સુખડ અને બાવળ/વેણીભાઈ પુરોહિત

 

સુખડ અને બાવળ/વેણીભાઈ પુરોહિત

(કાવ્ય-કોડિયાં) //લોકમિલાપ ટ્રસ્ટ//ઈ.સ. 1980

પાના: 32 થી 34

સુખનાં સુખડ જલે રે

મારા મનવા !

દુ:ખનાં બાવળ બળે–

બળે રે જી… દુ:ખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને

 બાવળના કોયલા પડે-

મારા મનવા !

તરસ્યા ટોળે વળે.

વળે રે જી… દુ:ખનાં બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,

કોઈ મગન ઉપવાસે;

કોઈનું સુખ આ દુનિયાદારી,

 કોઈ મગન સંન્યાસે:

રે મનવા !

કોઈ મગન સંન્યાસે:

સુખનાં સાધન ને આરાધન

લખ ચકરાવે ચડે…

ચડે રે જી… તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,

કોઈ પરદુ:ખે સુખિયા:

 ભગત કરે ભગતીનો ઓછવ,

કોઈ મંદિરના મુખિયા:

રે મનવા !

કોઈ મંદિરના મુખિયા:

સમદુ:ખિયાનો શંભુમેળો

ભવમાં ભેગો મળે,

મળે રે જી… લખ ચકરાવે ચડે.

રંગવિલાસી ભોગી દીઠા,

જોગી બ્રહ્મ-વિલાસી:

પામર સુખ, અજરામર સુખના

સહુને દીઠા પ્યાસી:

રે મનવા  !

સહુને દીઠા પ્યાસી:

બધા ઝઝૂમે–

 બધા ઝઝૂમે ઝંખી-ડંખી

સળગે કે ઝળહળે,

હળે રે જી… ભવમાં ભેગા મળે.

સુખનાં સુખડ જલે રે

મારા મનવા !

દુ:ખનાં બાવળ બળે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,880 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: