમતા કૂતરીને મારી હટાવીને, યુક્તિની સાંકૅળ વડે બાંધે છે ત્યારે અગમ અગોચર તત્ત્વની ખડકી-એનું દ્વાર પોતાની સામે આપોઆપ આવી જાય છે.

      વૈરાગ્ય, ત્યાગ, વિજ્ઞાન. તત્ત્વતિલક વગેરે નિર્વાણનાં સાધનો લઈને ગુરુજ્ઞાનરૂપી ચકમકથી બ્રહ્માગ્નિ પ્રગટ થાય છે. ત્યારે સંશય, શોક, ભ્રમ, ભ્રમણાઓનાં ઝાળાં બળી જાય છે.

      પાંચ તત્ત્વ, પચીસ પ્રકૃતિને પ્રગટ રીતે મારી હટાવે, દિલનું દર્પણ કુબુદ્ધિનો નાશ કરે અને નિર્મળ બની જાય ત્યારે એ વૈરાગી જ પાકો કહેવાય.પછી શૂન્ય મહેલમાં ફરીને, અમૃતરસની ભિક્ષા લઈને દુ:ખસુખના જગમેળામાં ફરતાં ફરતાં ત્રિવેણીના ઘાટમાં સ્નાન કરે છે, તન-મન શોધીને જ્ઞાની બને છે ત્યારે જ નિર્વાણ પદને વર્ણવી શકે છે.

      અષ્ટકમળદળ ચક્રોને ઓળખીને, પોતાનામાં જ પોતાને જોઈને, ઈંગળા-પિંગળા જેવી નાડીઓના ઘરમાં મુસાફરી કરતાં સુષુમ્ણામાં રોકાય  છે, ઓહં-સોહં તત્ત્વને વિચારી બંકનાળમાં યાત્રા કરે છે, પછી  મનને મારીને ગગન સુધી પહોંચાડે છે જ્યાં માન સરોવરમાં સ્નાન કરીને અનહદ નાદ દ્વારા સતનામની પૂજા કરતાં કરતાં બ્રહ્મ-વૈરાગ્યને પામી શકે છે.

      આ વખતે કર્મનાં બંધન છેદાઈ જાય છે, આ નયનોથી સાહેબ ધણીના દર્શન કરે છે. અહંકર-અભિમાન વિદારી, શરીરનું આંગણું સ્વચ્છ-નિર્મળ કરી, ચિત્તનું ચંદન લગાવી, મનના પુષ્પો ચડાવી, પરહિતના સંપુટમાં શ્રદ્ધાચામર, પ્રીતિનો ધૂપ દઈને સાહેબના સતનામરૂપી નૌતમસ્વરૂપને ઓળખેને, એનું પૂજન અર્ચન કરીને આપે અલેખ આ ગોદડી ધારણ કરે છે તેનો જન્મ સફળ થઈ જાય છે.   

 

  

 

 

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,234 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: