‘ભગત બાપુ કહેવાણા…’ //કૃષ્ણદાન ગઢવી

 

‘ભગત બાપુ કહેવાણા…’ //કૃષ્ણદાન ગઢવી

અખંડ આનંદ,મે, 2013 પાના: 92 થી 94

     આઈમા સોનલમાને કાને ઊડતી ઊડતી વાત આવી કે, કવિ કાગ એમના ઘરેથી—એમનાં પત્નીને બોલાવતા નથી. સોનલમાને મનમાં ખૂબ જ રીસ ચડી કે ‘આંગણિયાં પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે…!’ જેવા રૂડા સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ અને સમજણનાં ભજનો, ગીતો, દુહા-છંદને સમાજ-સાહિત્યને ચરણે ધરનારો લોકકવિ- લોકગાયક દુલા ભાયા કાગ એમના પારિવારિક જીવનમાં પોતાના ધર્મપત્ની સાથે આવું અન્યાયી વલણ કાં અપનાવે..? રેડિયો ઉપર ‘ગાતા સરવણ’નો ગાયક, લોકરામાયણનો જાણતલ આવડી મોટી ભૂલ કાં અદરી બેઠો…? આવો હળહળતો અન્યાય…? રામભાઇ કાગ જેવો પનોતો પુત્રરત્ન દેનારી એમની જીવન-સંગિનીને જાતી ઉંમરે કેમ તરછોડી હશે?

       એ સમયે સમગ્ર ચારણસમાજના સાડા ત્રણ પહાડા (વિભાગો)ના એકીકરણનો મંત્ર લઈને સમાજોત્થાન માટે લોબડિયાળી આઈ સોનબાઈ નીકળેલાં … ‘ ચારણ એક ધારણ’   ‘કન્યા કેળવણી’  અને ‘સમાજમાંથી વ્યસન નાબૂદી’-આવાં ત્રણ વ્રતનું ત્રિશૂળ મનમાં ધારીને આઈમા સોનલમા ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં ચારણોના નેસડે નેસડે—ગામોગામ ઘૂમી રહ્યાં હતાં તે વખતની આ સત્ય ઘટના છે.

       પૂજ્ય આઈમા સોનબાઈની સાથે કવિકાગ, પિંગળશીપાયક, નવરંગપુરાવાળા સામંતસંગ બાપુ વરસડા વગેરે પૂરા સહયોગથી સમર્થનમાં જોડાયેલા હતા., તે સમયની આ વાત છે.

       આઈમા સોનલ આઈ એટલે કર્મઠ સમાજ સેવિકા… ન ધૂણવું, ન પરચા બતાવવા , ન ખોટા ઠઠારા કે ન ચમત્કાર … બસ માત્ર ને માત્ર સાદગીભર્યા જીવનથી ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું જતન કરીને ગૌરવવંત ચારણ સમાજનું નવ ઉત્થાન કરવું. આઝાદી કાળના બીબામાં, લોકજાગૃતિના માહોલમાં ચારણને ચરિતાર્થ કરી સ્થાપવો. આવાં નેકટેક ધારી આઈ મા ગરીબ-નેહાઈ ચારણો ઉપર ખૂબ ભાવ રાખતાં.

       આવાં આઈમાને અજંપો જાગ્યો કે દુલો કાગ આવું બેધારું જીવન શીદને જીવતો હશે? એનું તો જીવન ને કવન એક હોય ! પણ, ક્યારે મજાદર જવાનું થાય…? અને ખરી હકીકત જાણું… એવે તાતેટાણે જ સામાજિક કામ અર્થે આઈમાને મજાદર –કવિ કાગના ગામ જવાનું થયું. કવિ કાગનાં પત્નીને એકાંતમાં મળ્યાં અને હકીકત જાણી .  ‘હા, માડી હા, સાવ સાચી વાત જાણી છે… કવિરાજ મારી સાથે બોલતા તો નથી પણ મને આડી ઊતરવા દેતા પણ નથી, અને બોલવાનાં તો જાણે કે નીમ લીધાં છે?…

       આઈમાએ નિશ્ચય કર્યો કે કવિ દુલા કાગના મોઢેથી જ આ વાતનો ખુલાસો કરી લેવો.કવિ કાગ આઈમાને મળ્યા ને સોનલમાની બિરદાવલી શરૂ કરી… . ‘બ્રહ્મચારિણી રે..ભેળિયા વાળી રે…સતવ્રત ધારિણી રે… આઈ સોનબાઈ તારાં ભામણાં..!’’આઈમાએ આંખનો ભાવ બદલ્યો ને કીધું કે,  ‘બસ કરો કવિરાજ… રે’વા દ્યો, ખોટાં વખાણ કરો મા..? તમે મહાન કવિ  તો છો જ પણ વ્યવહારે ભૂલા કાં પડ્યા…?ખુલાસો કરો કે મને જે હકીકત મળી છે તે સાચી છે કે ખોટી…?’

       મા બોલ્યાં…  ‘કવિરાજ તમે તમારા ઘરેથી આઈને બોલાવતા નથી એ વાત ખુદ તમારાં ધર્મપત્ની પાસેથી જાણી છે.. એનો ખુલાસો કરો… ’કવિ કાગને ચેતા તો પો’ગી ગયો’તો.. માના સન્મુખ બેસીને એ મહાન ચારણ કવિએ ખુલાસો કર્યો કે,  ‘હે મા, તું તો ઘટઘટના ભવ ઘાટ જાણનારી છે… તારી સન્મુખ અસત્ય શા માટે બોલવું..? વાત સાચી છે… અમારે બે માણસને મળવાની કે બોલવાની મજા હવે મરી ગઈ છે. હે મા, મારા ઘરમાં દીકરી દુખાઈને આવી છે દુખાણેલી દીકરી ફરતી હોય (વિધવા દીકરી) અને હું મારાં ઘરવાળાં હારે સાંસારિક વાત કરતો ભૂંડો લાગું…? એટલે માડી, મારી દીકરી દુ:ખાઈને પિયર આવી તંયનાં મેં નીમ લીધાં છે કે હવે  આજીવન બ્રહ્મચારી થઈ ભજનના ભરોસે જીવતર પૂરું કરવું છે.’

       આઈમા કવિ દુલા ભાયા કાગની ઝીણવટભરી, પૂરી સમજણ ભરેલી નેક ટેકની વાત જણીને દંગ રહી ગયાં.માએ ખમકારો કર્યો કે, ‘કાગ, રંગ ચારણ કવિ… બાપ તને રંગ હો… ઝાઝા રંગ હો.. તારી સમજણને .બાપ સૌ મરજાદી ચારણ સમાજ વતી ઝાઝેરા રંગ દઉં છું … તું તો બાપ, હવે ખરા અરથમાં ભગત બની ગયો… તુને દુલાકાગ.. તુને તો ભગતબાપુ કે’વો પડે… બાપ… ધન્ય છે બાપ તારી સમજણને .. ધન્ય છે બાપ તને જનમ દેનારી મા ધાનબાઈમાને…?’

       –અને તે દિ’થી સૌ લોકો કવિ દુલા ભાયા કાગને આઈમાએ આપેલ  ‘ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખતા-બોલાવતા થયા…!!

— ઠે.  ‘ગઢવી  શંકરદાનબાપુની ડેલી ’મુ.જોટણા તા.જિ.મહેસાણા

=====================================================      

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: