બાપુની યાદમાં/(સ્વરાજની લડતના તે દિવસો/મહાવીર ત્યાગી/ સસ્તું સાહિત્ય)

  1. 1.         બાપુની યાદમાં

(સ્વરાજની લડતના  તે દિવસો/મહાવીર ત્યાગી/ સસ્તું સાહિત્ય)

 

ઈ.સ.1942માં જ્યારે વિશ્વયુદ્ધે ભયંકર રૂપ ધારણ કર્યું હતું.જાપાન ભારત પર આક્રમણ કરવાની તૈયારી માં હતું અને ભારતની જનતાનો વિશ્વાસ મેળવ્યા વગર બ્રિટિશ સરકારે ભારતને યુદ્ધમાં ખેંચ્યું હતું. ત્યારે મહાત્માજીએ કહ્યું હતું કે જ્યારે બ્રિટિશ સરકારની નીતિ ભારતને સ્વતંત્ર કરવાની નથી તો પછી ભલે ત્રીજી કોઈ સત્તા ભારત ઉપર સ્વામિત્વ કેમ ના કરી લે. એવી પરીસ્થિતિમાં 1942 ના ઑગસ્ટની 8મી તારીખે મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે કૉંગ્રેસે બ્રિટિશ સરકારને ‘ભારત છોડો’ નો પડકાર આપ્યો હતો.તરત જ બધા કૉંગ્રેસી નેતા નજરબંધીમાં લેવાયા અને ગાંધીજીને ‘આગાખાન મહેલ’ માં પૂરી દેવામાં આવ્યા. એમની સાથે ‘બા’(સ્વ. કસ્તૂરબા ગાંધી) અને બાપુના પ્રાઇવેટ સૅક્રેટરી શ્રી મહાદેવ દેસાઇ. કુ. શુશીલા નાયરને પણ નજરબંધ કરી લેવામાં આવ્યાં ત્યાર પછી અઠવાડિયામાં જ 15મી ઑગસ્ટે મહાદેવ દેસાઇનો સ્વર્ગવાસ થયો. સારાય દેશમાં પકડાપકડી શરૂ થઈ ચૂકી હતી. હજારો કૉંગ્રેસીઓને જેલમાં નાખ્યા હતા. મહાદેવ દેસાઈની જગ્યાએ શ્રીપ્યારેલાલજીને આગાખાન મહેલમાં મોકલી આપવામાં આવ્યા. યુરોપમાં જર્મનીનું યુદ્ધ અને ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન જોરથી ચાલી રહ્યાં હતાં. 1943-44માં દેશમાં ભયંકર દુકાળ પડ્યો અને એકલા બંગાળમાં ત્રીસ લાખ સ્ત્રી-પુરુષો અને બાળકો ભૂખમરાથી મરી ગયાં. કલકત્તાની ગલીઓમાં ચારે તરફ લાશો પડી હતી. અમે જેલમાં સડતા હતા અને અમારા બાલબચ્ચાં ઉપર શું ગુજરતું હશે તેની ચિંતા કરતા હતા. એક દિવસ ખબર આવી કે બાપુએ 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. આગાખાન મહેલમાં એ મચ્છરોનો શિકાર પણ બન્યા હતા. અમારી જેલની બરાકોમાં અમે બાપુના દીર્ઘાયુ માટે કાંતણયજ્ઞ અને પ્રાર્થનાઓ શરૂ કરી. ઉપવાસ તો પૂરા થયા પણ ‘બા’ નો સ્વર્ગવાસ થયાની ખબર આવી. પછી બાપુ સખત બીમાર પડ્યા. દેશભરમાં બાપુને મુક્ત કરવાનું આંદોલન ચાલ્યું. દિલ્હીની ઍસેમ્બલીમાં કૉંગ્રેસી અને મુસ્લિમ લીગના સભ્યોએ સાથે મળીને 1944નું બજેટ નામંજૂર કરી દીધું. આગાખાન મહેલની ચારે તરફ કાંટાળા તાર લગાડેલા હતા અને પોલીસના સેંકડો માણસો પહેરો ભરતા હતા. બાપુની બીમારી વધી પડી ત્યારે ડૉ. ગિલ્ડરને પણ એમની સંભાળ માટે ત્યાં મોકલી આપ્યા. એક રાતે બીમારીએ ભયંકર રૂપ લીધું ને બચવાની કોઈ આશા ન રહી. બ્રિટિશ સરકારે એમના અગ્નિદાહ માટે ચંદનનો જથ્થો મંગાવીને તૈયાર રાખ્યો હતો. અને બ્રિટિશ વિદેશમંત્રી શ્રી એન્થની  એમના બધા રાજદૂતો ઉપર જે ખબર મોકલી હતી એમાં જણાવાયું કે’મિસ્ટર ગાંધીના મૃત્યુ પ્રસંગે તમે જે શોકસંદેશો આપો તેમાં ગાંધીની નૈતિક બાજુને ઠેસ લાગે એવો કોઈ શબ્દ તમારે વાપરવો ના જોઈએ. તમારે કહેવું જોઈએ કે ગાંધીને એમના આધ્યાત્મિક આદર્શોમાં અતૂટ વિશ્વાસ હતો. અને તમારે એ વાતનો અફસોસ કરવો જોઈએ કે ગાંધીની અદ્વિતીય પ્રતિભાનો  મિત્રરાજ્યોથી અને તેમાંયે ખાસ કરીને ચીન અને ભારતથી કોઈ લાભ ઊઠાવી  શકાયો નહિ.’   

    આવી ભયંકર સ્થિતિમાં બાપુને મરવાની ચિંતા થોડી જ હતી ! એમણે કેટલીય વાર સરકારને અનુરોધ કર્યો હતો કે બીજા રાજકીય કેદીઓની જેમ એમને પણ સાધારણ જેલમાં કેમ નથી રાખવામાં આવતા. બાપુએ કહ્યું હતું કે, મારે માટે જે ખોટો ખરચ થઈ રહ્યો છે તે તમારા પૈસાનો નથી જ. એ તો મારા અને મારી ગરીબ જનતાના પૈસા છે. મારી ચારે તરફ આ ફોજ શા માટે ખડી છે? શું તમને એવો ડર છે કે ચોરીછૂપીથી નીકળીને હું ભાગી છૂટીશ?

    એક દિવસ સેવાગ્રામમાં બાપુ ફરતા હતા ત્યારે રસ્તામાં બે ઇંચ લાંબી પૂણીનો એક ટુકડો પડેલો જણાયો. બાપુએ એ ઊઠાવી લીધો અને આશ્રમવાસીઓને કહ્યું: ‘દેશની સંપત્તિને આમ બેદરકારીથી ફેંકવી ના જોઈએ.’

    બાપુની વાત બાજુ પર મૂકો. આજથી સેંકડો વર્ષ પહેલાં મોગલસમ્રાટ ઔરંગઝેબે પોતાના મૃત્યુ પહેલાં વસિયતનામું કરેલું હતું તે વાંચો. એમણે કહ્યું હતું કે, મારા કફનદફન માટે સરકારી ખજાનાની એક કોડી પણ ખર્ચ કરવાની નથી. ટોપીઓ સીવીને હું ચાર રૂપિયા કમાયો છું ને મહેલદાર પાસે જમા છે. એમાંથી ગજીનું કફન ખરીદી મારા શરીરને લપેટજો. અને કુરાનેશરીફ લખીને હું ત્રણસો પાંચ રૂપિયા કમાયો છું તે ફકીરને વહેંચી દેજો; કેમ કે ઇસ્લામની પરંપરા અનુસાર કુરાનની કમાઈનો ઉપયોગ કરવો હરામ છે.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: