પૂમડું//વેણીભાઈ પુરોહિત

v.purohit

વેણીભાઈએ ગૂંથેલ કાવ્ય-વેણીમાં ના એક ફૂલની સુગંધ આજે માણીએ.

પૂમડું

(કાવ્ય-કોડિયાં) //લોકમિલાપ ટ્રસ્ટ//ઈ.સ. 1980

 –પાના 21-22

 

પૂમડું પાછું નહિ દઉં

નહોલિયા…!

તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

તારા કહેતા પહેલાં

હું તને કહી દઉં

નાહોલિયા…!

દિલના દરિયામાં માલમ !

મછવો મૂંઝાણો તારો–

લાગે છે ઢૂંકડો,

ને આઘો આઘો છે આરો—

તારી નજરુંને નાંગરવા નહિ દઉં… !

નાહોલિયા… !

તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

ધરતી ધનવાન અને જોબન જરિયાન, સજન !

ઓઢી છે ચાંદની ને ભીનેરો વાન, સાજન !

ફૂલોમાં ફોરમના ઢોલિયા…

નાહોલિયા… !

 તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

મનમોજી જિન્દગીનો પહેલો પમરાટ, સજન !

સપનાંની સરગમનો પહેલો તલસાટ, સજન!

પ્રીતિના વાગે પોટલિયા…

નાહોલિયા… !

 તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

આંખોમાં એનઘેન રમવાને આવ, સજન !

હૈયાંની હારજીત, મારો છે દાવ, સજન !

લીલી વાડીના રખોલિયા …

નાહોલિયા… !

 તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

મારું મનડું જોયે તો તને દઈ દઉં

નાહોલિયા… !

મારું દલડું જોયેં તો તને દઈ દઉં

નાહોલિયા… !

 તને પૂમડું પાછું નહિ દઉં… નહિ દઉં…!

=================================

નાહોલિયા=નાથ;પ્રિતમ

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “પૂમડું//વેણીભાઈ પુરોહિત
  1. vimala કહે છે:

    પુમડાની ફોરમ્નો પમરાટ પ્રસરાવીને આજના દિવસને સુગં્ધિત કરી આપ્વા બદલ પ્રણામ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: