એક ગઝલ– પ્રભુનું નામ લઈ/‘શયદા’

એક ગઝલ

 

પ્રભુનું  નામ લઈ/’‘શયદા’ –હરજી લવજી દામાણી

(24/10/1892 30/06/1962)

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;

હું સમજ્યો એમ-આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,

બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

 ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,

અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,

 હું ખોવાયો પછી મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,

 નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે–

વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે કે મારું ઘર હશે ક્યાં?

અનાદિ કાળથી ભૂલો પડ્યો છું !

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,

પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: